Ahmedabad : શોર્ટ ટર્મ લોનના નામે વધતી છેતરપિંડી, આ બાબતોનું રાખો ધ્યાન નહિતર બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી

|

Dec 29, 2022 | 6:37 PM

ગુજરાતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શોર્ટ ટર્મ લોન આપવાના નામે છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે અગાઉ સોશિયલ મિડીયાના માધ્યમ દ્વારા શોર્ટ ટર્મ લોન એપ્લીકેશનોની જાહેરાત આપી નિર્દોષ નાગરીકોને લોન આપ્યા બાદ એપ્લીકેશનની મદદથી ચોરી લીધેલ ડેટાને મોર્ફ કરી બિભત્સ દર્શાવી વાયરલ કરવાની ધમકી આપી છેતરપીંડી કરનાર વિવિધ લોન એપ્લીકેશન વેબસાઇટ ધારકો વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

Ahmedabad : શોર્ટ ટર્મ લોનના નામે વધતી છેતરપિંડી, આ બાબતોનું રાખો ધ્યાન નહિતર બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી
Short Loan App
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શોર્ટ ટર્મ લોન આપવાના નામે છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે અગાઉ સોશિયલ મિડીયાના માધ્યમ દ્વારા શોર્ટ ટર્મ લોન એપ્લીકેશનોની જાહેરાત આપી નિર્દોષ નાગરીકોને લોન આપ્યા બાદ એપ્લીકેશનની મદદથી ચોરી લીધેલ ડેટાને મોર્ફ કરી બિભત્સ દર્શાવી વાયરલ કરવાની ધમકી આપી છેતરપીંડી કરનાર વિવિધ લોન એપ્લીકેશન વેબસાઇટ ધારકો વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ દરમ્યાન બીજી આવી આશરે ચાર હજાર જેટલી એપ્લીકેશન વેબસાઇટ મળી આવતા તેને બંધ કરાવવા કાર્યવાહી કરવામાં આવી.

સાઇબર ક્રાઇમ દ્વારા આવી વેબ અને એપ પર તપાસ શરૂ કરવામાં આવી

ગુજરાત સહિત દેશભરમાં શોર્ટ ટર્મ લોન લેવા માટે અનેક અલગ અલગ એપ્લિકેશન માર્કેટમાં આવી છે. જેના દ્વારા સામાન્ય લોકો નાની રકમની લોન મેળવે છે. પરંતુ આ લોકોને અંદાજો પણ નહિ હોય કે આવી લોન તેને કેટલી મોંઘી પડી શકે છે. જી હા… અમદાવાદ સાઇબર ક્રાઇમ ની ટીમ હાલ એવી એપ્લિકેશન અને વેબ સાઇટ શોધી રહી છે કે જે શોર્ટ ટર્મ લોન આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી રહી છે અને લોકો નજીવી રકમની લોન મેળવી પોતાના બેન્ક એકાઉન્ટ અથવા ડેટા ને સામે ચાલીને લીક કરી રહ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઇમ માં રોજની સરેરાશ 10 થી 15 અરજીઓ આવી રહી છે કે એપ્લિકેશન કે વેબ મારફત નજીવી રકમની લોન લીધા બાદ તેનો મોબાઈલ ડેટા લીક થયો અને તેના ફોટો મોફ કરી બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા છે. જેના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા આવી વેબ અને એપ પર તપાસ શરૂ કરવામાં આવી અને તેના આધારે સાઇબર ક્રાઇમ વધુ ચાર હજાર જેટલી એપ અને વેબ પર રોક લગાવી છે.

શોર્ટ ટર્મ લોન ખુબજ સરળ પ્રોસીજરથી મેળવવાની લાલચ આપતા હતા

જોકે આટલી મોટી માત્રામાં રોક લગાવવાની કામગીરી કરનાર અમદાવાદ સાઇબર ક્રાઇમ દેશમાં પ્રથમ પોલીસ મથક બન્યું છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ છેલ્લા કેટલાક મહિનાઓથી જુદા જુદા પ્લેટફોર્મ પર ઇન્સ્ટન્ટ લોન અંગેની 300 કરતા પણ વધારે જુદી જુદી લોન એપ્લીકેશનો અને વેબસાઇટો દ્વારા શોર્ટ ટર્મ લોન આપવાની લોભામણી લલચામણી જાહેરાતો આપી આ એપ્લીકેશનો જુદા જુદા લોકોને ડાઉનલોડ કરાવી શોર્ટ ટર્મ લોન ખુબજ સરળ પ્રોસીજરથી મેળવવાની લાલચ આપતા હતા અને લોનની પ્રોસીજર કરાવી આ લોન એપ્લીકેશનો જેન્યુન હોવા બાબતની ગ્રાહકને ખાત્રી થાય તે માટે જુદી જુદી એપ્લીકેશન ગુગલ પ્લેસ્ટોરમાં પણ વિવિધ કંપનીઓના નામે એકાઉન્ટ બનાવીને તે એકાઉન્ટમાં વિવિધ પ્રકારની લોન એપ્લીકેશનો મૂકતા હતા.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

જ્યારે કોઇ ગ્રાહકો શોર્ટ ટર્મ લોન મેળવેતો તેમને હેરેસમેન્ટ કરી લોનની રકમ કરતા વધુ રકમ મેળવી છેતરપીંડી કરતા હતા. આ સમગ્ર મામલાની તપાસમાં આશરે બીજી ચાર હજાર જેટલી એપ્લીકેશન વેબસાઇટ મળી આવી હતી. જે એપ્લીકેશન વેબસાઇટ બંધ કરાવવા માટેની તજવીજ કરવામાં આવી છે.

લોન એપ્લીકેશન, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન, ગેમીંગ એપ્લીકેશનમાં ઇન્સ્ટોલ, વપરાશ તેમજ પેમેન્ટ કરતા પહેલા નાગરીકોએ ધ્યાનમાં રાખવાના

અગત્યના મુદ્દા

  1. વિવિધ પ્લેટફોર્મ પરથી ક્યારેય પણ લોન એપ્લીકેશ, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન, ગેમીંગ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી નહીં.
    લોન એપ્લીકેશ, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન, ગેમીંગ એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે હંમેશા ગુગલ પ્લેસ્ટોરનો જ ઉપયોગ કરવો,
  2. પ્લેસ્ટોર પરથી જ્યારે એપ્લીકેશન ડાઉનલોડ કરો ત્યારે તેમના રીવ્યુ આર.બી.આઇ.રજીસ્ટર્ડ છે કે કેમ? તે બાબતે ગુગલ પર ઘણીબધી વેબસાઇટ પર કમ્પ્લેન રજીસ્ટર હોય છે તે ચકાસ્યા બાદ જ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી.
  3. ઉપર જણાવ્યા મુજબની એપ્લીકેશનો જ્યારે ઇન્સ્ટોલ કરો છો ત્યારે વિવિધ પ્રકારની પરમીશનો માંગવામાં આવે છે તે પરમીશન વિષે જાણવુ જરુરી છે.
  4. કેમેરાની પરમીશન આપેલ હોય તો તે તમારો ફોટોગ્રાફ ગમે ત્યારે લઇને તમારી જાણ બહાર સર્વર પર મોકલી શકે છે.
    એસ.એમ.એસ.ની પરમીશન આપેલ હોય તો તમારા બેંકીંગના મેસેજ રીડ તેમજ રાઇટ કરી શકે છે.
  5. લોકેશનની પરમીશન આપેલ હોય તો તમારી દરેક હિલચાલ પર નજર રાખી શકે છે.
  6. માઇક્રોફોનની પરમીશન આપેલ હોય તો આપણી એપ બંધ હોય તો પણ તમામ વાતચીત સાંભળી શકે છે.
  7. કોન્ટેક્સની પરમીશન આપેલ હોય તો તમારા મોબાઇલમાં રહેલા તમામ કોન્ટેકસને પોતાના સર્વર પર સ્ટોર કરી શકે છે.
  8. સ્ટોરેજની પરમીશન આપેલ હોય તો તમારા મોબાઇલમાં રહેલ ફોટા, એપ્સ, ગેલેરીમાં રહેલ તમામ ઇમેજીસ પોતાના સર્વર પર મેળવી લે છે.
  9. એડ વોઇસ મેઇલ પરમીશન આપેલ હોય તો કોઇપણ એપ આપના ફોનમાં વોઇસ મેઇલ ઉમેરી શકે છે અને વોઇસમેઇલના આધારે વોઇસ મેઇલમાં આપેલ નંબર પર કોલ કરતા બેંક એકાઉન્ટમાં રહેલ નાણા વિડ્રો થઇ શકે છે.
  10. ઉપર જણાવ્યા પ્રમાણેની વિવિધ પરમીશનો સિવાયની પણ ઘણીબધી પરમીશનો હોય છે તે પરમીશન આપતા પહેલા આપણે વિચાર કરવો જોઇએ

વિવિધ પ્લેટફોર્મ પરથી ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ તે એપ્લીકેશનમાં નાણા ઇન્વેસ્ટ કરવા પ્રોસીજર કરો છો ત્યારે જુદા જુદા યુ.પી.આઇ. આઇ.ડી., બેંક એકાઉન્ટ તેમજ પેમેન્ટ ગેટવે જોવા મળે છે. જો આવી અલગ અલગ પ્રકારની યુ.પી.આઇ. આઇ.ડી, બેંક એકાઉન્ટ, પેમેન્ટ ગેટવે આવતા હોય તો તે એપ્લીકેશન ફ્રોડ હોવાનુ નક્કી થઇ શકે છે.

ઇન્વેસ્ટમેન્ટ તેમજ ગેમીંગ એપ્લીકેશન થકી પ્રોફીટ થયેલ નાણા જ્યારે તમારા બેંક એકાઉન્ટમાં પરત મેળવો છો ત્યારે પણ તમારા બેંક એકાઉન્ટમાં તપાસો કે તમે પ્રોફીટ સ્વરુપે મેળવેલ નાણા તે જ કંપનીના નામે આવે છે કે કેમ? તેની ચકાસણી કરો. જો અલગ અલગ એકાઉન્ટમાંથી નાણા આવતા હોય તો તે ફ્રોડ હોઇ શકે.

કોઇ વ્યકિત દ્વારા તમને એવુ કહેવામાં આવે કે તમારુ એકાઉન્ટ બે થી પાંચ દિવસ વાપરવા માટે અમોને આપો, અમે તમને એકાઉન્ટમાં જમા થયેલ રકમના બે થી પાંચ ટકા કમિશન આપીશુ, તો આવી લાલચમાં આવવુ નહી અને આવુ કહેનાર સામે સાયબર ક્રાઇમની અંદર જાણ કરવી. કારણ કે આવા વ્યકિતઓ તમારા એકાઉન્ દુરુપયોગ કરીને ફ્રોડના નાણા મેળવી લે છે. અને ગમે ત્યારે બેંક ખાતા ધારક તરીકે તમારા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.

વિવિધ પ્લેટફોર્મ પર ક્રીપ્ટો કરન્સી એપ્લીકેશનમાં ઉંચા વળતર આપવાના બહાને નાગરીકો પાસે પૈસા ભરાવડાવે છે અને તે પૈસા ક્રીપ્ટો કરન્સી થૂ ફ્રોડ વ્યકિત વિદેશમાં લઇ જતા હોય છે, જેથી આવી કોઇ ક્રીપ્ટો એપ્લીકેશનમાં પૈસા રોકાણ કરતા પહેલા તે એપ્લીકેશનના રીવ્યુ અને રજીસ્ટ્રેશન થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવી.

વોટ્સએપ, ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હાલ હેક થવાના અસંખ્ય કિસ્સાઓ સામે આવી રહેલ હોય જે તમારા મિત્રના હેક એકાઉન્ટ થકી જ્યારે તમને કોઇ મેસેન્જર કે પ્રોફાઇલ પર લોન એપ્લીકેશન, ઇન્વેસ્ટમેન્ટ એપ્લીકેશન તેમજ ગેમીંગ એપ્લીકેશન જેવી જાહેરાતો મુકેલ હોય જેની અંદર ઉંચુ વળતર આપવાની લાલચ આપેલી હોય તો તે તમારો મિત્ર જ છે કે કેમ? તેને નોર્મલ કોલ કરી પુછપરછ કરી ખાત્રી થયા બાદ જાતનું રોકાણ કરવું હિતાવહ છે.

સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જોવા મળતી વિવિધ શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનો જે ગેરકાયદે લોનનું ધિરાણ ઓનલાઇન કરતી હોય છે તે એપ્લીકેશનો લોભામણી લાલચ આપી પર્સનલ ડેટાનો એક્સેસ એપ્લીકેશન ડાઉનલોડ સમયે જ મેળવી લઇ ગુપ્ત ડેટા તેમના સર્વર પર સ્ટોર કરી બ્લેકમેલ કરી પૈસા પડાવી સમાજમાં બદનામ કરવા જેવી પ્રવૃતિઓ કરી રહી છે. આવી શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનોથી સાવધ રહેવા પણ સાઇબર ક્રાઇમે લોકોને સલાહ આપી છે.

Next Article