સાબરમતીમાં ગંદકી : દિવાળી આવી અને ગઈ, પણ સાબરમતી નદી સ્વચ્છ ન થઇ

Sabarmati River : સાબરમતી નદીને શુદ્ધ બનાવવા માટે AMCના સત્તાધીશો દ્વારા વર્ષ 2020-21 ના બજેટમાં 10 કરોડ રૂપિયાની જોગવાઇ કરી હતી. આટલી માતબર રકમની ફાળવણી છતાંય સાબરમતી નદી પૂરેપૂરી શુદ્ધ થઇ નથી તે દુઃખની વાત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 9:53 AM

AHMEDABAD : અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ શહેરની જ નહીં પણ સમગ્ર દેશની શાન છે…રિવરફ્રન્ટના નામે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ મેળવી છે..પરંતુ કોર્પોરેશન સાબરમતી નદીને સ્વચ્છ કરવામાં નિષ્ફળ સાબિત થયું છે સફાઈની ઉંચી ઉંચી વાતો કરીને લોકોને આશ્વાસન આપવામાં નંબર લાવવાનો હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ ન પહોંચે…આ વખતે પણ સાબરમતી નદીમાં સફાઈ ઝુંબેશ જોરદાર ચાલતી હોવાની વાતો કરનારી પાલિકા ખરેખર નદીની સફાઈની વાત આવે ત્યારે પાણીમાં બેસી જાય છે.

આ એ જ સાબરમતી નદી છે જે સ્વચ્છ કરવાની વાતો જ આપણે સાંભળતા આવ્યા છીએ.સુભાષબ્રિજ નજીક રેલવે ઓવરબ્રિજ પાસે અડધો કિલોમીટર સુધીના પટ્ટામાં લીલથી ભારે દુર્ગંધ મારે છે.આ લીલથી મચ્છર, જીવાતનો ઉપદ્રવ વધ્યો છે.જેથી નદીકાંઠાની આસપાસ રહેતા લોકો પર રોગચાળાનો ખતરો છવાયો છે.

આ સ્થિતિ અંગે કોર્પોરેશન અજાણ નથી. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આશ્વાસન આપ્યું હતું કે નદીની સફાઈ દિવાળી પહેલા પૂર્ણ કરાશે. દિવાળી પણ આવી ગઈ પરંતુ સુભાષબ્રિજથી શાહીબાગ ડફનાળા સુધી જંગલી વેલને સાફ કરવામાં ન આવી.કોર્પોરેશન સાબરમતી નદીને સ્વચ્છ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તે નક્કી છે.

નદીને સ્વચ્છ રાખવા માટે કોર્પોરેશન દ્વારા ત્રણ સ્કીમર મશીન વસાવવામાં આવ્યા છે, પરંતુ નદીમાં પાણીનું લેવલ ઓછું હોવાથી સ્કીમર મશીનથી સફાઈ થઈ શકે તેમ નથી.જેથી હાલ 350 મજૂરો દ્વારા હાથથી નદીમાંથી વેલ બહાર કાઢવામાં આવી રહી છે.હાલ નદી માંથી દરરોજ 70થી 100 ટન જેટલી વેલ અને કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે.નદીને શુદ્ધ બનાવવા માટે મ્યુનિ.તંત્રના સત્તાધીશો દ્વારા વર્ષ 2020-21 ના બજેટમાં 10 કરોડ રૂપિયાની જોગવાઇ કરી હતી. આટલી માતબર રકમની ફાળવણી છતાંય સાબરમતી નદી પૂરેપૂરી શુદ્ધ થઇ નથી તે દુઃખની વાત છે..

આ પણ વાંચો : CHHOTA UDEPUR : બોડેલીની સગીરાનું પ્રેમીએ અપહરણ કરી રાજકોટ લઈ જઈ દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો : SURENDRANAGAR : વઢવાણના ફુલગ્રામમાં ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું, બાળકની તબિયત લથડતા રાજકોટ સિવિલ ખસેડાયું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">