AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: કઠિન મહેનતનો નથી કોઈ વિકલ્પ, JEEના ટોપર્સે આપ્યો સફળતાનો મંત્ર

જેઇઇના આ ટોપર્સે તેમનો સફળતાનો મંત્ર જણાવતા કહ્યું હતું કે JEE એડવાન્સ એ કરિયર નથી મેરેથોન છે. યોગ્ય દિશામાં મહેનત અને રોજે રોજ ટેસ્ટ આપવી જે મટીરીયલ મળે તેને ફોલો કરવું એ રીતે મહેનત કરતા સફળતા મળી છે. આ ઉપરાંત અમદાવાદનો નિસર્ગ પંડ્યાનો ઓલ ઇન્ડિયા રેન્ક 83 આવ્યો છે. 

Ahmedabad: કઠિન મહેનતનો નથી કોઈ વિકલ્પ, JEEના ટોપર્સે આપ્યો સફળતાનો મંત્ર
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 12, 2022 | 11:34 AM
Share

એક ઉક્તિ છે કે  સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય,  આ ઉક્તિ મુજબ જ સખત પરિશ્રમ કરનારા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળતાનો  પરચમ લહેરાવ્યો છે. હાલમાં  JEE એડવાન્સનું (Joint Entrance Examination Advanced) પરિણામ જાહેર થયું હતું. જેમાં ગુજરાત (Gujarat) ની તનિષ્કા કાબરા બની સમગ્ર દેશમાં મહિલા ટોપર બની છે. પ્રથમ નંબર લાવીને તનિષ્કા કાબરાએ ગુજરાતનું (Gujarat) નામ રોશન કર્યું છે.  તનિષ્કાએ 360માંથી 277 માર્ક મેળવી તનિષ્કા કાબરા સમગ્ર દેશમાંથી મહિલા કેટેગરીમાં (Women category) પ્રથમ સ્થાને આવી છે. આ સાથે જ અમદાવાદની તનિષ્કા કાબરાએ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 16મું સ્થાન હાંસિલ કર્યું છે. તનિષ્કા કાબરાએ IIT બોમ્બેમાંથી CS માં પ્રવેશ નિશ્ચિત કરી પોતાના પરિવારનું સ્વપ્ન સાકાર કર્યું છે તો આર.કે.શિશિરે ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણે 360માંથી 314 માર્ક સાથે આર.કે.શિશિર દેશમાં પ્રથમ ક્રમે આવ્યો હતો.

JEE ના રેન્કર્સે કહ્યું આકરી મહેનતથી મળી  સફળતા

જેઇઇના આ ટોપર્સે તેમનો સફળતાનો મંત્ર જણાવતા કહ્યું હતું કે JEE એડવાન્સ એ કરિયર નથી મેરેથોન છે. યોગ્ય દિશામાં મહેનત અને રોજે રોજ ટેસ્ટ આપવી જે મટીરીયલ મળે તેને ફોલો કરવું એ રીતે મહેનત કરતા સફળતા મળી છે. આ ઉપરાંત અમદાવાદનો નિસર્ગ પંડ્યાનો ઓલ ઇન્ડિયા રેન્ક 83 આવ્યો છે.  તેણે કહ્યું  હતું કે આ  પરીક્ષા માટે બે વર્ષ સખત મહેનત કરી હતી.  રોજ પદ્ધતિસર થોડી થોડી મહેનત કરશો તો પણ તમે પણ તમારી કારર્કિર્દીને સફળતાના શિખરે પહોંચાડી શકશો. અમદાવાદમાં રહેતા પૂજન શાહનો ઓલ ઇન્ડિયા રેન્ક 67 આવ્યો છે. પૂજન શાહે જણાવ્યું હતું કે દિલ્હી, મુંબઈ કે મદ્રાસ IIT માં કમ્પ્યુટર સાયન્સ કરવાની ઈચ્છા છે. આ ઉપરાંત અમદાવાદનો નિસર્ગ પંડ્યાનો ઓલ ઇન્ડિયા રેન્ક 83 આવ્યો છે.  તેણે પોતાની સકસેસ ટિપ્સ આપતા જણાવ્યું હતું કે જેઇઇની પરીક્ષા માટે બે વર્ષ સખત અથાગ મહેનત કરી હતી. રોજ  જો પદ્ધતિસર થોડી થોડી મહેનત કરશો તો પણ તમે  તમારો નિશ્ચિત ગોલ  એચિવ કરી શકશો.

IIT પ્રવેશ માટે JEEનું મહત્વ

IIT સંસ્થાનોમાં પ્રવેશ માટે JEE એડવાન્સ લેવાય છે આ JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં JEE એડવાન્સ પેપર1-2 માં કુલ 1,55,538 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી 40712 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ ક્લિયર કરી છે જે પૈકી 6,516 યુવતીઓએ JEE એડવાન્સની પરીક્ષા પાસ કરી છે. આ પરિણામમાં અમદાવાદ (Ahmedabad) તનિષ્કા કાબરા બની સમગ્ર દેશમાં મહિલા ટોપર 277 માર્ક મેળવી, તનિષ્કા કાબરા સમગ્ર દેશમાંથી મહિલા કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી. અમદાવાદની તનિષ્કા કાબરાએ ઓલ ઇન્ડિયા રેંન્કિંગમાં 16મું સ્થાન હાંસિલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, JEE મેઈન્સ બાદ દેશની જુદી જુદી IIT માં પ્રવેશ મેળવવા માટે IIT એડવાન્સની પરીક્ષા યોજાય છે. આ વર્ષે જાહેર કરાયેલા પરિણામ મુજબ 40,712 ઉમેદવારોએ JEE એડવાન્સમાં સફળતા હાંસિલ કરી છે.

ગુજરાતનો વિદ્યાર્થી નીટની પરીક્ષામાં પણ Top -10માં

નીટની પરીક્ષામાં પણ ટોપ -10માં સુરતનો (Surat) વિદ્યાર્થી ઝીલ વિપુલ વ્યાસ 710 માર્કસ સાથે 9માં સ્થાને રહ્યો હતો. આ વર્ષે NEET UG માટે રેકોર્ડ 18.7 લાખ અરજીઓ કરવામાં આવી હતી. આ સંખ્યા NEETના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. તે જ સમયે, આ વર્ષે, NEET UG દ્વારા, વિદ્યાર્થીઓને કુલ 91,415 MBBS સીટો પર પ્રવેશ આપવામાં આવશે. ડેન્ટલ કોર્સ એટલે કે BDS સીટોની સંખ્યા 26,949 છે. આયુષમાં કુલ 57,720 બેઠકો અને વેટરિનરીમાં 603 બેઠકો છે. આ આંકડા નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">