AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : મણિનગર રેલવે ક્રોસિંગ પર રેલવેએ બે મહિના પહેલા કર્યુ હતુ મેઇન્ટેનન્સ, સ્થાનિકોને સમસ્યા સર્જાઇ હોવાનો આક્ષેપ

બે મહિના પહેલા રેલવે વિભાગે (Railway Department) મણિનગર રેલવે ક્રોસિંગ થોડા દિવસ માટે બંધ રાખીને ક્રોસિંગનું મેન્ટેનન્સ કર્યુ હતુ. રેલવેના પાટાઓને સરખા કરવામાં આવ્યા હતા. તેમજ રેલવેની અંદર આવતા રસ્તાને પણ સરખા કર્યા હતા.

Ahmedabad : મણિનગર રેલવે ક્રોસિંગ પર રેલવેએ બે મહિના પહેલા કર્યુ હતુ મેઇન્ટેનન્સ, સ્થાનિકોને સમસ્યા સર્જાઇ હોવાનો આક્ષેપ
Darshal Raval
| Edited By: | Updated on: Aug 02, 2023 | 3:45 PM
Share

Ahmedabad : અમદાવાદનું મણિનગર રેલવે ક્રોસિંગ (Maninagar Railway Crossing) કે જે તે વિસ્તારનું સૌથી વ્યસ્ત ક્રોસિંગ અને સૌથી વ્યસ્ત રસ્તો છે. અહીંથી દરરોજ હજારો વાહનો પસાર થતા હોય છે. જેથી ક્રોસિંગ પર કેટલાક સમય રેલવે ટ્રેક (Railway tracks) અને રસ્તાને મેન્ટેનન્સની જરૂર પડે છે. આ જ બાબતને ધ્યાને રાખીને બે મહિના પહેલા રેલવે વિભાગે (Railway Department) મણિનગર રેલવે ક્રોસિંગ થોડા દિવસ માટે બંધ રાખીને ક્રોસિંગનું મેન્ટેનન્સ કર્યુ હતુ. રેલવેના પાટાઓને સરખા કરવામાં આવ્યા હતા. તેમજ રેલવેની અંદર આવતા રસ્તાને પણ સરખા કર્યા હતા. જેના કારણે લોકોને આશા હતી કે રેલવે ક્રોસિંગમાં ખાડાઓ અને અન્ય સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે. જો કે તેનાથી ઊલટુ લોકોની સમસ્યામાં વધારો થયો છે.

આ પણ વાંચો- Tender Today: તરસાડી નગરપાલિકામાં તળાવ બ્યુટિફિકેશનના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

મેઇન્ટેનન્સના કારણે થયુ વધુ નુકસાન

રેલવે ક્રોસિંગમાં રેલવે વિભાગ દ્વારા 2 મહિના પહેલા મેન્ટેનન્સ કરી પાટા સરખા કરવામાં આવ્યા, તેમજ રસ્તા પણ સરખા કરવામાં આવ્યા હતા. જો કે પાટા અને રસ્તાનું જે લેવલ હોવું જોઈએ તે ન રહેતા ત્યાંથી પસાર થતાં વાહનો પછડાઇ રહ્યા છે. જેના કારણે વાહનોને નુકસાન થાય જ છે સાથે જ માનવ શરીરને પણ નુકસાન થતા હોવાના સ્થાનિકો અને વાહન ચાલકોએ આક્ષેપ લગાવ્યા છે. તેમજ પાટાની આસપાસના રસ્તાઓમાં ખાડા પણ પડ્યા છે, કપચી પણ ઉખડી છે જેના કારણે પણ સ્થાનિકો પરેશાન છે.

સમસ્યામાંથી કાયમી મુક્તિ ઇચ્છતા સ્થાનિકો

આ સમગ્ર મામલે સ્થાનિકો અને વાહન ચાલકોએ રેલવે ક્રોસિંગ પાસે આવેલી ઓફિસમાં રજૂઆત અને ફરિયાદ પણ કરી છે. જોકે બે મહિનાના સમયગાળા દરમિયાન આ બાબતે કોઈપણ કામગીરી પર ધ્યાન આપવામાં નથી આવ્યું. જેના કારણે સ્થાનિકોની સમસ્યા હજુ પણ યથાવત છે. જે સમસ્યામાંથી સ્થાનિકો અને વાહન ચાલકો મુક્તિ ઇચ્છી રહ્યા છે. સ્થાનિકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. આ ખાડા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેવી સર્જાઇ છે. માટે જ સ્થાનિકો આ સમસ્યામાંથી કાયમી મુક્તિ ઇચ્છી રહ્યા છે. સાથે જ યોગ્ય અને ઝડપી કામગીરી થાય તેવી રેલવે વિભાગ પાસે આશા પણ રાખી રહ્યા છે.

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">