Ahmedabad પોલીસે 17 લાખની લૂંટનો ભેદ ઉકેલ્યો, ભાંભોર ગેંગના બે સાગરિતની ધરપકડ

અમદાવાદના કણભા માં થયેલ 17 લાખ ની લૂંટ-ધાડના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે..મહત્વ નું છે જે પિતા- પુત્ર ની ગેંગ હોળીનો તહેવાર સારી રીતે ઉજવાય તે માટે આ ગુનાને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદ ગ્રામ્ય એલસીબીના હાથે આવેલ આ બંને આરોપીઓ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને એક ધાડ ની ઘટનાને અંજામ આપ્યો હતો

Ahmedabad પોલીસે 17 લાખની લૂંટનો ભેદ ઉકેલ્યો, ભાંભોર ગેંગના બે સાગરિતની ધરપકડ
Ahmedabad Kanbha Loot Accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Mar 13, 2023 | 6:49 PM

અમદાવાદના કણભા માં થયેલ 17 લાખ ની લૂંટ-ધાડના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે..મહત્વ નું છે જે પિતા- પુત્ર ની ગેંગ હોળીનો તહેવાર સારી રીતે ઉજવાય તે માટે આ ગુનાને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદ ગ્રામ્ય એલસીબીના હાથે આવેલ આ બંને આરોપીઓ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને એક ધાડની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં આરોપી મહેશ ભાંભોર અને ચુના સોલંકી સાથે અન્ય 6 લોકો આ લુંટ માં સામેલ હતા આ ગેંગ ભાંભોર ગેંગ તરીકે પણ ઓળખાય છે.

આ ગેંગ નો માસ્ટર માઈન્ડ આરોપી મહેશના પિતા રતન ભાભોર છે જે હાલ ફરાર છે..આ ગેંગએ ગત 1 માર્ચ ના રોજ કણભાના કુહા ગામ માં એક પરિવાર ને બંધક બનાવી ઘરમાં ઘૂસીને 15 લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને ઘટનાને અંજામ આપ્યું હતું.આ ઘટનાની વિગત વાર વાત કરીએ તો ફરાર આરોપી રતન ભાંભોર કડિયા કામ અને આરસીસી ભરવાનુ કામ કરે છે.

જે કુહા ગામમાં શ્રી રામ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક કામ કરી રહ્યો હતો. ત્યારે આરોપી રતન ફરિયાદી ના ત્યાં પાણી પીવાના અને અન્ય બહાને મિત્રતા કરી હતી. આ આરોપી રતનને ખબર પડી કે ફરિયાદીએ કોઈ જમીન વેચાણ કરી છે અને જેના રૂપિયા તેના ઘરમાં છે.જેથી તે પરત દાહોદ જઈને પોતાની ગેંગ ને તૈયાર કરીને પ્લાન ધડયો અને 1 માર્ચેના રોજ લૂંટ- ધાડ કરીને ફરાર થઈ ગયો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મહત્વ નું છે કે ફરિયાદીએ વાત વાત માં આરોપી ને જમીનનું વેચાણ કર્યું હોવાનું કીધું છે. નોંધનીય છે કે હાલ આ કેસમાં મુખ્ય આરોપી ફરાર છે અને 16 લાખ થી વધુ મુદ્દામાલ પણ ફરાર 6 જેટલા આરોપીઓ પાસે છે.જેથી તે લોકોને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ ગેંગ દ્વારા અન્ય કેટલા ગુનાને અંજામ આપી ચૂક્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Gujarati Video : દ્વારકાના હર્ષદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સતત ત્રીજા દિવસે બુલ્ડોઝર ફર્યુ, અત્યાર સુધીમાં 239 ગેરકાયદે બાંધકામ હટાવાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">