Ahmedabad : આર્થિક તંગીને લીધે તાત્કાલિક લૂંટનો પ્લાન ઘડયો, પહેલી વખત જ લૂંટ કરી અને ઝડપાઇ ગયા

|

Jun 14, 2022 | 6:15 PM

અમદાવાદના(Ahmedabad) શાહીબાગમાં રહેતા નિરજ દ્વીવેદી પોતાના મિત્ર બુધ્ધવિલાસ યાદવ સાથે ઉત્તરાખંડ ગયા હતા ત્યાંથી પરત ફરીને સાબરમતીથી રીક્ષામાં બેસી શાહીબાગ જઈ રહ્યા હતા તે સમયે એક રીક્ષાચાલકે ફરિયાદી જે રીક્ષામાં હતા તેને ઓવરટેક કરીને આરટીઓ સર્કલ પાસે ઉભી રખાવી દીધી હતી.

Ahmedabad : આર્થિક તંગીને લીધે તાત્કાલિક લૂંટનો પ્લાન ઘડયો, પહેલી વખત જ લૂંટ કરી અને ઝડપાઇ ગયા
Ahmedabad Police Arrest Robbery Accused

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી હોય અને ગુનેગારો બેફામ બન્યા હોય તેવી સ્થિતી સર્જાઈ છે. નારોલમાં રીક્ષામાં બેસાડી લૂંટ કરનાર શખ્સોને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા એ જ દિવસે અમદાવાદમાં બે જગ્યાઓ પર લૂંટની (Robbery)ઘટનાઓ પોલીસ ચોંપડે નોંધાઈ છે. રાણીપમાં(Ranip)રીક્ષામાં મુસાફરી કરી રહેલા યુવકનાં ગળામાં સોનાની ચેઈન જોઈને બે શખ્સોએ તેને લૂંટવાનો પ્લાન બનાવ્યો અને રીક્ષાને રસ્તામાં આતંરી સમગ્ર ધટનાને અંજામ આપ્યો. જોકે લૂંટારાઓને પોલીસે ઝડપી લીધા છે. રાણીપ પોલીસની કસ્ટડીમાં ઉભેલા બે શખ્સોનાં નામ છે પારસ ઉર્ફે ડોલીયો પરમાર અને આકાશ ઉર્ફે ચીકુ દંતાણી. પકડાયેલા આરોપીઓ રીક્ષામાં જઈ રહેલા યુવકને લૂંટી ફરાર થઈ ગયા હતા.

સોનાની ચેઈન અને ખિસ્સામાં રહેલા રોકડ 8 હજાર લૂંટીને ફરાર

અમદાવાદનાં શાહીબાગમાં રહેતા નિરજ દ્વીવેદી પોતાના મિત્ર બુધ્ધવિલાસ યાદવ સાથે ઉત્તરાખંડ ગયા હતા ત્યાંથી પરત ફરીને સાબરમતીથી રીક્ષામાં બેસી શાહીબાગ જઈ રહ્યા હતા તે સમયે એક રીક્ષાચાલકે ફરિયાદી જે રીક્ષામાં હતા તેને ઓવરટેક કરીને આરટીઓ સર્કલ પાસે ઉભી રખાવી દીધી હતી. ફરિયાદીને રીક્ષામાંથી બહાર કાઢી બે યુવકોએ માર મારીને ગળામાં પહેરેલી સોનાની ચેઈન અને ખિસ્સામાં રહેલા રોકડ 8 હજાર લૂંટીને ફરાર થઈ ગયા હતા. લૂંટની ધટના સમયે યુવકે બુમાબુમ કરતા આરોપીઓ સુભાષબ્રિજ તરફ ફરાર થઈ ગયા હતા. જોકે નિરજ દ્વીવેદીએ રીક્ષાનો નંબર જોઈને આ મામલે પોલીસને જાણ કરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રાણીપ પોલીસે બંને આરોપીઓને ઝડપી લૂંટનો તમામ મુદ્દામાલ રીકવર કર્યો

આ મામલે રાણીપ પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઈન્ટેલીજન્સનાં આધારે ગુનામાં સામેલ બન્ને લૂંટારાઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓની પુછપરછમાં સામે આવ્યું કે આરોપીઓને પૈસાની તકલીફ હોય અને ભોગ બનનારનાં ગળામાં સોનાનો દોરો જોતા તેને લૂંટવાનો પ્લાન ધડ્યો હતો.રાણીપ પોલીસે બંને આરોપીઓને ઝડપી લૂંટનો તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે. જોકે પકડાયેલા આરોપીઓએ પોતે અગાઉ કોઈ ગુનો આચર્યો ન હોવાનું રટણ કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે પોલીસની તપાસમાં ગુનાહિત ઈતિહાસ મળી આવે છે કે કેમ.

Published On - 6:14 pm, Tue, 14 June 22

Next Article