AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: મેલેરિયાને નાથવામાં રાજ્યના આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ કામગીરી, છેલ્લા 10 વર્ષમાં મેલેરિયાના કેસમાં 88 ટકાનો થયો ઘટાડો

Ahmedabad: મેલેરિયાને નાથવામાં રાજ્ય સરકારનુ આરોગ્ય વિભાગ સફળ કામગીરી કરી રહ્યુ છે. છેલ્લા 10 વર્ષમાં મેલેરિયાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં મેલેરિયાથી એકપણ વ્યક્તિનું મોત થયુ નથી. છેલ્લા 10 વર્ષમાં મેલેરિયાના કેસમાં 88 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Ahmedabad: મેલેરિયાને નાથવામાં રાજ્યના આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ કામગીરી, છેલ્લા 10 વર્ષમાં મેલેરિયાના કેસમાં 88 ટકાનો થયો ઘટાડો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 10:10 AM
Share

25 એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેલેરિયાને નાથવામાં રાજ્યનું આરોગ્ય વિભાગ મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યુ છે. છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં મેલેરિયાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં મેલેરિયાના કેસમાં 88 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2018થી મેલેરિયાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતો આવ્યો છે. વર્ષ 2021માં 1125 મેલેરિયાના કેસ હતા, જ્યારે વર્ષ 2022માં 1463 કેસ હતા.

સૌપ્રથમ મેલેરિયાનો કેસ ચીનમાં દેખાયો હતો

મેલેરિયા ઈટાલિયન શબ્દ માલાએરિયા પરથી આવ્યો છે. જેનો અર્થ ખરાબ હવા એવુ માનવામાં આવે છે. આ રોગ સૌપ્રથમ ચીનમાં જોવા મળ્યો હતો. જ્યાં તેને તે સમયે સ્વેમ્પ ફીવર કહેવામાં આવતો હતો કારણ કે આ ગંદકી દ્વારા ફેલાતો રોગ છે. મેલેરિયા પર પ્રથમ અભ્યાસ 1880માં વૈજ્ઞાનિક ચાર્લ્સ લુઈસ આલ્ફોન્સ લેવેરિન દ્વારા કરવામાં આવ્યો હતો. દેશના વાત કરીએ તો ગત વર્ષે મેલેરિયાના 1 લાખ 73 હજાર 975 કેસ નોંધાયા હતા જેમા 64 વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા.

છેલ્લા 5 વર્ષમાં મેલેરિયાના કેસમાં નોંધપાત્ર ઘટાડો, બે વર્ષમાં મેલેરિયાથી એકપણ મોત નહીં

ગુજરાતે આ મચ્છરજન્ય રોગ પર અંકુશ મેળવવામાં છેલ્લા 4 વર્ષમાં મોટી સફળતા મેળવી છે. છેલ્લા પાંચ વર્ષના મેલેરિયાના કેસના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2018માં 6511 કેસ નોંધાયા હતા. જેમા 2 લોકોના મોત થયા હતા. વર્ષ 2019માં 4306 કેસ નોંધાયા હતા. જેમા 01 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ 2020માં 681 કેસ નોંધાયા હતા જ્યારે 01 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ 2021માં 1125 મેલેરિયાના કેસ સામે આવ્યા હતા જ્યારે એકપણ વ્યક્તિનું મોત થયુ ન હતુ અને વર્ષ 2022માં 1463 મેલેરિયાના કેસ નોંધાયા હતા અને એકપણ વ્યક્તિનું મોત થયુ ન હતુ.

આ પણ વાંચો: હવે વધુ મૃત્યુ થશે નહીં ! ભારતીય વૈજ્ઞાનિકોએ મેલેરિયાની દવા શોધી કાઢી, પ્રાણીઓ પર ટ્રાયલ પૂર્ણ

સોફ્ટવેરથી મચ્છરનું મોનિટરિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ચોમાસા દરમિયાન મચ્છરોની ગીચતા બાબતે સ્પષ્ટ અને સચોટ આંકડા મળી રહે તે માટ એક સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે. જેના માટે મોબાઈલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. આથી સચોટ ડેટા મેળવી તેને આધારે પૃથ્થકરણ કરી શકાય. આ ઉપરાંત આરોગ્ય ભવન ખાતેની લેબોરેટરીને પણ અપગ્રેડ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">