Ahmedabad: નગ્ન ફોટા પાડી સગીરાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરનાર પાદરીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી

અમદાવાદમાં સગીરાને બળજબરી પૂર્વક પાદરી 17 વર્ષીય સગીરાના નગ્ન ફોટો મેળવી સગીરાને ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં પાદરી ગુલાબ પરીખ મસીહને 3 વર્ષની જેલ અને રુપિયા એ હજારનો દંડ ફટકાર્યો છે.

Ahmedabad:  નગ્ન ફોટા પાડી સગીરાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરનાર પાદરીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી
પાદરીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Aug 22, 2023 | 9:13 PM

અમદાવાદમાં સગીરાને બળજબરી પૂર્વક પાદરી 17 વર્ષીય સગીરાના નગ્ન ફોટો મેળવી સગીરાને ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદ સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં પાદરી ગુલાબ પરીખ મસીહને 3 વર્ષની જેલ અને રુપિયા એ હજારનો દંડ ફટકાર્યો છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી સગીરા 25 ડિસેમ્બર 2019માં તેની બાજુમાં રહેતી એક મહિલા સાથે અમદાવાદની રબારી કોલોની ખાતેના એક ચર્ચમાં ગઈ હતી. જ્યાં પાદરીના સંપર્કમાં પ્રથમ વાર પાદરીના સંપર્કમાં આવી હતીય

ચર્ચના પાડોશમાં રહેતી મહિલાએ સગીરાની મુલાકાત ચર્ચના પાદરી ગુલાબચંદ સાથે કરાવી હતી. જેથી ગુલાબચંદે સગીરા સાથે વાતચીત કરી હતી અને માતા-પિતાને પણ ચર્ચામાં લાવે તેવું જણાવ્યું હતું. સગીરા એક મહિનો સુધી ચર્ચમાં ન આવી હોવાના કારણે પાદરી ગુલાબચંદના ભત્રીજાએ સગીરાના પિતાને ફોન કરીને ચર્ચમાં આવવાનું જણાવ્યું હતું. જેથી માતા-પિતા સગીરાને ચર્ચામાં લઇ ગયા હતા. ત્યારબાદ માતા-પિતા સાથે મુલાકાત થયા બાદ પાદરી ગુલાબચંદ સગીરાની ઘરે આવતો જતો હતો.

અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો
બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો
હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ
ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?
આજનું રાશિફળ તારીખ : 01-12-2023
કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

વીડિયો કોલ કરીને નગ્ન તસ્વીરો કેપ્ચર કર્યા

સગીરાના પરિવાર સાથે પાદરીના સબંધ સારા થવાના કારણે તે સગીરાના ઘરે જઈને ઢોલ નગારા વગાડી ધાર્મિક ગીત સંગીત ગાન પણ કરતો હતો. એક વખત પાદરીના માણસોએ સગીરાના ઘરમાં રહેલા મંદિરને જોઇને કહ્યું હતુ કે આ તો શેતાન છે, આને ઘરમાં ન રખાય એવું કહીં મૂર્તિ ઘરની બહાર લાવી તોડી દીધી હતી. ઘરમાં રાખવા સગીરાને બાયબલ આપ્યુ હતુ. ત્યારબાદ પાદરી અવાર નવાર સગીરાના પિતાના મોબાઈલ નંબર પર ફોન કરીને સગીરા સાથે વાત કરતો હતો. સગીરાને ફોટા મોકલીને આઇ લવ યુ પણ કહેતો હતો.

ઘરે એકલી હોય ત્યારે વીડિયો કોલ કરીને કપડાં ઉતારવાનું પણ કહેતો હતો. આમ સગીરાના નગ્ન ફોટા ખેંચી સગીરાને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટેનું દબાણ કરતો હતો. સગીરાએ ખ્રિસ્તી ધર્મ અપનાવવાની ના કરતા પાદરીએ સગીરાના ફોટા દૂરના કાકાને મોકલી આપ્યા હતા. આ વાતની જાણ સગીરાને થતા તેને તાત્કાલિક આ સમગ્ર હકીકત માતા-પિતાને જણાવી હતી. જેથી સગીરાના માતા-પિતા અને સગીરાએ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં પાદરી સામે ફરિયાદ નોંધાવી હતી.

પાદરીને 3 વર્ષની સજા

પોલીસ ફરિયાદ બાદ કેસ કોર્ટમાં ચાલ્યો હતો અને તમામ દલીલોના અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના જજ જયેશ પ્રજાપતિએ પાદરી ગુલાબચંદ પરીખન મસીહને 3 વર્ષની જેલ અને રૂ.1 હજારનો દંડ ફટકાર્યો હતો. ધર્મગુરુ તરીકે જેના પર લોકો શ્રદ્ધા ધરાવે છે તે વ્યક્તિ કુમળા માનસને વિચલિત કરે તો તેવા લોકોને સમાજમાં દાખલારૂપ સજા થવી જોઇએ એવુ સુનાવણી દરમિયાન અવલોકન રજૂ કર્યુ હતુ. પાદરીએ સગીરાને દબાણ કરી ધર્મપરિવર્તન કરવા ધમકી આપી છે. ધર્મગુરુ હોવા છતા અપકૃત્ય કરી સમાજમાં ભોગ બનનનારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. પીડિતાના વકીલે જણાવ્યુ હતુ કે 3 વર્ષની સજાથી તેઓ સંતુષ્ટ નથી જેથી વધુ સજા માટે તેઓ અપીલ કરવા અંગે પણ વિચારી રહ્યા છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં વિધર્મી યુવક ગેસ્ટ હાઉસમાં યુવતી લઈ પહોંચતા હિન્દુ સંગઠન કાર્યકરોનો હોબાળો, જુઓ Video

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">