Ahmedabad : અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઈન્ટરનેશનલ (SVPI)એરપોર્ટ ટર્મિનલમાં નવા અરાઈવલ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નવનિર્મિત ઈન્ટિરિયર્સમાં ગુજરાતની ઝાંખી અને પરંપરાગત સંસ્કૃતિને કંડારવામાં આવી છે. SVPIAના ટર્મિનલ-2 પર આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા ઈમિગ્રેશન વિસ્તાર સહિત નવો અરાઈવલ હોલ ખુલ્લો મુકવામાં આવ્યો છે.આંતરરાષ્ટ્રીય આગમન બ્લોકમાં પેસેન્જર ટ્રાફિકને સરળ બનાવવા અને એકંદર ક્ષમતા વધારવા આ નવનિર્માણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો-Junagadh: માંગરોળ વિસ્તારમાં ઢોંગી ભિખારીનો Video થયો વાયરલ, અપંગ બનીને માગે છે ભીખ
ટર્મિનલ-2 પર વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા નવનિર્મિત ઇમિગ્રેશન વિસ્તાર સંસ્થાની સ્થિતિસ્થાપકતા, મક્કમતા અને અવરોધોને દૂર કરવાના અવિરત પ્રયાસનું પ્રમાણપત્ર છે. આગામી ભવિષ્યમાં SVPI એરપોર્ટની ગ્લોબલ માર્કેટમાં કેન્દ્રીય ભૂમિકાને જોતા તેમાં આર્થિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન તેમજ પ્રત્યેક યોજનામાં પ્રવાસીઓ કેન્દ્રિત રાખવામાં આવી છે. SVPIA લોકોનું એરપોર્ટ અને લોકો દ્વારા વાઇબ્રન્ટ સમુદાયો વચ્ચેના મજબૂત બંધનનું પ્રતિનિધિત્વ કરે છે. મુસાફરીના કેન્દ્ર તરીકે એરપોર્ટ અદમ્ય ભાવનાનું જીવંત પ્રતિક છે.
આવાગમનના સ્ટેશન ઉપરાંત તે ભારતીયોના ગૌરવ, ઓળખ અને મૂલ્યોનું પ્રતિબિંબ છે. SVPIA નવી તકોના પ્રવેશદ્વારનું પ્રતિનિધિત્વ કરે છે. આરામદાયક પ્રવાસ, આર્થિક વિકાસ, રોજગારીનું સર્જન તેમજ સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપવામાં તેની મહત્વની ભૂમિકા છે. ટર્મિનલ સ્પેસમાં 2550 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલો નવો અરાઇવલ બ્લોક 24 અત્યાધુનિક ઇમિગ્રેશન કાઉન્ટરો સહિત શહેરની કલા, સિટીસ્કેપ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે.
આ વિસ્તરણનો ઉદ્દેશ્ય એરપોર્ટ પરથી પસાર થતા લાખો મુસાફરોનું સરળ અને વધુ કાર્યક્ષમ આવાગમન સુનિશ્ચિત કરવાનો છે. અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરોની વધતી સંખ્યાના કારણે વિસ્તરણને ફાસ્ટ ટ્રેક પર રાખવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ ગત નાણાકીય વર્ષમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી હતી અને માત્ર 4.5 મહિનામાં 4 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી ચૂક્યું છે. ચાલુ વર્ષના અંત સુધીમાં એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં 25% થી વધુ વૃદ્ધિ થવાની ધારણા છે. મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા SVPI એરપોર્ટ પર અનેક માળખાકીય વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. અગાઉના ઇમીગ્રેશન વિસ્તારોમાં 16 ઇમીગ્રેશન કાઉન્ટર હતા. હવે નવા વિસ્તારમાં મુસાફરોના સીમલેસ અનુભવ માટે અદ્યતન ટેક્નોલોજી અને ઉન્નત સુવિધાઓ સાથે 24 કાઉન્ટર હશે.
અમદાવાદ પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર હોવાને કારણે નવા આગમન હોલમાં તેના સમૃદ્ધ વારસામાં મુસાફરોને સામેલ કરવામાં આવ્યાં છે. ગતિશીલ ગુજરાતનો સમૃદ્ધ વારસો, વિશિષ્ટ વિધિઓ અને પરંપરાગત સંસ્કૃતિને ધ્યાનમાં રાખી “અમારુ અમદાવાદ”ના થીમ હેઠળ ટર્મિનલના આગમન વિસ્તારને ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેમ જેમ આંતરરાષ્ટ્રીય મુસાફરો ટર્મિનલમાંથી પસાર થશે, તેમ તેમ અમદાવાદના ગતિશીલ વાતાવરણની કલાત્મક ઝલક જોવા મળશે. તેઓ ઉત્સવ અને સ્વાગતના પ્રતીક સમા ઝળહળતા તોરણોની હારમાળામાંથી પસાર થશે.
આર્ટ પ્રોજેક્ટના કેન્દ્રમાં “આંગનવન” પ્લાન્ટર હશે જેમાં ધોળાવીરા એન્ક્રિપ્શન દ્વારા રાજ્યની સમૃદ્ધ અને પ્રાચીન સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવશે. જેના આર્ટ એન્ડ ક્રાફ્ટસ ટૂંક સમયમાં ઉમેરવામાં આવશે. આ હ્યુમન-સ્કેલ પ્લાન્ટર્સ શાંત આરામદાયક જગ્યાઓ પર હશે. એક આકાશમાં પ્રકાશિત ઇન્ડોર ઓએસિસ બનાવશે, જ્યાં પ્રવાસીઓ લાંબી ઉડાન બાદ આરામ અને ઊર્જા મેળવી શકશે.
સીમલેસ બેગેજ રીક્લેઈમ અનુભવના મહત્વને જોતા બેગેજ રીક્લેઈમ હોલમાં હવે છ જગ્યા ધરાવતા બેગેજ બેલ્ટ રાખવામાં આવ્યા છે. વળી નવા ગ્રીન અને રેડ ચેનલથી મુસાફરોની ટર્મિનલમાંથી ઝડપી કસ્ટમ એક્ઝિટ સુનિશ્ચિત કરશે.
અમદાવાદ એરપોર્ટના આંતરરાષ્ટ્રીય ટર્મિનલમાં તમામ નવા આગમન વિસ્તારની રૂપરેખા ગુજરાત અને ભારતીય નાગરિકોના સ્વપ્ન સાથે કરવામાં આવી છે. ટર્મિનલ-2 પરના આ ઉન્નત્તિકરણો સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની એલિવેટેડ પેસેન્જર અનુભવ પ્રદાન કરવાની અતૂટ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. એરપોર્ટનો હેતુ સૌંદર્યથી ભરપૂર, સાંસ્કૃતિક વિશેષતાઓ અને કાર્યક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પ્રવાસીઓને ઉત્તમ અને સીમલેસ અનુભવ પ્રદાન કરવાનો છે.