બાળકોને નશાના રવાડે ચડાવવાના કૌભાંડનો પર્દાફાશ, 100 રૂપિયામાં મહિલા વેચતી હતી નશામાં વપરાતુ AVILનું ઈન્જેક્શન

|

Jan 02, 2025 | 3:01 PM

અમદાવાદમાં પોલીસે બાળકોને 100 રૂપિયામાં નશાનું ઈન્જેક્શન વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એક મહિલા અને તેનો સાગરિત બાળકોને આ ઈન્જેક્શન આપી નશામાં ધકેલી રહ્યા હતા. પોલીસે2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આરોપી મહિલાને નોટિસ આપી છે.

બાળકોને નશાના રવાડે ચડાવવાના કૌભાંડનો પર્દાફાશ, 100 રૂપિયામાં મહિલા વેચતી હતી નશામાં વપરાતુ AVILનું ઈન્જેક્શન

Follow us on

અત્યાર સુધી તમે દારૂ, ડ્રગ્સ કેનની કેફી પદાર્થોની વેચાણ કે સેવન કરતા હોય તેવા અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. પણ આજે અમે તમને નશાના કારોબારનો એક અલગ ચહેરો બતાવવા જઈ રહ્યા છે. નશાના સોદાગરોને હવે નશાકારક પદાર્થોની હેરાફેરીમાં બાળકોને પણ નથી છોડ્યા. મહિલાઓ અને બાળકો પણ નશાના કારોબારમાં એટલા સામેલ છે જેટલા પુરુષો. જોકે અમદાવાદ પોલીસે આવુ જ એક રેકેટ પકડી પાડયું છે.

અમદાવાદના પૂર્વ વિસ્તાર ઈસનપુરમાં પોલીસે નશાનો એક અનોખો કારોબાર પકડી પાડ્યો છે. ઇસનપુર પોલીસે બાતમીના આધારે સોહેલ શેખનીની ધરપકડ કરી અને તેની પાસે થી નશાકારક ઈન્જેકશન કબ્જે કર્યા. પોલીસે ધરપકડ કરીને તપાસ કરી તો જાણવા મળ્યું કે કલીમ ઉર્ફે ભૈયા પઠાણની પત્નીએ સોહેલને મજૂરી પર રાખ્યો હતો અને ઈન્જેકશન વેચવા માટે રોજની 500 રૂપિયા મજૂરી આપી વેચાણ કરાવતી હતી. મહત્વનું છે કે આ ઈન્જેકશન બાળકો અને યુવકોને વેચવામાં આવતા હતા.

પોલીસની પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું કે કલીમની પત્ની નાઝિયાએ આ ઈન્જેક્શન અને નીડલનો જથ્થો કર્ણાવતી ફાર્માના માલિક હાર્દિક ઝાલાવાડિયા પાસેથી લીધો હતો. જેથી ઈસનપુર પોલીસે સોહેલ શેખ અને હાર્દિક ઝાલાવડીયાની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બાળકો થકી અને બાળકોને આ ઇન્જેક્શન 100 રૂપિયાના નશા માટે આપતા હતા. આરોપી કલીમ પઠાણ શરીર સંબંધી ગુના હેઠળ પાસામાં જેલમાં છે. જોકે સલીમની પત્ની નાઝિયા બીમાર હોવાથી નોટિસ આપવામાં આવી છે. આરોપી હાર્દિક બીજાના લાઇસન્સ ઉપર દવાઓનું વેચાણ કરતો જેથી પોલીસ આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરશે, ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ઇન્જેક્શન શરીરમાં એલર્જી માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે.

સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો

હાલતો પોલીસે સમગ્ર કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે. ત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે નશાના આ કારોબારમાં અન્ય કોણ કોણ સામેલ છે. આ ઈન્જેક્શન અન્ય કોણ કોણ ખરીદી કરી વેચી રહ્યું છે સહિતના મુદ્દો પર પોલીસ તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article