સાસરીમાં પ્રભાવ પાડવા લૂંટનું બનાવ્યું હતું ષડયંત્ર, બોપલના શીલજમાં ગેંગ રેપ અને લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો

|

Nov 04, 2023 | 9:38 PM

બોપલના શીલજમાં ગેંગ રેપ અને લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. લગ્નમાં સાસરીમાં પ્રભાવ પાડવા લૂંટનું બનાવ્યું હતું ષડયંત્ર. લૂંટ દરમ્યાન એક લૂંટારાની નિયત બગડતા સામુહિક બળાત્કાર કરીને થયા હતા ફરાર. પરંતુ પોલીસના સતર્કતાથી પાંચેય આરોપીની પોલીસે ધરપકડ કરી.

સાસરીમાં પ્રભાવ પાડવા લૂંટનું બનાવ્યું હતું ષડયંત્ર, બોપલના શીલજમાં ગેંગ રેપ અને લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો

Follow us on

અમદાવાદ કાળા બુરખામાં પોલીસ કસ્ટડીમાં ઉભેલા લૂંટારાઓ અમૃતપાલસિંગ ઉર્ફે ગોલ્ડી, મનજીતસિંગ ઉર્ફે અજય શીખ, રાહુલસિંગ કોસાવા કાચી, હરિઓમ ઉર્ફે લાલજી ઠાકુર અને સુખવિંદરસિંગ ઉર્ફે આકાશ શીખએ શીલજમાં ગેંગ રેપ કરીને લૂંટને અંજામ આપ્યો હતો.

આ આરોપીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. લૂંટનો માસ્ટર માઈન્ડ મનજીતસિંગ હતો. જેના ડિસેમ્બરમાં લગ્ન હતા અને લગ્નમાં પૈસાથી સાસરીમાં પ્રભાવ પાડવા માટે લૂંટનું કાવતરું ઘડ્યું. આ કાવતરામાં પોતાના ભાઈ સુખવિંદરશીંગ અને મિત્રોને સામેલ કર્યા હતા.

તેઓ લાખો રૂપિયાની લૂંટ કરીને દિવાળી ઉજવવા પજાંબ ફરાર થઇ જવાનું ષડયંત્ર રચ્યું હતું. ઘટના 3 દિવસથી લૂંટનું ષડયંત્ર રચી રહેલા આરોપીએ ઓનલાઈન નકલી હથિયાર મગાવ્યું અને મહિલાના ઘરનું લાઈટ પાવર બંધ કરવાનું શરૂ કર્યું.

ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ
Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો

ઘટનાની રાત્રે લાઈટ બંધ કરતા મહિલાએ ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે પાંચેય આરોપીઓ લૂંટ કરવા ઘરમાં પ્રવેશ્યા. મહિલાને નકલી હથિયાર બતાવીને 2 લેપટોપ, 4 મોબાઈલ, 14 હજાર રોકડ, ગૂગલ પેથી 83 હજાર અને ATM થી 40 હજારની રોકડ ઉપાડીને 1.37 લાખની લૂંટ કરી અને આરોપી હરિઓમની નિયત બગડતા ઘરઘાટી સાથે દુષ્કર્મ આચર્યું જ્યારે અન્ય આરોપીએ મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

ગેંગ રેપ અને લૂંટની ચકચાર ઘટનાને અંજામ આપીને આરોપીઓ પજાંબ ફરાર થઇ જવાના હતા. તેમને મહિલાઓને ઘરમાં બંધ કરીને કારની લૂંટ કરીને કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળ્યા. આ દરમ્યાન શીલજ, ઘાટલોડિયામાં ATM માંથી રૂપિયા ઉપાડ્યા હતા.

ત્યાર બાદ કાર બિનવારસી મૂકીને ઓલા કરી હતી અને તેઓ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં પજાંબની ટ્રેન નહિ મળતા ATM માંથી રૂપિયા ઉપાડીને રિક્ષામાં ગીતા મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમને શ્રીનાથ ટ્રાવેલ્સની બસમાં પજાંબ જવા રવાના થયા હતા. આ દરમ્યાન વહેલી સવારે મહિલાએ પોલીસને જાણ કરતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને બનાસકાંઠા પોલીસના સંયુક્ત ઓપરેશનથી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આ આરોપીઓ આકાશ સિક્યુરીટી એજન્સી સાથે સંકળાયેલા હતા. પોલીસે જ્યારે આ એજન્સીના સંચાલક યોગેશ યાદવના નિવાસસ્થાને તપાસ કરતા રોહિત યાદવ નામથી એક PSI નું યુનિફોર્મ મળ્યું હતું.

આ પણ વાંચો : UN મહેતાના નિષ્ણાત તબીબોએ હાથ ધર્યું રિસર્ચ, કહ્યું કોરોનાને કારણે હાર્ટ એટેક આવતો હોવાના તારણ અયોગ્ય

યોગેશ યાદવને પોલીસ બનવાની ઈચ્છા હોવાથી આ સપનું પૂરું નહિ થતા તેને યુનિફોર્મ બનાવીને ફોટો પડાવતો હતો. જેથી પોલીસે સંચાલક વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પકડાયેલ આરોપીમાં મનજીત અને અમૃતપાલ વિરુદ્ધ 2 ગુના નોંધાયા હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં આ આરોપીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી.

આણંદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article