Ahmedabad : વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને છેતરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી, સાયબર ક્રાઇમે ગેંગને ઝડપી

|

May 24, 2022 | 7:08 PM

અમદાવાદ સાયબર ક્રાઈમે(Cyber Crime) અશરફ ગુલામ, રવિ ઉર્ફે રવિન્દ્ર વાણી અને ચિરાગ ભટ્ટની ધરપકડ કરી છે. જેઓ અમદાવાદ અને વડોદરાના રહેવાસી છે. જેઓએ છેતરપિેંડી માટે એક નવી જ મોડસ ઓપરેંડી શોધી લીધી.

Ahmedabad : વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને છેતરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી, સાયબર ક્રાઇમે ગેંગને ઝડપી
Ahmedabad Cyber Crime Arrest Fraud Accused

Follow us on

વિદેશમાં અભ્યાસ કરતા વિધાર્થીઓની(Foreign Education)ઓનલાઈન ભરવામાં આવતી ફી (Online Fee)વિદેશી ક્રેડીટકાર્ડની મદદથી ડેટા હેક કરી છેતરપિંડી(Fraud)કરતી ગેંગ ઝડપાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં અમદાવાદના પોલીસ કર્મી સાથે 5 લાખની છેતરપિંડી થઈ હોવાનુ સામે આવ્યુ છે. જોકે આ ગેંગની તપાસમાં અન્ય કેટલા આરોપી સામે આવે છે અને અન્ય કેટલા લોકો ભોગ બન્યા હોવાનો ખુલાસો થાય છે તે જોવુ મહત્વનુ છે.

ઓનલાઈન ફી વિદેશી ક્રેડીટકાર્ડ દ્વારા ભરવામાં આવતી હતી

અમદાવાદ સાયબર ક્રાઈમે અશરફ ગુલામ, રવિ ઉર્ફે રવિન્દ્ર વાણી અને ચિરાગ ભટ્ટની ધરપકડ કરી છે. જેઓ અમદાવાદ અને વડોદરાના રહેવાસી છે. જેઓએ છેતરપિેંડી માટે એક નવી જ મોડસ ઓપરેંડી શોધી લીધી.જેમાં ભોગ બનનારને પણ લાંબા સમય બાદ જાણ થતી હતી કે તે તેઓ છેતરાઈ ગયા છે. આરોપી એ વિદેશ અભ્યાસ કરવા જતા લોકોને ટાર્ગેટ કરવાનુ શરુ કર્યુ. જેમાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે વિદેશ જતા વિદ્યાર્થીઓની ઓનલાઈન ફી વિદેશી ક્રેડીટકાર્ડ દ્વારા ભરવામાં આવતી હતી. જે રકમ પોતાની પાસે રાખી ફી ભરતા ન હતા. જે માટે તેઓ ક્રેડીટ કાર્ડનો ડેટા પણ હેક કરતા હોવાનુ સામે આવ્યુ છે.

અમદાવાદના પોલીસ કર્મીના દિકરાની ફી પણ આવી જ રીતે આરોપીએ ભરી હતી

આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપી ચિરાગ વિઝાનુ કામ કરે છે. અને તેની પાસે સંખ્યાબંધ આવા વિદ્યાર્થીઓ છે. જેથી ચિરાગ કોલેજમાં પેમેન્ટ કરવાની જબાવદારી સ્વિકારે છે. અને રવિ તથા અન્ય આરોપી અશરફ કે જે કાર્ડીંગ કરે છે, જેની મદદથી ઓનલાઈન વેચાતા કાર્ડનો ડેટા મેળવી છેતરપિંડીના કાર્ડ થી ફી ભરતા હોવાનુ સામે આવ્યુ છે. જોકે છેતરપિડીનું કાર્ડ હોવાથી કેટલીક યુનિવર્સિટી તે પેમેન્ટ ડીક્લાઈન કરી દે છે. જેથી આ મામલો સામે આવ્યો જેમાં અમદાવાદના પોલીસ કર્મીના દિકરાની ફી પણ આવી જ રીતે આરોપીએ ભરી હતી. જેથી તેની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ઼ કરવામાં આવી છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આરોપીની મોડસ ઓપરેંડી પર નજર કરતા આ કેસમાં ન માત્ર એક પરંતુ સંખ્યાબંધ લોકો છેતરાયા હોવાનુ પોલીસ માની રહી છે.. ત્યારે ચિરાગ થી શરૂ થઈ અશરફ દ્વારા આચરેલા આ ગુનામાં અન્ય કેટલા ભોગ બનનાર સામે આવે છે. અને પોલીસ તપાસ માં શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.

Published On - 7:07 pm, Tue, 24 May 22

Next Article