અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મેલેરીયાના 24 કેસ તો ડેન્ગ્યુના 546 કેસ નોંધાયા

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મેલેરીયાના 24 કેસ તો ડેન્ગ્યુના 546 કેસ નોંધાયા

અમદાવાદમાં પણ રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દિવસેને દિવસે રોગચાળો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. રોગચાળો ફેલાતા તંત્ર પણ દોડતું થઈ ગયુ છે. છેલ્લા એક માસમાં 3.60 લાખ જેટલા બ્રિડિંગ કન્ટેનરનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે 35 હજારથી વધુ ઘરોમાં ફોગીંગ કરવમાં આવ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન 9હજાર 274 […]

TV9 Webdesk12

|

Oct 21, 2019 | 5:55 PM

અમદાવાદમાં પણ રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દિવસેને દિવસે રોગચાળો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. રોગચાળો ફેલાતા તંત્ર પણ દોડતું થઈ ગયુ છે. છેલ્લા એક માસમાં 3.60 લાખ જેટલા બ્રિડિંગ કન્ટેનરનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે 35 હજારથી વધુ ઘરોમાં ફોગીંગ કરવમાં આવ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન 9હજાર 274 એજ્યુકેશનલ પ્રિમાઇસીસ ચેક કરવામાં આવ્યા. મહત્વનું છે કે કોર્પોરેશને 19 તારીખ સુધીમાં 23 લાખ વહીવટી ચાર્જ પણ વસુલ્યો હતો.

આ પણ વાંચોઃ જાણો મહારાષ્ટ્ર-હરિયાણાની બેઠક પર કેટલું થયું મતદાન અને Exit Pollમાં કોને કેટલી બેઠક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

છેલ્લા 19 દિવસની વાત કરીએ તો મેલેરીયાના 294 કેસ, ઝેરી મેલેરીયાના 24 કેસ તો ડેન્ગ્યુના 546 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના 2 કેસ, ઝાડા-ઉલટીના 230 કેસ, કમળાના 200 કેસ તો ટાઈફોઈડના 371 કેસ નોંધાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati