Ahmedabad: આ વર્ષે ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિની માગ વધી, જાણો કેવી રીતે બને છે આ મૂર્તિ

|

Aug 29, 2022 | 7:05 PM

Ahmedabad: ગણેશ ચતુર્થી દરમિયાન પ્રદૂષણ ન થાય તે માટે લોકો POP મૂર્તિ બાદ હવે માટીની મૂર્તિ તરફ વળ્યા છે. તો છેલ્લા કેટલાક વર્ષથી લોકો માટીની મૂર્તિ સાથે ઈકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી રહ્યા છે. વજનમાં હલકી અને ભાવમાં પણ પરવડે તેવી હોવાથી આ મૂર્તિઓની માગ પણ વધી છે.

Ahmedabad: આ વર્ષે ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિની માગ વધી, જાણો કેવી રીતે બને છે આ મૂર્તિ
ગણેશોત્સવ

Follow us on

ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) નજીક છે ત્યારે અમદાવાદ(Ahmedabad) શહેરની બજારોમાં ગણેશજીની મૂર્તિ ખરીદવા માટે લોકોની ભીડ જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની વિવિધ ડિઝાઈન, રંગ અને વિવિધ આકારની મૂર્તિઓ જોવા મળે છે. જેમા ખાસ કરીને લોકોમાં વધુ જાગૃતિ જોવા મળી રહી છે અને મોટાભાગના લોકો માટીમાંથી બનેલી ગણેશજીની મૂર્તિઓ પસંદ કરી રહ્યા છે તો બીજી તરફ લોકોમાં ઈકો ફ્રેન્ડલી (Eco Friendly) ગણેશજીની મૂર્તિની માગ પણ વધી છે અને લોકો માટી અને છાણમાંથી બનેલી મૂર્તિનુ પણ  સ્થાપન કરી રહ્યા છે.

કેવી રીતે બને છે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ?

શહેરના નવરંગપુરમાં રહેતા અશોક પટેલ ગૌશાળા ચલાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમની ગૌશાળામાં ગાયોના ચારાને લઈને સમસ્યા સર્જાય છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા અશોક પટેલે ગાયના છાણમાંથી કુંડા, અગરબત્તી, ધૂપબત્તી, દીવા જેવી વસ્તુ બનાવવાનું શરૂ કર્યુ. જેને સારો પ્રતિસાદ પણ મળ્યો. જે બાદ ગણેશ પર પર POPની મૂર્તિના વિવાદને જોતા તેમણે ગાયના છાણમાંથી ગણેશ બનાવવાનો વિચાર આવ્યો.

સૌપ્રથમ તેઓ હાથથી બાદમાં POPની ડાઈ અને ત્યારબાદ ફાઈબર અને રબર અને હવે એલ્યુમિનિયમ ડાઈમાં ગણેશજીની મૂર્તિઓ બનાવી રહ્યા છે. શરૂઆતમાં તેઓ 10 જેટલી મૂર્તિઓ બનાવતા હતા જે આંકડો હાલ વધીને 100ઓ પહોંચી ગયો છે. કેમ કે લોકોમાં માટી અને છાણની મૂર્તિની ડિમાન્ડ વધી છે. જે મૂર્તિ વજનમાં હળવી અને ભાવમાં પણ થોડી સસ્તી હોવાથી લોકોને પરવડે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

છાણમાંથી મૂર્તિ બની હોવાથી તેનુ વિસર્જન કરી તેનુ પાણી કે પેસ્ટ છોડમાં નાખી ખાતરમાં ઉપયોગમાં લઈ શકાય છે. જેથી કોઈ વેસ્ટ જતો નથી અને યોગ્ય રીતે વિસર્જન કરી શકાય છે. આજ કારણે લોકો છાણની મૂર્તિ પર પસંદગી ઢોળી રહ્યા છે. જો કે છાણની મૂર્તિઓની માત્ર અમદાવાદ નહીં પરંતુ મુંબઈ અને પૂણે સહિત અન્ય શહેરોમાં પણ ડિમાન્ડ છે, જે ડિમાન્ડને પહોંચી વળવા માટે મૂર્તિકાર અશોકભાઈ સતત પ્રયાસરત છે.

પ્રદૂષણને લઈને લોકોમાં વધી જાગૃતિ

ગણેશ ચતુર્થીની અનેક રાજ્યોમા ઉજવણી કરવામાં આવે છે. તેમા પણ કોરોનાના બે વર્ષ ઉજવણી ન કરી શક્તા આ વર્ષે લોકો કોઈ કચાશ રાખવા માગતા નથી અને બજારોમાં અલગ માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ઈકોફ્રેન્ડલી ગણેશ તરફ વળ્યા છે. ગણેશ પર્વ પર લોકો પહેલા POPની મૂર્તિની સ્થાપના કરતા હતા જે POPની મૂર્તિ સસ્તી અને સાચવવામાં સરળ હતી પરંતુ તે POPની મૂર્તિના કારણે પ્રદૂષણ થવાનુ સામે આવતા લોકો પ્રદૂષણ રહિત માટીની મૂર્તિ તરફ વળ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ પર સરકાર અને તંત્ર દ્વારા ભાર મુકાતા લોકો પણ ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ વળ્યા છે. જેમા કેટલાક વર્ષમાં માટીના ગણેશ સાથે હવે છાણમાંથી બનતી મૂર્તિઓની લોકો સ્થાપના કરી રહ્યા છે. ઈકોફ્રેન્ડલી મૂર્તિઓમાં છાણમાંથી બનેલી મૂર્તિઓ પાછળ નવરંગપુરાના અશોક પટેલનો પ્રયાસ સરાહનીય છે. જેમાથી લોકોએ પણ પ્રેરણા લેવી જોઈએ. વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી આવક પણ મેળવી શકાય છે અને પર્યાવરણને પણ પ્રદૂષણથી બચાવી શકાય છે. ત્યારે લોકોમાં પણ ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિને લઈને જાગૃતિ વધે અને વધુને વધુ લોકો માટી તેમજ ઈકોફ્રેન્ડલી મૂર્તિઓનું સ્થાપન કરે તે જરૂરી છે.

Published On - 7:03 pm, Mon, 29 August 22

Next Article