Ahmedabad : સાસરિયાઓના ત્રાસથી પરણિતાનો આપઘાત, પોલીસે તપાસ તેજ કરી

|

Aug 03, 2022 | 8:11 PM

અમદાવાદના(Ahmedabad)  સેટેલાઈટ વિસ્તારમાં સાસરિયાઓના ત્રાસે વધુ એક પરિણીતાનો(Married Woman)  જીવ લીધો છે. જેમાં શહેરના ઇસ્કોન બ્રિજ પરથી એક યુવતીએ ઝંપલાવી આપઘાત(Suiside)  કર્યો

Ahmedabad : સાસરિયાઓના ત્રાસથી પરણિતાનો આપઘાત, પોલીસે તપાસ તેજ કરી
Ahmedabad Married Woman Suiside

Follow us on

અમદાવાદના(Ahmedabad)  સેટેલાઈટ વિસ્તારમાં સાસરિયાઓના ત્રાસે વધુ એક પરિણીતાનો(Married Woman)  જીવ લીધો છે. જેમાં શહેરના ઇસ્કોન બ્રિજ પરથી એક યુવતીએ ઝંપલાવી આપઘાત(Suiside)  કર્યો..ઘણા મહિના સુધી યુવતીની સારવાર ચાલી અને સાસરિયાઓ ફરકયા પણ નહીં. હવે આ જ ત્રાસ આપનાર સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસ તેઓને શોધી રહી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ક્રિષ્નાએ વર્ષ 2020માં જ અમિત ઉર્ફે આકાશ ચાવડા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન ના ચાર માસ બાદ થી જ સાસુ સસરા નણંદ અને ફોઈજી સાસુએ ત્રાસ આપવાનું શરૂ કર્યું.અવાર નવાર દહેજ ને લઈને અને પતિથી છૂટું કરવા આ સાસરિયાઓ દબાણ કરતા..અને ત્રાસ આપત હતા .સાસરિયાઓ એ આ ક્રિષ્નાને ઘરમાંથી કાઢી મુકતા તે પિયર આવી ગઈ અને નોકરી ચાલુ કરી દીધી. બસ 18 જાન્યુઆરીએ પણ ક્રિષ્ના નોકરીએ ગઈ ત્યાં હાફ ડે લઈને તે મિત્રના લગ્નમાં જવાની હતી પણ તે પહેલા જ તેણે ઇસ્કોન બ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો અને તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હતી.

પોલીસે તપાસ તેજ કરી આરોપીઓને પકડવા ટીમો રવાના કરી

યુવતીને સારવાર અર્થે ખસેડી ત્યારે તેણે તેના ભાઈને કહ્યું કે, હું ઘણા સમયથી રિસામણે છું. જેમાં સાસુ સસરા ફોઈજી સાસુ પતિથી અલગ કરવા ત્રાસ આપે છે.પતિ સાથે વાત પણ ન કરવા ન દેતા હું સતત ટેન્શનમાં રહેતી. જેમાં પતિ અમિત નો કોઈ વાંક નથી.હું કામ પર હોવું ત્યારે પણ સાસુ સસરાની ત્રાસ દાયક વાતો મગજમાં ફર્યા કરતી.આ લોકોએ ભવિષ્ય અને જિંદગી બગાડી નાખતા હું બેચેન રહેતી.મને જીવવાની આશા નહોતી, જીવવા કરતા મરી જવું વધારે સારું..આ વાત સાંભળી યુવતીના પિયરજનોએ સાસરિયાઓ ને ફોન કર્યો તો તેઓએ ક્રિષ્ના મરી જાય તો ય અમારે લેવા દેવા નથી તેમ કહી ફોન મૂકી દીધો અને યુવતીની ખબર કાઢવા પણ ન ગયા અને આ સારવાર દરમિયાન ક્રિષ્ના નું 12 માર્ચના રોજ અવસાન થયું.જેથી હવે ન્યાયની આશા એ બેઠેલા આ ઠાકોર પરિવારએ ફરિયાદ નોંધાવી..જેને લઈને પોલીસે તપાસ તેજ કરી આરોપીઓને પકડવા ટીમો રવાના કરી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જેમાં દિવસે ને દિવસે સાસરિયાઓના ત્રાસની ઘટનાઓ વધી રહી છે..આવી અનેક યુવતીઓએ ત્રાસમાંથી મુક્ત થવા જીવ આપી દીધો.ત્યારે ત્રાસ આપનાર સાસરિયાઓ ને સમાજમાં શબક શીખવાડવા માટે પોલીસ દાખલા રૂપ કડક કાર્યવાહી કરી આ પરિવારને ન્યાય અપાવે તે જ માંગ મૃતક યુવતીના પરિવારજનો કરી રહ્યા છે.

Published On - 8:08 pm, Wed, 3 August 22

Next Article