AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આનંદો, પોલીસ વિભાગમાં 12થી 13 હજાર જગ્યા ઉપર કરાશે ભરતી

Gujarat : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આનંદો, પોલીસ વિભાગમાં 12થી 13 હજાર જગ્યા ઉપર કરાશે ભરતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2022 | 7:26 AM
Share

આ પ્રક્રિયા માટે નવા નિયમો બનાવવા કમિટીની રચના કરવાનો આદેશ ગૃહવિભાગે આપી દીધો છે. આ કમિટી આગામી બેથી ત્રણ મહિનામાં ગૃહ વિભાગને રિપોર્ટ સોંપશે. ત્યારબાદ પોલીસ વિભાગ ભરતી પ્રક્રિયા હાથ ધરશે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આવનારા વર્ષમાં પોલીસ વિભાગમાં 12થી 13 હજાર જગ્યા ઉપર ભરતી કરવા માટેની તજવીજ હાથ ધરવાની અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ માટે ગૃહ વિભાગ નવા નિયમો બનાવવા માટે પણ પ્રક્રિયા હાથ ધરશે. આ પ્રક્રિયા માટે નવા નિયમો બનાવવા કમિટીની રચના કરવાનો આદેશ ગૃહવિભાગે આપી દીધો છે. આ કમિટી આગામી બેથી ત્રણ મહિનામાં ગૃહ વિભાગને રિપોર્ટ સોંપશે. ત્યારબાદ પોલીસ વિભાગ ભરતી પ્રક્રિયા હાથ ધરશે. રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી તમામ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ- મંજૂર મહેકમને સમયબદ્ધ આયોજન દ્વારા વહેલી તકે ભરવાનો નિર્ણય સરકારે લીધો છે.

પોલીસ વિભાગ ભરતી પ્રક્રિયા હાથ ધરશે

ગઈકાલે ગાંધીનગર ખાતે ગૃહવિભાગની અધ્યક્ષતામાં ભરતી બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભરતી બોર્ડના અધ્યક્ષ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં લોક રક્ષક ભરતી, PSI અને PIની ભરતી મામલે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અલગ અલગ ભરતીને લઈને થયેલી રજૂઆતો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">