અમદાવાદની લોટસ સ્કૂલ ફરી આવી વિવાદમાં, તોતિંગ ફી વધારાની દરખાસ્ત કરતા વાલીઓએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

|

Feb 26, 2024 | 5:41 PM

અમદાવાદની લોટસ સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. સ્કૂલ દ્વારા તોતિંગ ફી વધારો કરવાની દરખાસ્ત કરતા વાલીઓએ મુખ્યમંત્રીને પત્ર લખી આ સંદર્ભે ઘટતુ કરવા રજૂઆત કરી છે. એકસાથે 80 થી 100 ટકાના ફી વધારાની દરખાસ્ત કરતા વાલીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે.

અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલ લોટસ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. અગાઉ લેટ ફી મામલે વાલીઓને દંડવાના વિવાદમાં સપડાયા બાદ હવે લોટસ સ્કૂલે FRC માં 80 થી 100 ટકા જેટલો ફી માં વધારો કરવાની દરખાસ્ત કરતા વિવાદ સામે આવ્યો છે. શાળાએ શૈક્ષણિક વર્ષ 2023-24 કરતા 2024-25 ની ફી માં 15 થી 20 હજારની ફી વધારવામાં આવે એવી FRC માં દરખાસ્ત કરતા વાલીઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

ફી વધારા અંગે 45 થી વધુ વાલીઓએ CMને લખ્યો પત્ર

શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલ લોટ્સ સ્કૂલે 80 થી 100 ટકા ફી વધારાની FRC માં દરખાસ્ત કરી છે. હાલ લોટ્સ સ્કૂલમાં અલગ અલગ ધોરણ માટે 18 હજારથી 25 હજાર રૂપિયાની ફી લેવાઈ રહી છે. જો કે તેમાં એકસાથે 80 થી 100 ટકાનો વધારો શાળા સંચાલકોએ FRC માં માંગતા વાલીઓ ગરમાયા છે. શાળા દ્વારા આ ફી વધારો માંગવામાં આવ્યો છે. જેમાં FRC હિયરિંગ બાદ નિર્ણય લેવાશે. જો કે વાલીઓને ડર છે કે ભાવ વધારો અમલી થઈ જશે.

વાલીઓએ CMને લખેલ પત્ર

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

હાલ 18 હજાર ફી વસુલતી શાળાએ 40 હજાર ફી વધારો કરવાની દરખાસ્ત કરી

આ જ બાબતને ધ્યાને લઇ મુખ્યમંત્રીને 45થી વધુ વાલીઓના હસ્તાક્ષર સાથે પત્ર લખાયો છે. જેમાં માંગ કરાઈ છે કે જો શાળાની ફી 40 હજાર મંજુર કરાશે તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. વાલીઓના મુખ્યમંત્રીને પત્ર બાદ શાળા સંચાલકો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે અન્ય કોઈ CBSE શાળાની ફી આટલી ઓછી નથી હોતી. આ સિવાય તેમની શાળાએ છેલ્લા કેટલાક વર્ષોથી ફી વધારો ના કર્યો હોવાથી આટલો ફી વધારો માગવામાં આવ્યો છે. FRC જે ફી વધારો મંજુર કરશે એજ ફી અમે લઈશું.

 

શાળા દ્વારા કરાયેલી ફી વધારાની દરખાસ્ત

આ પણ વાંચો: અમદાવાદની ખ્યાતનામ શેઠ સી. એન વિદ્યાવિહાર શાળાના 111 વર્ષની કરાઇ ઉજવણી, 60ના દાયકાના વિદ્યાર્થીઓ રહ્યા હાજર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:39 pm, Mon, 26 February 24

Next Article