Ahmedabad : ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂની રેલમછેલમ ! કુખ્યાત બુટલેગરના દારુના નેટવર્કનો થયો પર્દાફાશ

|

Jul 17, 2022 | 5:36 PM

અમદાવાદમાં કુખ્યાત બુટલેગર આસિફ ઉર્ફે ટકલાના દારુનું નેટવર્ક સામે આવ્યુ છે. નારોલ અને દાણીલીમડા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસ દોડતી થઈ છે.

Ahmedabad : ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂની રેલમછેલમ ! કુખ્યાત બુટલેગરના દારુના નેટવર્કનો થયો પર્દાફાશ
Ahmedabad police bust liquor supply racket

Follow us on

ગાંધીના ગુજરાતમાં (Gujarat) દારૂબંધી છે કે નહીં, માત્ર કાગળ પર જ સખ્ત કાયદાનો અમલ થતો હોય તેવું લાગી રહ્યું છે.  અમદાવાદ (Ahmedabad) શહેરમાં ફરી દારૂની રેલમછેલ  સામે આવી છે. નારોલ અને દાણીલીમડા પોલીસે(Ahemdabad Police)  લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.નારોલ પોલીસ દ્વારા આરોપી સાજીદહુસેન મોમીનની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે દાણીલીમડા પોલીસની કસ્ટડીમાં આરોપી અલમાસ છીપ્પા અને ફરદીન પઠાણને રાખવામાં આવ્યા છે. આ બન્ને વિસ્તારમાં પકડાયેલા દારૂનું એકજ કનેક્શન કુખ્યાત બુટલેગર આસિફ ઉર્ફે ટકલાનું ખુલ્યું છે.આ બુટલેગરના માણસો દાણીલીમડામાં દારૂની હેરાફેરી કરી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે પોલીસે રેડ કરીને(police Raid)  લાખોનો દારૂ જપ્ત કર્યો છે.

આ રીતે સમગ્ર નેટવર્કનો થયો પર્દાફાશ

નારોલમાં પોલીસ પેટ્રોલિંગમાં(police Petrolling)  હતી ત્યારે બુટલેગર આસિફ(ASIF)  ઉર્ફે ટકલાનો દારૂ પકડાયો. જેમાં રૂપિયા 4.80 લાખની કિંમતની દારૂની 960 બોટલો ઝડપાઈ હતી.પોલીસે સાજીદહુસેન મોમીન નામનાં સાણંદનાં યુવકની ધરપકડ કરીને તેની પૂછપરછ કરતા આસિફ ઉર્ફે ટકલાનુ નામ સામે આવ્યુ હતુ.સાથે જ સાણંદના શક્તિસિંહ વાધેલા પણ આદારૂની હેરાફેરીમાં સામેલ હોવાનુ જાણવા મળ્યુ છે. હાલ નારોલ પોલીસે 10.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.જોકે પ્રાથમિક તપાસમાં બુટલેગર આસિફ દાણીલીમડામાંથી દારૂની હેરાફેરી કરતો હોવાનુ સામે આવ્યુ છે.તમને જણાવી દઈએ કે, નારોલ પોલીસે(narol Police)  આસિફનો દારૂ માલ પકડ્યો તો બીજી તરફ દાણીલીમડા પોલીસે પણ આસિફના દારૂ માલ સાથે બે આરોપી પકડી પાડ્યા છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

આ દારૂના નેટવર્કનું કનેક્શન બુટલેગર આસિફ સુધી પહોંચ્યું છે.જ્યારે આ બુટલેગર ફરાર થઇ જતા નારોલ અને દાણીલીમડા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.તમને જાણીને નવાઈ લાગશે પરંતુ  ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં એક બે નહીં પરંતુ 215 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે.તો રાજ્યમાં પ્રતિબંધીત ડ્રગ્સતો એટલું ઝડપાયું છે કે તેના આંકડાઓ પણ ચોંકાવનારા છે. રાજ્યમાં 370 કરોડથી વધુના નુકશાન કારક ડ્રગ્સ ઝડપાયા છે.ત્યારે ગતિશીલ ગુજરાત (Gujarat) કઈ દિશા તરફ ગતિ રહ્યું છે તે એક સવાલ છે.

Published On - 5:12 pm, Sun, 17 July 22

Next Article