Ahmedabad : બેંકની જેમ પોસ્ટ વિભાગે પણ જાહેર કર્યો IFSC કોડ, ઓનલાઇન ટ્રાન્જેક્શન બનશે સરળ

|

May 27, 2022 | 9:26 AM

ભારતીય પોસ્ટ દ્વારા IFSC કોડ બહાર પાડ્યો છે. જેને કારણે ઇન્ડિયન ચેક પોસ્ટમાં ખાતું ધરાવતો ગ્રાહક NEFT અને RTGSની સુવિધાનો ઉપયોગ કરી શકશે.

Ahmedabad : બેંકની જેમ પોસ્ટ વિભાગે પણ જાહેર કર્યો IFSC કોડ, ઓનલાઇન ટ્રાન્જેક્શન બનશે સરળ
Indian Post (File Image)

Follow us on

જો તમે પોસ્ટમાં (Post) સેવિંગ એકાઉન્ટ ધરાવો છો. તો તમારે ઓનલાઇન ટ્રાન્જેકશનને (Online transaction) લઈને ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે ભારતીય પોસ્ટ વિભાગે પણ હવે બેંકની જેમ IFSC કોડ જાહેર કરી દીધો છે. તે પણ દરેક શાખા માટે એક જ કોડ જેની મદદથી પોસ્ટમાં સેવિંગ એકાઉન્ટ (Savings account) ધરાવતા ખાતા ધારક ગમે ત્યાંથી ઓછી વિગત સાથે ટ્રાન્જેક્શન કરી શકશે. આ પ્રકારે દરેક શાખામાં એક  IFSC કોડ હોય તેવુ માત્ર પોસ્ટ વિભાગ બન્યું છે.

પોસ્ટ વિભાગ પણ હવે ડીજીટલાઇઝેશન તરફ

ઇન્ડિયન પોસ્ટ ઓફિસમાં જો તમે ખાતું ધરાવતા હશો, તો હવે તમે પણ અન્ય બેન્કોની જેમ ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરી શકશો. કારણ કે ભારતીય પોસ્ટ દ્વારા IFSC કોડ બહાર પાડ્યો છે. જેને કારણે ઇન્ડિયન પોસ્ટમાં ખાતું ધરાવતો ગ્રાહક NEFT અને RTGSની સુવિધાનો ઉપયોગ કરી શકશે. કોરોના કાળ બાદ દેશમાં ઓનલાઇન ટ્રાન્જેકશનમાં ધરખમ વધારો નોંધાયો છે. જેને ધ્યાનમાં લઈને ભારતીય પોસ્ટ વિભાગ પણ હવે ડીજીટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. જેના ભાગરૂપે IFSC કોડ બહાર પાડવામાં આવ્યો છે.

અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે દરેક બેન્ક શાખામાં અલગ અલગ IFSC કોડ છે. જેની મદદથી વિવિધ બેન્કમાં ટ્રાન્જેક્શન કરી શકાય. જે યાદ રાખવામાં સમસ્યા રહેતી હતી. આ સમસ્યા દૂર કરવા અને અત્યાર સુધી પોસ્ટ ખાતા ધારકો માત્ર પોસ્ટમાં જ ટ્રાન્જેક્શન કરી શકતા હતા. તે સમસ્યા પણ દૂર કરવા માટે પોસ્ટ વિભાગ દ્વારા આ સુવિધા શરુ કરવામાં આવી છે. પોસ્ટ સેવિંગ ખાતા ધારક અન્ય બેન્કમાં ટ્રાન્જેક્શન કરી શકે માટે આ કોડ જાહેર કરાયાનું નવરંગપુરાના પોસ્ટ માસ્ટરએ જણાવ્યું. તો લોકોએ પણ આ સુવિધાને આવકારી હતી અને આ નવી સિસ્ટમથી પોસ્ટ બેન્કના વધુ ધક્કા નહિ ખાવા પડે તેવું પણ પોસ્ટ ખાતા ધારકે જણાવ્યું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

RBIની ગાઇડલાઈન મુજબ કરી શકાશે ઓનલાઇન ટ્રાન્જેકશન

પોસ્ટ ઓફિસનો ખાતાધારક વિનામૂલ્યે NEFT અને RTGS કરી શકશે. NEFT ટ્રાન્ઝેક્શન માટે ખાતા ધારકે નક્કી કરાયેલ ચાર્જ ચુકવવાનો રહેશે. સાથે જ NEFT સહિતના તમામ ટ્રાન્ઝેક્શન RBIની ગાઇડલાઈન મુજબ કરવાના રહેશે. એટલું જ નહીં પણ આ સુવિધાથી જે વીમા લઈએ છે જે પાકે તેમજ કોઈ સર્ટિફિકેટ પાકે તો તેની રકમ મેળવવા ચેકની પ્રોસેસ કરવી પડતી અને તેમાં સમય લાગતો હતો. જેને લઈને પણ નવી સિસ્ટમ પોસ્ટ બેન્ક ખાતામાં શરૂ કરાઇ છે. જેનાથી વીમા અને સર્ટિફિકેટની રકમ સીધી જ ખાતામાં જમા થઈ જશે. જે પોસ્ટ વિભાગનું IFSC કોડ સિવાયનું એક વધારાનું એડિશન છે. એટલે કે હવે પોસ્ટ ખાતા ધારકોને પોસ્ટમાં ટપાલ સેવા સિવાય બેન્કની સુવિધા, ATM સુવિધા અને હવે ઓનલાઇન ટ્રાન્જેક્શનની પણ સુવિધા મળી રહેશે. જેનાથી પોસ્ટના બેન્ક ખાતેદારોને સીધો લાભ થશે તેવું પોસ્ટ વિભાગનું માનવું છે.

Published On - 9:24 am, Fri, 27 May 22

Next Article