બે વર્ષ બાદ ભક્તો સાથે નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, અમદાવાદ પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન

|

Jun 05, 2022 | 10:00 AM

બે વર્ષ પછી ભકતોની હાજરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rathyatra) નીકળવાની હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા છે.

બે વર્ષ બાદ ભક્તો સાથે નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, અમદાવાદ પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન
Jagannath Rathyatra (File Photo)

Follow us on

Ahmedabad : કોરોનાના (Corona) કારણે 2 વર્ષ પછી રથયાત્રા પરંપરા અનુસાર નીકળવાની છે. રથયાત્રા (Jagannath Rathyatra) દરમિયાન કોઈપણ પ્રકારની હિંસક ઘટના કે જૂથ અથડામણ ન થાય તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. શનિવારે રાત્રે શહેરના તમામ પીઆઈથી લઈને પોલીસ કમિશનર (Ahmedabad Police)  સુધીના અધિકારીઓ (Police Officer)  રથયાત્રાના રૂટ પર મેગા કોમ્બિંગ કર્યું હતું. જેની ખાસિયત એ હતી કે, દરેક પીઆઈ રથયાત્રાના રૂટ પર આવતા તેમના વિસ્તારની ગલી-મહોલ્લાની તાસીર, જે-તે વિસ્તારના ગુનેગારો-હિસ્ટ્રીશીટરો વિશે પોલીસ ટીમ અને ઉપરી અધિકારીઓને માહિતી આપશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે તેવી શક્યતા

2 વર્ષ પછી ભકતોની હાજરીમાં રથયાત્રા નીકળવાની હોવાથી મોટી સંખ્યામાં ભક્તો (Devotee) ઉમટી પડે તેવી શક્યતા છે.મહત્વનું છે કે, નજીકના સમયમાં જ રામનવમીએ હિંમતનગર અને ખંભાતમાં શોભાયાત્રા પર હુમલો અને જૂથ અથડામણની ઘટનાઓ ઘટી હતી. જે બાદ આ પહેલી રથયાત્રા નીકળવાની હોવાથી રથયાત્રામાં કોઈ હિંસક હુમલો કે અથડામણ ન થાય તે માટે પોલીસ (Police) અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે.

Published On - 9:57 am, Sun, 5 June 22

Next Article