Ahmedabad : જન્મદિવસે જ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યા પાછળ ચોકાવનારી હકીકત સામે આવી હતી

|

Aug 27, 2022 | 5:19 PM

અમદાવાદમાં(Ahmedabad) રામોલ પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ હત્યા થઈ હોવાનું અને બે કે ત્રણ દિવસ પહેલાનો બનાવ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા હત્યા કરનારની ધરપકડ કરી હતી.

Ahmedabad : જન્મદિવસે જ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યા પાછળ ચોકાવનારી હકીકત સામે આવી હતી
Ahmedabad Vastral Murder Accused

Follow us on

અમદાવાદના(Ahmedabad) વસ્ત્રાલમાં(Vastral)50 વર્ષીય આધેડની તેના જ જન્મ દિવસે હત્યા(Murder) થઈ હતી. જોકે પત્નીએ પતિને જન્મદિવસની શુભેચ્છા આપવા ફોન કર્યો હતો. જેમાં પતિ નશો કરેલી હાલતમાં જણાયો હતો અને પતિએ પત્નીને કહ્યું હતું કે આજે જન્મદિવસ છે દારૂ તો પીવો પડે. પત્નીએ પતિને જન્મદિવસની શુભેચ્છા આપ્યા બસ પતિનો ફોન આવ્યો નહિ અને પત્નીએ કરેલા ફોન ઉપાડ્યો પણ નહિ. પત્નીએ ઘરે આવીને જોતા પતિનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. રામોલ પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ હત્યા થઈ હોવાનું અને બે કે ત્રણ દિવસ પહેલાનો બનાવ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા હત્યા કરનારની ધરપકડ કરી હતી. હત્યારાની પૂછપરછમાં હત્યા પાછળ ચોકાવનારી હકીકત સામે આવી હતી. રામોલ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ છે બાબુ સુરેશ મરાઠી. પકડાયેલા આરોપીએ પાડોશમાં રહેતા આધેડની હત્યાને અંજામ આપતા જેલમા જવાનો વારો આવ્યો છે. વસ્ત્રાલમાં આવેલા સુંદરમ આવાસ યોજનામાં રહેતા દિપક ચાવડા નામના 50 વર્ષીય વ્યક્તિની ઘરમાં જ મૃતદેહ મળી આવ્યો હતો.

હત્યારો પાડોશી બાબુ સુરેશ મરાઠી હોવાનું ખુલ્યું હતું

જેમા દિપક ચાવડા પત્ની સાથે સાતમ આઠમ કરવા માટે સુરેન્દ્રનગર ગયો હતો અને ત્યાંથી એકલો 21મી ઓગસ્ટે ઘરે આવ્યો હતો, 22મી ઓગસ્ટે મૃતક દિપક ચાવડાનો જન્મ દિવસ હોવાથી પત્નીએ ફોન કરી જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. જે બાદ ત્રણ દિવસ સુધી દીપક ચાવડાએ પત્નીને ફોન ન કરતા અને ફોન ન ઉપાડતા 25 ઓગસ્ટ ઘરે પરત ફરી હતી જ્યાં ઘરનો દરવાજો ખોલતા જ ઘરમાં પતિ દીપક ચાવડા મૃત હાલતમાં મળી આવતા રામોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા દિપકની હત્યા કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તેનો પાડોશી બાબુ સુરેશ મરાઠી હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યું કે મૃતક દિપક ચાવડા અને તેની પાડોશમાં રહેતા બાબુ મરાઠી અને તેના પિતા સુરેશ મરાઠી 22મી ઓગસ્ટે ઘર નીચે રીક્ષામાં મન્ચુરીયન ખાઈ રહ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઘોડીયાના પાયાથી દિપકના માથે હુમલો કરી હત્યાને અંજામ આપ્યો

બાબુ મરાઠીથી મન્ચુરીયન ઢોળાઈ જતા દિપકે ગાળાગાળી કરી હતી જેથી બાબુના પિતા સુરેશ મરાઠી વચ્ચે પડતા દિપક ચાવડાએ પિતા પુત્રને લાફો માર્યો હતો. જોકે બાદમાં ત્રણેય વચ્ચે સમાધાન થતા ત્રણેય ઘરે પરત ફર્યા હતા.પરંતુ બાબુ મરાઠીને દિપક ચાવડા પર ગુસ્સો આવતા રાતના સમયે દિપક ચાવડા ઘરે સુઈ રહ્યો હતો ત્યારે ઘરમાં રહેલા ઘોડીયાના પાયાથી દિપકના માથે હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો.

Published On - 5:18 pm, Sat, 27 August 22

Next Article