Ahmedabad : મહિલાના આપઘાતના પ્રયાસ કેસમાં પતિ સહિત એક વ્યક્તિની ધરપકડ

માનસિક અને શારીરિક ત્રાસ આપીને આરોપીઓ હિરલને રાજનથી છુટા થઈ જવા દબાણ કરી રહ્યા હતા.જેમાં મોટી વાત તો એ છે કે રાજન હિરલને ધમકી આપતો કે અગાઉ તે બે મર્ડર કરી ચૂક્યો છે જેથી વધુ એક મર્ડર કરતા વાર નહી લગાડે

Ahmedabad : મહિલાના આપઘાતના પ્રયાસ કેસમાં પતિ સહિત એક વ્યક્તિની ધરપકડ
Ahmedabad Women Suicide Attempt Culprit Arrested
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 24, 2023 | 9:14 PM

Ahmedabad: અમદાવાદમાં એક યુવતીના આપઘાતનો(Suicide)અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી એક વખત નહિ પણ બે બે વખત આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. મહિલાએ પહેલા ઝેરી ગોળીઓ ખાધી અને ત્યારબાદ ગળે ફાંસો ખાઈ આપધાતનો પ્રયાસ કર્યો. જોકે મહિલાના પતિના ભાઈ સામે પરેશાન કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે જે રાજકીય પક્ષના સ્થાનિક આગેવાન છે. હાલતો મહિલાની ફરિયાદ પરથી પોલીસે પતિ અને તેના ભાઈની ધરપકડ કરી છે.

શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતો હતો

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં રહેતી હિરલ પરમાર નામની પરણીતાએ એક નહીં પરંતુ બે વાર આપધાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદી પરણિતાએ આરોપ લગાવ્યો છે કે તેનો પુર્વ પતિ રાજન ઉર્ફે રાજા વેગડા તથા તેનો ભાઈ અક્ષય વેગડા કે જે ખોખરા ભાજપ વોર્ડમાં પ્રમુખ છે, તેને વારંવાર શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતો હતો.

જેમાં મોટી વાત તો એ છે કે આરોપી રાજને ફરિયાદી મહિલા એટલેકે પત્નીને અંધારામાં રાખીને અન્ય તૃષા નામની યુવતી સાથે તેની જાણ બહાર બીજા લગ્ન કરી લીધા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

રાજને હિરલને અંધારામાં રાખી

આ આરોપી રાજનના બંને લગ્ન થકી સંતાન થયા હતાં. બીજા લગ્ન કરવા માટે રાજન અને અક્ષય ઉપરાંત તેના પરિવારજનોના ત્રાસથી પરણીતા આપઘાત કરવામાં મજબૂર બની. હિરલ પરમારે રાજન સાથે સાત વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતાં. જોકે રાજને હિરલને અંધારામાં રાખી, તૃષા નામની અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.

જેના કારણે માનસિક અને શારીરિક ત્રાસ આપીને આરોપીઓ હિરલને રાજનથી છુટા થઈ જવા દબાણ કરી રહ્યા હતા.જેમાં મોટી વાત તો એ છે કે રાજન હિરલને ધમકી આપતો કે અગાઉ તે બે મર્ડર કરી ચૂક્યો છે જેથી વધુ એક મર્ડર કરતા વાર નહી લગાડે .સાથે જ રાજનનો ભાઈ અક્ષય પણ ધમકી આપતો કે તે રાજકીય પાર્ટીનો પ્રમુખ છે.

રાધનપુર અને  શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ દાખલ

જેથી કોઈ તેનો વાળ પણ વાંકો નહીં કરી શકે. જેથી પરણીતા એ અંતિમ પગલું લેવાની ફરજ પડી. જેનો ફરિયાદી પરણીતાને સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.જેમાં આરોપી રાજન અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ હતો. જેની વિરૂદ્ધ રાધનપુર અને શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ દાખલ થઈ ચૂકેલી છે.

જ્યારે અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની પણ ફરિયાદ નોધાઈ  ચૂકી છે. પોલીસે આરોપી અને તેના ભાઈની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">