AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: નશાની લતથી દામ્પત્ય જીવન નંદવાયું, નશેડી પતિથી કંટાળીને લગ્નના 4 મહિનામાં યુવતીનો આપઘાત, પતિની ધરપકડ

રિઝવાના અને રઝીમ અન્સારી બિહારના રહેવાસી છે. ચાર માસ પહેલા બન્નેના લગ્ન થયા હતા. 8 એપ્રિલએ આ દંપતી અમદાવાદના વટવા વિસ્તારમાં રહેવા આવ્યા હતા.

Ahmedabad: નશાની લતથી દામ્પત્ય જીવન નંદવાયું, નશેડી પતિથી કંટાળીને લગ્નના 4 મહિનામાં યુવતીનો આપઘાત, પતિની ધરપકડ
Harin Matravadia
| Edited By: | Updated on: May 02, 2023 | 11:52 PM
Share

અમદાવાદમાં વટવા વિસ્તારમાં એક યુવતીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. હજી તો આ યુવતીના લગ્નને ફક્ત ચાર મહિના જ થયા હતા. આ યુવતી ચાર જ મહિનામાં તેનો અંત લાવી દીધો હતો. પતિની નશાની લતના કારણે યુવતીએ આપઘાત કર્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી રઝીમ અન્સારી છે. જેની નશો કરવાની કુટેવ અને પત્નીને માર મારવાની આદતથી પરિણીતાએ મોતને વહાલું કર્યું અને ફક્ત ચાર જ માસનાં લગ્ન જીવનને પત્નીએ ટૂંકાવી આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો: Rajkot: ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખરડાયેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગાંધીનગર ઓડિટ ટીમની તપાસ

સુખી લગ્ન જીવનના સપના સાથે બિહારની રિઝવાના ખાતુને રઝીમ અન્સારી સાથે લગ્ન કર્યાં હતા અને બિહારથી 8 એપ્રિલના રોજ અમદાવાદ રહેવા આવી હતી. પતિ સાથે સુખમય જીવન જીવે તે પહેલાં જ પતિ રઝીમની ગાંજો પીવાની ટેવે તેના દામ્પત્યજીવનને કચડી નાખ્યું. પતિના નશાની કુટેવથી રિઝવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. જેને લઈને રિઝવાના પરિવારે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિ રઝીમ અન્સારીની ધરપકડ કરી હતી.

રિઝવાના અને રઝીમ અન્સારી બિહારના રહેવાસી છે. ચાર માસ પહેલા બન્નેના લગ્ન થયા હતા. 8 એપ્રિલએ આ દંપતી અમદાવાદના વટવા વિસ્તારમાં રહેવા આવ્યા હતા. રઝીમ અન્સારી ઇસનપુરમાં બાલાજી એસ્ટેટમાં કાપડની દુકાનમાં નોકરી કરતો હતો, પરંતુ તેને ગાંજો પીવાની ટેવ હતી.

18 એપ્રિલની રાત્રે રઝીમ ગાંજો પીને ઘરે આવ્યો ત્યારે રિઝવાનાએ નશો કરવાનું બંધ કરવાનું કહેતા રઝીમે મોબાઈલ તોડી નાખ્યો અને રિઝવાનાને માર માર્યો. રઝીમને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે નશો કરતો હતો. આખરે રઝીમ નહિ સમજતા કંટાળીને રિઝવાનાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

નશાની આદતે ફરી એક માળાને વિખેરી દીધો. લગ્ન જીવનની સુખી શરૂઆત થાય તે પહેલાં નશાના કારણે અંત આવી ગયો. પત્ની આપઘાત કરી લેતા વટવા પોલીસે પતિ રઝીમ અન્સારી વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">