Ahmedabad : કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

સરદારનગર વિસ્તારમાં ડર અને દહેશત ફેલાવીને આંતક મચાવનાર બુટલેગર રાજુ ગેંડીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને એરપોર્ટ અને ક્રુષ્ણનગરના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. 12 વર્ષની ઉંમરથી ગુનાખોરી માં પ્રવેશ કરનાર રાજુ ગેંડી દારૂના ધંધાનો મોટો બુટલેગર બની ગયો છે.

Ahmedabad : કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
Ahmedabad Crime Branch Arrested
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 8:13 PM

Ahmedabad : અમદાવાદના કુખ્યાત બુટલેગર(Bootlegar)રાજુ ગેંડીની ક્રાઇમ બ્રાન્ચે(Crime) ધરપકડ કરી છે. આ બુટલેગર વિરુદ્ધ 100થી વધુ ગુનાઓ અને 18 જેટલી પાસાના કેસ છે. જેમાં સરદાર નગરમાં રોફ જમાવીને આતંક મચાવનાર કુખ્યાત બુટલેગરએ બાળપણથી ગુનાખોરીમાં પ્રવેશ કર્યો.

કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી સરદારનગર વિસ્તારમાં ડર અને દહેશત ફેલાવીને આંતક મચાવનાર બુટલેગર રાજુ ગેંડીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને એરપોર્ટ અને ક્રુષ્ણનગરના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. 12 વર્ષની ઉંમરથી ગુનાખોરી માં પ્રવેશ કરનાર રાજુ ગેંડી દારૂના ધંધાનો મોટો બુટલેગર બની ગયો છે.

તેની વિરુદ્ધ 100થી વધુ ગુના નોંધાયા

છેલ્લા 35 વર્ષથી દારૂના ધંધા સાથે સંડોવાયેલ છે.તેની વિરુદ્ધ 100થી વધુ ગુના નોંધાયા છે. જ્યારે 18 જેટલી પાસા પણ કરવામાં આવી છે. તડીપાર થયા બાદ પણ બિન્દાસ સરદારનગર વિસ્તારમાં રોફ જમાવતો હતો.જેની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી.બુટલેગર રાજુ ગેંડી વિરુદ્ધ તાજેતરમાં સરદારનગરમાં રહેતા કાપડના વેપારી લલીતભાઈ રાઘાણી ઘર નજીક રાજુ ગેંડી અને તેમના બે પુત્ર રવિ ગેંડી અને વિકી ગેંડીએ અગાઉની ફરિયાદમા સમાધાન કરવા બાબતે ઝઘડો કરીને હુમલો કરી દીધો.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

પોલીસે દારૂ કેસમાં ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી

જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઉપરાંત ડિજી વિજિલન્સ દ્વારા સરદારનગરમાં ઔડા કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં રેડ કરી હતી. જેમાં પકડાયેલ આરોપીની પૂછપરછમાં રાજુ ગેંડીનું નામ ખુલ્યું હતું. આ બે કેસમાં વોન્ટેડ રાજુ ગેંડીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને એરપોર્ટ પોલીસને સોંપ્યો હતો.આ હુમલા કેસમાં જામીન બાદ કૃષ્ણનગર પોલીસે દારૂ કેસમાં ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.

કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીના આંતકથી સરદારનગરના વેપારીઓ ભયભીત હતા. રાજુ ગેંડીની સાથે તેના બે પુત્ર વિકી ગેંડી અને રવિ ગેંડી વિરુદ્ધ પણ અનેક ગુના નોંધાયા છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે પિતાની ધરપકડ બાદ તેમના પુત્રોને પણ જેલના સળિયા પાછળ ધકેલવા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">