Ahmedabad માં વ્યાજખોરોના આતંક વધ્યો, વ્યાજખોરોએ વેપારીને પ્રથમ માળેથી ધક્કો માર્યો

|

Aug 13, 2022 | 8:38 PM

અમદાવાદમાં(Ahmedabad) વ્યાજે લીધેલા રૂપિયા પરત નહિ આપતા વ્યાજખોરો દ્વારા વેપારીને ધક્કો મારીને ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે પાડી દ્દેવાની ઘટના બનતા સમગ્ર મામલે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

Ahmedabad માં વ્યાજખોરોના આતંક વધ્યો, વ્યાજખોરોએ વેપારીને પ્રથમ માળેથી ધક્કો માર્યો
Nikol Police Station

Follow us on

અમદાવાદમાં(Ahmedabad)  દિવસે ને દિવસે વ્યાજખોરોનો (MoneyLaunder) ત્રાસ વધી રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વ્યાજખોરો દ્વારા વેપારીએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વ્યાજે લીધેલા રૂપિયા પરત નહિ આપતા વ્યાજખોરો દ્વારા વેપારીને ધક્કો મારીને ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે પાડી દ્દેવાની ઘટના બનતા સમગ્ર મામલે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં શહેરના મણીનગર વિસ્તારમાં રહેતા વેપારી અમિતભાઈ શાહે ઘંધા માટે ચાર વર્ષે પહેલા કાંચા ઉર્ફે મિર રાણા પાસેથી એક લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. વેપારીએ રૂપિયા વ્યાજે લીધા બાદ કાંચો ઉર્ફે મિર રાણા વેપારી પાસે અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો. વેપારીએ કાંચાને તેનું વ્યાજ ભરપાઈ કરવા માટે દુકાન માલિક કનુભાઈ અને રાજભા પાસેથી ડેઇલી રિકરિંગ થી વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા અને તે વીસ હજાર વ્યાજ પેટે કાંચાને ચૂકવ્યા હતા.

જાનથી મારી નાખવાની ધમકી આપી રેલીંગથી નીચે પાડી દીધા હતા

હવે રાજભા અને કનુભાઈ પાસેથી ડેઇલી રિક્રરીંગથી લીધેલા રૂપિયા ચૂકવવાનાં હતા પરંતુ વેપારી અમિતભાઇને ધંધામાં મંદીને કારણે તેવો રાજભા અને કનુભાઈને પૈસા નહિ ચૂકવતા અમિતભાઈ નિકોલમાં આવેલી સ્પાની દુકાનની બહાર આવેલી રેલીંગ પર બેઠા હતા ત્યારે કાંચા ઉર્ફે મિર રાણાએ તેમને રેલીંગ પરથી નીચે જાનથી મારી નાખવાની ધમકી આપી રેલીંગથી નીચે પાડી દીધા હતા. આ સમગ્ર મામલે અમિત ભાઈની પત્ની દ્વારા નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મિર રાણા ફરાર

અમિતભાઈને કાંચા ઉર્ફે મિર રાણાએ રૂપિયા વ્યાજે આપ્યા હતા જેના વ્યાજનું ચૂકવણી કરવા સ્પા સંચાલક અમિતભાઈ તેની દુકાનના માલીક કનુભાઈ અને રાજભા પાસેથી રૂપિયા લીધા હતા. જોકે અમિત ભાઈએ કનુભાઈ અને રાજભા પાસેથી લીધેલા રૂપિયા પરત નહિ આપી શકતા કનુભાઈ અને રાજભાએ કાંચાને અમિતભાઇની દુકાને ઉઘરાણી માટે મોકલ્યો હતો. સમગ્ર મામલે પોલીસે રાજેશ ઉર્ફે રાજભા પ્રજાપતિ, કનુભાઈ ઉર્ફે કનુભા ગલચરની ધરપકડ કરવામાં આવી છે તો મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મિર રાણા ફરાર થઈ ચૂક્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જેમાં મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મિર રાણા પર અમદાવાદના અમરાઈવાડી, ખોખરા માં હત્યાનાં પ્રયાસનો ગુનો, ખોખરામાં રાયોટિંગ તેમજ પાલડીમાં માં પણ ગુનો નોંધાઇ ચૂક્યો છે. નિકોલ પોલીસે મિર રાણાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Published On - 8:37 pm, Sat, 13 August 22

Next Article