Ahmedabad: કુબેરનગર વોર્ડમાં પાછલી ચૂંટણીનું પરિણામ યથાવત રહ્યું, ગીતાબેન ચાવડા જ ફરી વિજેતા

|

May 07, 2022 | 1:09 PM

કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાણીએ પરિણામ સ્વીકાર્યું છે. પણ એમ કહ્યું થે કે મહિલાઓને પ્રાધાન્ય અપાય તો પુરુષોને કેમ નહીં. તેમણે એમ પણ કહ્યું કે અમે વકીલ સાથે વાત કરીને ઇલેક્શન કમિશનમાં રજુઆત કરીશું.

Ahmedabad: કુબેરનગર વોર્ડમાં પાછલી ચૂંટણીનું પરિણામ યથાવત રહ્યું, ગીતાબેન ચાવડા જ ફરી વિજેતા
Ahmedaad Corporation (File Image)

Follow us on

અમદાવાદ મહાનગરપાલિકામાં (AMC)2021માં યોજાયેલી ચૂંટણીમાં (Election) 23 ફેબ્રુઆરી થયેલી મતગણતરીમાં (Recounting) કુબેરનગર વોર્ડમાં (Kubernagar)વિજેતા ઉમેદવાર જગદીશભાઈ મોહનાણી અંગેની વિસંગતા ઉભી થયી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ બાદ આજે આ વોર્ડની પુન: મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં કુબેરનગર વોર્ડમાં પાછલી ચૂંટણીનું પરિણામ યથાવત રહ્યું છે. ગીતાબેન ચાવડાના પક્ષમાં ચૂંટણી પરિણામ આવ્યું છે. નિયમ પ્રમાણે ગીતાબેન ચાવડા જ વિજેતા ઘોષિત થશે. કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાણીએ પરિણામ સ્વીકાર્યું છે. પણ એમ કહ્યું થે કે મહિલાઓને પ્રાધાન્ય અપાય તો પુરુષોને કેમ નહીં. તેમણે એમ પણ કહ્યું કે અમે વકીલ સાથે વાત કરીને ઇલેક્શન કમિશનમાં રજુઆત કરીશું.

વર્ષ 2021માં અમદાવાદ મહાનગરપાલિકાની સત્તા ભાજપ પાસે આવી હતી. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ મોહનાણીને 23 ફેબ્રુઆરીએ મત ગણતરી કર્યા બાદ વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું હતું. પરંતુ 26 ફેબ્રુઆરી 2021ના સવારે જગદીશભાઈને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી. જેને લઈને જગદીશ મોહનાણીએ વાંધો ઉઠાવ્યો કે હાર થઈ તો પછી વિજેતા થયાનું પ્રમાણપત્ર શા માટે આપવામાં આવ્યું. જેને લઈ જગદીશભાઈ હાઇકોર્ટમાં ગયા હતા.

જો કે ત્યાં અરજી ફગાવતા ઉમેદવાર જગદીશ મોહનાણી સુપ્રીમ કોર્ટ ગયા જ્યાં સુપ્રીમ કોર્ટ દવારા પુનઃ મતગણતરી કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈ આજે એલ ડી એન્જીનીયરીંગ ખાતે પુનઃ મતગણતરી ફરીથી કરવા આદેશ આપ્યો હતો. જે મતગણતરીને લઈને અરજદાર જગદીશ મોહનાણીએ ન્યાય તંત્રની પ્રક્રિયા પર વિશ્વાસ મૂકી જે પરિણામ આવે તેને સ્વીકારવા જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મતગણતરીને લઈને શુક્રવારે સ્ટ્રોંગરૂમમાંથી ઇવીએમ એલ ડી કોલેજ લઈ જવાયા હતા. પોલીસના બંદોબસ્ત વચ્ચે ઇવીએમ લઈ જવાયા. જેથી ફરી કોઈ વિવાદ ઉભો ન થાય. આજે સવારથી કાઉન્ટિંગ ચાલી રહ્યું છે જેમાં જગદિશ મોહનાણી સતત આગળ ચાલી રહ્યા હતા પણ છેલ્લા કેટલાક રાઉન્ડમાં ગીતાબેન ચાવડા આગળ નીકળી ગયા હતા. છઠ્ઠા રાઉન્ડ સુધી જગદીશ મોહનાણીની લીડ સતત વધી રહી હતી પણ સાતમાં રાઉન્ડથી ગીતાબેન ચાવડા ધીમ ધીમે આદળ આવવા લાગ્યાં હતાં અને અંતે તમામ લીડ કાપીને છેલ્લે જગદીશ મોહનાણીથી આગળ નીકળી ગયાં હતાં.

Next Article