Ahmedabad: મેલેરિયા નિયંત્રણ માટે ફોગિંગ મશીન દ્વારા 120 દિવસ માટે રૂપિયા 3. 5 કરોડનો ધૂમાડો, પરિણામ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન

|

Jun 16, 2022 | 9:16 AM

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા (AMC)મેલેરિયા જેવા રોગને અટકાવવા ફોગિંગ મશીન માટે 3. 5 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જોકે લેવામાં આવશે જોકે રોગચાળો જામવા નક્કર પરિણામ મળશે કે નહીં તે બાબતે સવાલો ઉભા થયા છે.

Ahmedabad: મેલેરિયા નિયંત્રણ માટે ફોગિંગ મશીન દ્વારા 120 દિવસ માટે રૂપિયા 3. 5 કરોડનો ધૂમાડો, પરિણામ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન

Follow us on

આગામી દિવસોમાં  અમદાવાદ (Ahmedabad)શહેરમાં ચોમાસાની (Monsoon) શરૂઆત થશે ત્યારે ચોમાસાને પગલે પગલે મચ્છરજન્ય રોગચાળો પણ વકરે છે  ત્યારે અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)પ્રજાની સુખાકારીનો વિચાર કરતા મેલેરીયાને (Malaria)નિયંત્રણમાં રાખવા માટે ફોગિંગ મશીન નો કોન્ટ્રાક્ટ કર્યો છે આ કોન્ટ્રાક્ટ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચાર મહિના માટે ફોગિંગ મશીન ભાડે લેવામાં આવશે . તો સાથે સાથે ઘરોમાં દવા છંટકાવ ની કામગીરી કરવામાં આવશે.જેની પાછળ કરોડો નો ધુમાડો કરસે. બુધવારે અમદાવાદ મહાનગપાલિકાની હેલ્થ કમિટી ની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો. ઘરોમાં મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે દવાનો છંટકાવ કરવામાં આવે છે જેની માટે અઢી કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે તો ફોગીંગ મશીન મેન પાવર સાથે લેવામાં આવશે 100 મશીન મનપા દ્વારા કોન્ટ્રાક્ટ પર લાવશે .જેની પાછળ સાડા ત્રણ કરોડ નો ખર્ચ થશે. મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અને રોગચાળો ડામવા 5 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે, પરંતુ પરિણામ મળશે કે કેમ તે પ્રશ્ન છે

ફોગિંગ મશીન દ્વારા 120 દિવસ માટે રૂપિયા 3. 5 કરોડનો ધૂમાડો

ચોમાસાની સિઝન દરમિયાન મહાનગર પાલિકા દ્વારા ફોગિંગ કરવામાં આવે છે પરંતુ તેના કોઈ નકકર પરિણામ મળતા નથી.
દર વર્ષે ચોમાસામાં ફોગીંગ અને ઘરો માં દવા છંટકાવ માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે પણ રોગચાળો વકરતો હોય છે. વિવિદ વિસ્તારમાં રહેણાંક સ્થળોમાં દવા છાંટવામાં આવી કે નહિ? ફોગીગ થયું કે નહી? તે અંગે કોઈ મોનિટરીંગ થતું નથી અને પ્રજાના પૈસા ધુમાડામાં જ જતા રહે છે. વિપક્ષે આ અંગે સત્તાધીશોની ટીકા કરી હતી.

વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છ૨ નો ઉપદ્વવ ન થાય તે માટે અમદાવાદ શહેરના દરેક ઝોન તથા દરેક વોર્ડ મા પ્રત્યેક ઘ૨મા ફોગીંગ મશીનથી ધુમાડો ક૨વાનું આયોજન હાથ ધરાયું છે આ માટે અલગ અલગ ૨ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામા આવ્યા છે, પરંતુ આ આયોજનનો અમલ સંપૂર્ણપણે થાય તેવી શક્યતા દેખાતી નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મચ્છરજન્ય રોગચાળો ડામવા દરેક સ્થળે વ્યવસ્થિત ફોગિંગ કરવું અનિવાર્ય છે ત્યારે સૌથી જરૂરી બાબત એ છે કે દરેક ઝોનમાં થઇ ને કુલ 100 ફોગીંગ મશીન દ્વારા પ્રત્યેક વોર્ડમાં ઘર દીઠ છંટકાવ કરવાની વાત છે, પરંતુ મુખ્યત્વે જોવા મળે છે કે ઘર દીઠ નહી, પરંતુ માત્ર મુખ્ય માર્ગો પર ફોગીંગ થતું જોવા મળે છે અને પ્રત્યેક ઘ૨ પ્રમાણે મસ મોટા બીલ બનાવાની શક્યતા રહેલી છે. જે તે વોર્ડ મા ફોગીંગ થતું હોય તે ઝોનના મેલેરીયા સબ ઇન્સપેક્ટ૨, સુપરવાઇઝર તથા અન્ય મહત્વ ના અધિકારીઓનું મોનિટરિંગ થવું જરૂરી છે અને સુપ૨વિઝન દરમ્યાન કોઇ કર્મચારી ગેરહાજર હોય અથવા કામગીરી અધૂરી છોડી હોય તેવા સંજોગોમાં 2૦૦૦ રૂ દંડ, ફોગિંગ મશીન યોગ્ય રીતે ન ચલાવી શકતા હોય તો 500 રૂ. અને યુનિફોર્મ વગર કામ કરતા કર્મચારીને 200 રૂ.દંડ કરવામાં આવે છે, પરંતુ જયારે અધિકારીઓ યોગ્ય મોનીટરીંગ જ ના કરતા હોય ત્યા કામગીરી યોગ્ય રીતે થાય તેમા શંકા ને સ્થાન છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી માંગ કરવામા આવી છે કે અધિકારીઓ દ્વારા યોગ્ય મોનીટરીંગ કરવામાં આવે અને જ્યાં કામગીરી યોગ્ય ના થતી હોય ત્યાં પેનલ્ટી સહિતનાં આકરાં પગલાં લેવામાં આવે.

 

 

 

 

Next Article