Ahmedabad: વેકેશનમાં બહાર ફરવા જવાનું કરી રહ્યા છો પ્લાનિંગ ? અત્યારથી જ ટ્રેન બૂકિંગ કરાવી લેજો

|

Apr 27, 2022 | 6:34 PM

ઉનાળાના વેકેશનને (Summer vacation) લઈ તમામ ટ્રેનોમાં (Train) વેઈટિંગ લીસ્ટ લાંબુ છે. ત્યારે પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તે માટે 21 જોડી એટલે કે 42 ટ્રેનોમાં વધારાના કોચ લગાવાયા છે.

Ahmedabad: વેકેશનમાં બહાર ફરવા જવાનું કરી રહ્યા છો પ્લાનિંગ ? અત્યારથી જ ટ્રેન બૂકિંગ કરાવી લેજો
Symbolic image

Follow us on

ગુજરાતમાં (Gujarat) હાલમાં કોરોનાના કેસ (Corona case) ખૂબ જ ઓછા છે. બીજી તરફ ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પણ પૂર્ણ થઇ ગઇ છે. શાળાઓમાં ઉનાળુ વેકેશનની (Summer vacation) શરુઆત પણ થવા જઇ રહી છે. ત્યારે જો તમે તમારા પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો અત્યારથી જ બૂકિંગ (Train Booking)કરાવી લેજો. કારણ કે કેમ કે ટ્રેનમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યુ છે.

ઉનાળાના વેકેશનમા લોકો પરિવાર સાથે ફરવા જવા માટેનો પ્લાન બનાવતા હોય છે. જો કે આ વર્ષે જો તમે ફરવા જવાનો પ્લાન બનાવો છો તો અત્યારથી જ ટ્રેનનું બૂકિંગ કરાવી લેજો. કારણ કે ઉનાળાના વેકેશન દરમિયાન લોકોના પ્રવાસ વધી જાય છે. બસ, ટ્રેન અને ફ્લાઈટમાં સીટ નથી મળતી. જો કે ટ્રેનમાં તો ચાર મહિના પહેલાનુ રીઝર્વેશન શરુ થાય છે. જેના કારણે ઉતર અને ભારત જતી ટ્રેનમાં 100થી વધુનુ વેઈટિંગ લીસ્ટ છે. ત્યારે છેલ્લી ઘડીએ તો ટ્રેનમાં ટિકિટ મળવી મુશ્કેલ બની જશે.

જો તમે પણ પરિવાર સાથે ફરવા જવાનુ વિચારતા હોવ તો અત્યારે જ ટિકિટ બુક કરાવી લેજો, નહી તો ટ્રેનમાં પણ હાઉસફુલના પાટિયા લાગી જશે. જેને જોતા રેલવે વિભાગે જરૂર પ્રમાણે ટ્રેન દોડાવવા તેમજ વધારાના કોચ લગાવવા નિર્ણય કર્યો છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

ઉનાળાના વેકેશનને લઈ તમામ ટ્રેનોમાં વેઈટિંગ લીસ્ટ લાંબુ છે. ત્યારે પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તે માટે 21 જોડી એટલે કે 42 ટ્રેનોમાં વધારાના કોચ લગાવાયા છે. અમદાવાદ કાનુપૂરની વિશેષ ટ્રેન દોડાવવામાં આવી છે. એટલું જ નહીં પણ મુસાફરોની સંખ્યાને પહોંચી વળવા તેમજ સુવિધા આપવા માટે ટ્રેન અને કોચના મેઇન્ટેનન્સ પર પણ વિશેષ ભાર મુકવામાં આવતો હોવાનું નિવેદન રેલવે DRMએ આપ્યું છે. તેમજ કાઉન્ટર પણ વધારાયુ હોવાનું પણ અધિકારીએ જણાવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે મેઈલ એક્સપ્રેસ બધી ચાલુ છે. કેટલીક ટ્રેન સિવાય બધી ટ્રેન ચાલે છે. સમર વેકેશન માટે વિશેષ વ્યવસ્થા કરી છે. રિઝર્વેશન કાઉન્ટર પર ભીડ રહે ત્યાં એકસ્ટ્રા કાઉન્ટર પણ લગાવવામાં આવ્યા છે.

જો ઉનાળુ વેકેશન સ્પેશ્યલ ટ્રેન અને અન્ય ટ્રેનની વાત કરીએ તો

  1. 5 એપ્રિલથી અમદાવાદ કાનપુર માટે સ્પેશ્યલ ટ્રેન જે જૂન સુધી સપ્તાહમાં એક દિવસ ચાલશે.
  2. રેલવે ચલાવશે ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચાલશે.
  3. 26 એપ્રિલ અને 3 મે 2022ની ગાંધીધામ-કેએસઆર બેંગ્લુરુ સાપ્તાહિક ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે.
  4. અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે ઉનાળુ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચાલશે.
  5. 29 એપ્રિલ 2022થી મહેસાણા અને પાટણ વચ્ચે ચાલશે ત્રણ જોડી અનરીઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો ચાલશે.
  6. તેમજ મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટા ડોમ કોચ જોડવામાં આવ્યા.

આ સિવાય મુંબઇ અને ભાવનગરની કેટલીક ટ્રેનમાં એક્સ્ટ્રા કોચ પણ લગાવાયા છે. તેમજ પુરવાંચલ ટ્રેનમાં મે અને જુનને લઈને ટ્રેન ચલાવશે. આ તમામ સુવિધા રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ ટ્રેન દોડાવાઇ છે. પરંતુ વિશેષ ભાડા સાથે દોડતી હોવાથી મુસાફરી કરવી ક્યાંક મોંઘી બની શકે છે. જોકે તેની સામે મુસાફરોને મુસાફરી માટે સુવિધા પણ મળી રહેશે.

આ પણ વાંચો : અમદાવાદીઓ ગરમીથી શેકાવા રહેજો તૈયાર! અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી

આ પણ વાંચો : Gandhinagar: અધ્યાપકોના પ્રશ્નોને લઈને ગુજરાત સરકારની મોટી જાહેરાત, CCCની પરીક્ષામાં ફરજિયાતના નિયમો દૂર કરાશે, નિવૃત્ત થતા અધ્યાપકોને મળશે સાતમા પગાર પંચનો લાભ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 6:31 pm, Wed, 27 April 22

Next Article