Ahmedabad: ચોમાસાની શરૂઆત સાથે શહેરમાં મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો શરૂ, જુઓ આંકડાઓ

|

Jul 19, 2021 | 6:01 PM

દર વર્ષની જેમ આ વર્ષે પણ AMCએ પાણી ભરાઈ ન રહે તે માટે લોકોને ધ્યાન આપવા અપીલ કરી છે. જેથી મચ્છરનો ઉપદ્રવ ન થાય અને તેમાંથી રોગચાળો પણ ન ફેલાય. ત્યારે સાથે જ AMCના હેલ્થ ઓફિસરે લોકો 104 હેલ્પ લાઈનનો સંપર્ક કરી મદદ મેળવી શકશે તેવું પણ જણાવ્યું છે.

Ahmedabad: ચોમાસાની શરૂઆત સાથે શહેરમાં મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો શરૂ, જુઓ આંકડાઓ
File Image

Follow us on

ચોમાસુ (Monsoon) આવે કે તરત રોગચાળો ફાટી નીકળે છે, કારણ કે શહેરમાં અનેક સાઈટ પર પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ થવા લાગે છે અને તેના કારણે મચ્છરજન્ય અને પાણી જન્ય રોગચાળો શરૂ થઈ જાય છે. જેની સામે AMC દ્વારા કન્સ્ટ્રકશન સાઈટ પર ચેકીંગ પણ કરાય છે. તેમજ નોટિસ અને દંડ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતાં અને રોગચાળો શરૂ થતાં AMC દર વર્ષની જેમ હરકતમાં આવ્યું છે.

 

 

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

રોગચાળામાં ચાલુ મહિનામાં17 જુલાઈ સુધી મેલેરીયાના 40 કેસ, ડેન્ગ્યુના 24 કેસ જ્યારે ઝેરી મેલેરિયાના 3 અને ચિકન ગુનિયાના 7 કેસ નોંધાયા છે તો પાણી જન્ય રોગચાળામાં ઝાડા ઉલ્ટીના 391 કેસ, કમળાના 86 અને ટાઈફોઈડના 80 કેસ નોંધાયા છે. AMC દ્વારા જે કામગીરી કરાય છે, તેમ બંધ ઈમારતો તેમજ એકમો કે જ્યાં પાણી ભરાઈ રહે કે મચ્છરોનો ઉપદ્રવ થાય તેવા એકમોમાં ચેકીંગ કરાય છે.

 

 

ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ AMCએ પાણી ભરાઈ ન રહે તે માટે લોકોને ધ્યાન આપવા અપીલ કરી છે. જેથી મચ્છરનો ઉપદ્રવ ન થાય અને તેમાંથી રોગચાળો પણ ન ફેલાય. ત્યારે સાથે જ AMCના હેલ્થ ઓફિસરે લોકો 104 હેલ્પ લાઈનનો સંપર્ક કરી મદદ મેળવી શકશે તેવું પણ જણાવ્યું છે.

 

વર્ષ 2020માં મચ્છર જન્ય રોગચાળાના કેસ જોઈએ તો

1- સાદા મલેરિયાના 618 અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 44 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 122 કેસ

2- ઝેરી મલેરિયાના 64 અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 1 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 6 કેસ

3- ડેન્ગ્યુના 432 અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 22 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 92 કેસ

4- ચિકનગુનિયા 923 અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 3 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 135 કેસ

 

પાણી જન્ય રોગચાળામાં 2020માં નોંધાયેલ કેસ જોઈએ તો

1- ઝાડા ઉલટીના 2,072 કેસ અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 63 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 1,687 કેસ
2- કમળાના 664 અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 25 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 510 કેસ

3- ટાઈફોઈડના 1,338 અને ચાલુ માસમાં 17 જુલાઈ સુધી 64 કેસ તો 17 જુલાઈ 2021 સુધી 882 કેસ

4- કોલેરાના કુલ 59 કેસ નોંધાયા

 

જેની સામે આ વર્ષે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થયાનું AMCનું માનવું છે. એટલુ જ નહીં પણ 2020 દરમિયાન 50 હજાર લોહીના સેમ્પલ લીધા હતા, જેની સામે 2021માં 17 જુલાઈ સુધી 53 હજાર સેમ્પલ લેવાયા તો 2020 દરમિયાન 1 હજાર સીરમ સેમ્પલ સામે 2021માં 17 જુલાઈ સુધી 846 સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

 

જે એ વસ્તુ બતાવે છે કે AMC દર વર્ષે કામગીરી કરે છે પણ સામે રોગચાળા પર જેટલું નિયંત્રણ આવવું જોઈએ તે નથી આવી રહ્યું અને તેમાં પણ ગત વર્ષથી શહેર અને રાજ્યમાં કોરોનાએ માથું ઉચક્યું છે. ત્યારે સામે એ પણ જોવું જરૂરી છે કે રોગચાળાના કારણે કોરોના કેસમાં કોઈ અસર ન આવે અને લોકોને સુરક્ષિત પણ કરી શકાય.

 

આ પણ વાંચો: Jamnagar : ભુમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ ગુજસીટોકનો કેસ દાખલ, 30 દિવસમાં હાજર થવા આદેશ

Next Article