અમદાવાદ : કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રોય ટ્રેનની રિનોવેશનની કામગીરી આરંભાઇ, અધિકારીઓની બેદરકારીને લઇને ઉઠયા સવાલો

|

Jan 23, 2022 | 1:02 PM

ભારતીય રેલવે વિભાગ પાસેથી 100 વર્ષથી પણ જુના પાટા ખરીદી કોર્પોરેશન કાંકરિયામાં લગાવી રહ્યું છે. જેના પર ત્રણથી ચાર મહિનાની અંદર અટલ એક્સપ્રેસ દોડતી જોવા મળશે.

અમદાવાદ : કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રોય ટ્રેનની રિનોવેશનની કામગીરી આરંભાઇ, અધિકારીઓની બેદરકારીને લઇને ઉઠયા સવાલો
Ahmedabad: Renovation work of Atal Express Troy train started in Kankaria (FILE)

Follow us on

Ahmedabad: કાંકરિયા લેકફ્રન્ટમાં (Kankaria Lakefront) અટલ એક્સપ્રેસ ટોય ટ્રેનનું (Atal Express toy train) હાલમાં રિનોવેશન (Renovation)કરવામાં આવી રહ્યું છે. ટોય ટ્રેનના પાટા કટાઈ ગયા હોવાના કારણે બદલવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પાટા આટલા વહેલા કટાઇ ગયા હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. ભારતીય રેલવે વિભાગ પાસેથી 100 વર્ષથી પણ જુના પાટા ખરીદી કોર્પોરેશન કાંકરિયામાં લગાવી રહ્યું છે. જેના પર ત્રણથી ચાર મહિનાની અંદર અટલ એક્સપ્રેસ દોડતી જોવા મળશે. કયા પ્રકારની ખામી અને ભુલો આ વખતે સુધારવામાં આવી છે તે બાબતે ચર્ચા કરી અમારા સંવાદદાતાએ recreation કમિટીના ચેરમેન અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ સાથે.

અગાઉ ટોય ટ્રેન માટે બનાવવામાં આવેલ ડિઝાઇનમાં કેટલેક અંશે ખામી રહી હતી. જેના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા રેલવે ટ્રેકના પાટા વહેલા કટાઇ ગયા હોવાની બાબતને ધ્યાનમાં રાખી સત્તાધીશો દ્વારા પેપર ડિઝાઇનમાં કેટલો ફેરફાર કરી વરસાદી પાણીના નિકાલ માટે નિક બનાવી અલગ-અલગ ચેમ્બરોમાં વરસાદી પાણી સીધું જ કાંકરિયા તળાવમાં જાય તેવી વ્યવસ્થા કરાઈ છે.

ટોય ટ્રેન (Atal Express toy train) બાબતે આંકડાકીય વિગત

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

12 કરોડના ખર્ચે બેટરી ટોય ટ્રેન કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવી હતી. આ ટ્રેનના પાટા લગાવવા પાછળનો ખર્ચ 4 કરોડનો હતો. એમ કુલ 16 કરોડનો ખર્ચ અટલ એક્સપ્રેસ પાછળ કરવામાં આવ્યો હતો. જેમાં અટલ એક્સપ્રેસ સ્ટેશન બનાવવા માટે અલગ ખર્ચ કરાયેલા. નોંધનીય છેકે વર્ષ 2008થી 2020 સુધીમાં 1,05,24,484 પેસેન્જરોએ ટોય ટ્રેનનો લાભ લીધો છે જેનાથી 17,55,64,885 કુલ આવક કોર્પોરેશનને થઈ છે.

જોકે કાંકરિયા ટોય ટ્રેનની રિનોવેશનની કામગીરીને લઇને હાલ અનેક સવાલો થઇ રહ્યા છે, જેવા કે

કાંકરિયા ટોય ટ્રેનની ટ્રેકની ડિઝાઇનમાં કયા પ્રકારનો ફેરફાર કરાયો છે  ?

અટલ એક્સપ્રેસના ટ્રેક પર શા માટે ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ ?

અગાઉની ડિઝાઇનમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની કઈ ગંભીર ભૂલ હતી ?

એવી કઈ ભૂલ જેના કારણે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો ?

2008માં અટલ એક્સપ્રેસ ના પાટા લગાવતી વખતે કંઈ બાબતની અવગણના કરવામાં આવી હતી ?

આ પણ વાંચો : Ahmedabad: ચોર ચોરીના મોબાઇલ વેચવા ગયો અને પકડાઈ ગયો, જાણો કેવી રીતે પોલીસે આરોપીને ઝડપ્યો

આ પણ વાંચો : Success Story: આ પ્રગતિશીલ ખેડૂત કૃષિ સાધનોની શોધ દ્વારા ખેડૂતોને આપી રહ્યા છે રાહત અને માર્ગદર્શન

Next Article