Ahmedabad : સાબરમતી રિવર ફ્રન્ટ બની રહ્યું છે સ્યુસાઈડ પોઈન્ટ, વર્ષ 2021માં નોંધાયા સૌથી વધુ આપઘાત

|

Jan 17, 2022 | 10:55 PM

અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ સ્યુસાઈડ પોઈન્ટ બન્યું છે. જેમાં છેલ્લા ચાર વર્ષમા સૌથી વધુ આપઘાત વર્ષ 2021માં  નોંધાયા છે.

Ahmedabad : સાબરમતી રિવર ફ્રન્ટ બની રહ્યું છે સ્યુસાઈડ પોઈન્ટ, વર્ષ 2021માં નોંધાયા સૌથી વધુ આપઘાત
Ahmedabad Sabarmati Riverfront (File Photo)

Follow us on

અમદાવાદમા(Ahmedabad)આર્થિક સંકડામણ અને સંબંધોમા નિરાશાના કારણે આપઘાતના(Suiside)કેસો વધ્યા છે. જેમાં તાજેતરમા માતા-પુત્ર, એક ડેન્ટીસ્ટ અને વેપારીએ મોતની છલાંગ લગાવી. આર્થિક પાયમાલ થઇ જતા આપધાત કર્યો હોવાનુ ખુલ્યુ. ત્યારે 2021ના વર્ષમા સાબરમતી રિવર ફ્રન્ટ(River Front) સ્યુસાઈડ પોઈન્ટ બન્યું છે. જેમાં છેલ્લા ચાર વર્ષમા સૌથી વધુ આપઘાત વર્ષ 2021માં  નોંધાયા છે. ત્યારે પોલીસે આપઘાતનુ પ્રમાણ અટકાવવાનુ મિશન શરૂ કર્યુ છે. નવા વર્ષની શરૂઆતમાં આર્થિક સંકડામણના કારણેએ ડેન્ટીસ્ટ તેમજ વેપારીએ નદીમાં છલાંગ લગાવીને મોતને વ્હાલુ કરતા ચકચાર મચી ગઇ છે. કોરોનામાં આવેલા લોકડાઉન બાદ કેટલાક લોકો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે જ્યારે કેટલાક લોકો દારૂ જુગારની લત્તે ચઢી ગયા છે. સાબરમતી નદીમાં જે લોકો સ્યુસાઇડ કરી રહ્યા છે તેમાં મોટાભાગના લોકો આર્થિક પરિસ્થીતી તંગ હોવાના કારણે પગલુ ભરી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. સાબમરતી નદી હવે સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે.

Sabarmati Riverfront Suside Data( 2018-2022)

વાસણા બેરેજથી ઇન્દિરાબ્રીજ સુધી સાબરમતી નદીનો 20 કિલોમીટરનો પટ્ટો છે જેમાં સખ્યબંધ લોકોએ પોતાનું જીવન ટુંકાવ્યુ છે ત્યારે સંખ્યાબધ લોકોને બચાવવામાં ફાયરબ્રીગેડની રેસક્યુ ટીમ સફળ રહી છે. લોકડાઉન હતુ ત્યારે નદીમાં કુદીને આપધાત કરવાના કેસોમાં ઘટાડો થયો હતો પરંતુ ગતવર્ષે નદીમાં કુદવાના કિસ્સામાં વધારો જોવા મળ્યો હતો. છેલ્લા ચાર વર્ષમા 2021ના વર્ષમા સૌથી વધુ આપઘાતના આકંડા સામે આવ્યા છે..

ગતવર્ષે 2021મા 178 કોલ નદીમાં છલાંગ લાગવવાના મળ્યા હતા જેમાં 104 પુરૂષ 26 મહિલા અને બે બાળકોના મોત થયા હતા જયારે 25 પુરૂષ 20 મહિલા અને એક બાળકને બચાવી લીધુ હતું. જયારે 2022ના ચાલુ વર્ષમા એક જ દિવસમા સાબરમતી નદીમાં બે પુરુષોનો મૃતદેહ મળ્યો.. જેમા એક પુરૂષ ઇસનપુરનો રહેવાસી છે અને તેનું નામ પ્રવિણસિંહ જાદવ છે જે ડેન્ટીસ્ટ છે જ્યારે બીજો વ્યકિતનું નામ મીતુલ શાહ હતો. મૃતકને પાણીની બોટલ બનાવવાની ફેક્ટરી છે.. આ બન્ને યુવકે આર્થિક સંકળામણથી કંટાળીને આપઘાત કર્યો હોવાનુ ખુલ્યુ છે.. જેમા પ્રવિણસિંહ જાદવને જુગારની લત્ત હતી જેના કારણે તેને દેવુ થઇ જતા આપધાત કર્યો છે જ્યારે મીતુલ શાહએ પણ આર્થિક સંકડામણના કારણે મોતને વ્હાલુ કર્યુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સાબરમતી નદીમાં આપઘાતના પ્રમાણ વધતા સરકારે તકેદારીના પગલા લેવાના ભાગરૂપે વર્ષ 2018માં તમામ બ્રીજ પર ઝાળી લગાવી દીધી છે ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ ટીમ પણ નદીમાં તહેનાત કરાઇ હતી. જોકે જેણે સ્યુસાઇડ કરવાનો નિર્ણય લઇ લીધો છે તે કોઇપણ રીતે પોતાના જીવનને ટુંકાવીને મોતને વ્હાલું કરે છે. બ્રીજ પર ફેન્સીગ લગાવતા હવે લોકો રીવરફ્રન્ટના વોક વે પરથી કુદકો મારીને મોતને વ્હાલુ કરી રહ્યા છે. ફેન્સીગ લાગવી દીધા બાદ નદીમાં આત્મહત્યાનું પ્રમાણ ઓછુ થઇ ગયુ છે પરંતુ એક આંકડા પ્રમાણે ફેન્સીગ લગાવી દીધા બાદ 98 ટકા લોકો વોકવે પરથી ઝંપલાવે છે.

આ પણ  વાંચો : Kutch : ભુજ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિપક્ષનો આક્ષેપ, કહ્યું તેના લીધે ચીફ ઓફિસર ટકતા નથી

આ પણ વાંચો :  Mehsana : દૂધ સાગર ડેરીનું નવું સાહસ, Amul બ્રાન્ડથી ઓર્ગેનિક શાકભાજી વેચશે

Published On - 10:46 pm, Mon, 17 January 22

Next Article