Ahmedabad: SVPI એરપોર્ટ ખાતે પક્ષીઓની હિલચાલ ઘટાડવા સૌર-સંચાલિત ફેરોઝ લાઇટ ટ્રેપ (FLT) સિસ્ટમ અપનાવવામાં આવી

|

Dec 31, 2022 | 2:54 PM

FLTની જાળમાં ક્રિકેટ્સ,  પેન્ટાટોમિડ બગ્સ , મોથ્સ, સિર્ફિડ ફ્લાય્સ અને ઇયરવિગ્સ જેવા જંતુઓ ફસાઈ જાય છે, જેથી તેમના પર નભતા પક્ષીઓને ખોરાક મળતો અટકે છે. આ સિસ્ટમ મુખ્યત્વે રોઝી સ્ટાર્લિંગ્સ, માયનાસ, સ્વેલો અને સ્વિફ્ટ્સ જેવા પક્ષીઓની હિલચાલને અટકાવે છે.

Ahmedabad: SVPI એરપોર્ટ ખાતે પક્ષીઓની હિલચાલ ઘટાડવા સૌર-સંચાલિત ફેરોઝ લાઇટ ટ્રેપ (FLT) સિસ્ટમ અપનાવવામાં આવી
Ahmedabad airport FLT system

Follow us on

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા માટે સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ફ્લાઈટના સુરક્ષિત ઉતરાણ અને ટેક-ઓફમાં પક્ષીઓની ગતિવીધીઓને ( બર્ડ હિટ ) દૂર કરવા નવીનતમ સૌર-સંચાલિત ફેરોઝ લાઇટ ટ્રેપ (FLT) સિસ્ટમ અપનાવવામાં આવી છે. આ પહેલથી એરપોર્ટ પર પક્ષીઓની હિલચાલથી ઉદભવતા અંતરાયો અંકૂશમાં આવશે. એરપોર્ટ પર પક્ષીઓની ગતિવીધીઓ ( બર્ડ હિટ ) દૂર કરવા માટે FLT પર્યાવરણ અનુકૂળ ટેક્નોલોજી છે. સૌર ઉર્જાથી ચાલતી ફેરોઝ લાઇટ ટ્રેપમાં પક્ષીઓની હિલચાલ અટકાવવા ખાસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર આવી અનેકવિધ પહેલો અને પ્રયાસોને કારણે 2022માં બર્ડહીટની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ખાસ ડિઝાઇન સાથે તૈયાર કરાયેલા છે FLT

FLTની જાળમાં ક્રિકેટ્સ,  પેન્ટાટોમિડ બગ્સ , મોથ્સ, સિર્ફિડ ફ્લાય્સ અને ઇયરવિગ્સ જેવા જંતુઓ ફસાઈ જાય છે, જેથી તેમના પર નભતા પક્ષીઓને ખોરાક મળતો અટકે છે. આ સિસ્ટમ મુખ્યત્વે રોઝી સ્ટાર્લિંગ્સ, માયનાસ, સ્વેલો અને સ્વિફ્ટ્સ જેવા પક્ષીઓની હિલચાલને અટકાવે છે.  SVPIA ખાતે આ મુખ્યત્વે મોટા ફ્લોકિંગ પક્ષીઓ જોવા મળે છે. વિવિધ જંતુઓ ઉપરાંત FLT તિત્તીધોડાઓને પકડવામાં પણ મદદરૂપ છે.   ખાસ ડિઝાઇન સાથે તૈયાર કરાયેલ FLT તેના રંગ અને પ્રકાશને કારણે જંતુઓ અને તિત્તીધોડાઓને આકર્ષે છે. આ જંતુઓ અને ખડમાકડીઓ એરપોર્ટની આસપાસ જોવા મળતા પક્ષીઓનો મુખ્ય આહાર હોય છે.

નાગ-નાગણના સુંદર જોડાએ કર્યો જબરદસ્ત ડાન્સ, કેમેરામાં કેદ થયા દ્રશ્યો
Winter Walking : શિયાળામાં કેટલી મિનિટ ચાલવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?
ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos

દરરોજ રાત્રે FLT ની કામગીરી પક્ષીઓ માટે જંતુઓના ખોરાકનો અભાવ સર્જે છે. FLT એક રાત્રિમાં આશરે 100 કિલો જંતુઓ પકડી શકે છે. વળી તેનો ઉપયોગ કરવાથી જંતુનાશકોનો પ્રયોગ પણ ઘટે છે. આ નવી સિસ્ટમના ઉપયોગથી પક્ષીઓની હિલચાલ ઓછી કરવામાં ભારે મદદ મળી રહેશે તેવું એરપોર્ટ ઓથોરિટીનું માનવું છે.   SVPI એરપોર્ટ પર ઉડ્ડયન સુરક્ષા સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. ત્યારે એરપોર્ટની ટીમ સુનિશ્ચિત કરી રહી છે કે એરપોર્ટ પર સલામતીના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરવામાં આવે. જેમાં SVPIA એરપોર્ટ નિયમિત સર્વે કરે છે અને પક્ષીઓના જોખમો ઘટાડવાની વ્યવસ્થા વિકસાવવા જિલ્લા વહીવટી તંત્ર સાથે મંત્રણા કરે છે. તેમજ એર ક્રાફ્ટની સલામતીને સુનિશ્ચિત કરવા માટે છેલ્લા બે વર્ષમાં અમલમાં મૂકાયેલા ઘણા પગલાંઓ પૈકીના કેટલાકનો ઉલ્લેખ કરીએ તો, સ્ટાફમાં વધારો, લેસર ગન, ઝોન ગન અને બાયો-એકોસ્ટિક ઉપકરણો જેવા અન્ય ઘણા પગલાંઓનો સમાવેશ થાય છે.

Next Article