Ahmedabad : કૃષ્ણનગર પોલીસે રખડતા ઢોરના કારણે થયેલા મૃત્યુના કેસમાં ફરિયાદ દાખલ કરી

|

Oct 04, 2022 | 5:57 PM

અમદાવાદમાં(Ahmedabad) રસ્તે રખડતાં ઢોરના(Stray Cattle) કારણે એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો,આ ઘટનાને લઈ કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવવધનો ગુનો(Crime)  નોંધ્યો છે

Ahmedabad : કૃષ્ણનગર પોલીસે રખડતા ઢોરના કારણે થયેલા મૃત્યુના કેસમાં ફરિયાદ દાખલ કરી
Ahmedabad Youth Died due to stray cattle

Follow us on

અમદાવાદમાં(Ahmedabad) રસ્તે રખડતાં ઢોરના(Stray Cattle) કારણે એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો,આ ઘટનાને લઈ કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવવધનો ગુનો(Crime)  નોંધ્યો છે. ગુજરાત માં પ્રથમ વખત ઢોરના કારણે થયેલા અકસ્માત માં જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જો કે રખડતાં ઢોરને લીધે થયેલ યુવકના મોત પાછળ જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા પરિવાની માંગ છે. નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરએ અડફેડે લેતા મોત નીપજ્યું..આ છે ભાવિન પટેલનો પરિવાર જે 29 સપ્ટેમ્બરના રોજ ઘરમાં ખુશીનો માહોલ હતો કારણકે ભાવિન પટેલને ટોરેન્ટપાવર કંપનીમાં બેસ્ટ કર્મચારી તરીકે એવોર્ડ પસંદગી થઈ હતી..ઘરની ખુશીઓ ગણત્તરીની ક્ષણોમાં માતમ માં ફેરવાઈ ગઈ કારણકે ભાવિન પટેલ એવોર્ડ માટેના ડોક્યુમેન્ટના ઝેરોક્ષ કાઢવા ઘરની બહાર નીકળ્યા હતા.ૉ

AMC ના જવાબદાર  અધિકારી અને પશુના માલિક વિરુદ્ધ આઈપીસી 304 મુજબનો ગુનો નોંધ્યો

જ્યારે મનોહરવીલા ચાર રસ્તા નજીક જ એક રખડતાં ઢોરએ બાઇક ચાલક ભાવિન પટેલને અડફેડે લીધા અને માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ થતા તેઓનું સારવાર હેઠળ મોત નીપજ્યું..જેમાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની..ત્યારે મૃતકના પરિવાજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMC ના જવાબદાર  અધિકારી અને પશુના માલિક વિરુદ્ધ આઈપીસી 304 મુજબનો ગુનો નોંધ્યો છે.

નવા નરોડા વિસ્તારમાં રખડતાં ઢોર જોવા મળ્યા હતા

રખડતા ઢોરના કારણે એક માતાએ લાડક વાયો ગુમાવ્યો તો પત્નીએ જીવન સાથીનો સાથ ખોયો છે. આ મહિલાઓના આસું સુકાઈ નથી રહ્યા હાલ આ પરિવાર ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે..કોર્ટએ પણ આ પરિવારને વેદના સાંભળીને તંત્ર અને પશુના માલિક વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપતા કૃષ્ણનગર પોલીસે માનવવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે આ ધટના બાદ પણ નવા નરોડા વિસ્તારમાં રખડતાં ઢોર જોવા મળ્યા હતા .

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

આ સમગ્ર ઘટનાનામાં સીસીટીવીએ ઢોર ના માલિક અને તંત્રની પોલ ખોલી દીધી છે..હાઇકોર્ટની અનેક ફટકાર બાદ પણ AMC ઘોર નિંદ્રામાં છે.અને રસ્તે રખડતાં પશુઓ ને પાંજરે પૂરવાની કામગીરી ફક્ત કાગળ પર જ રાખી છે..આ પરિવાર પણ જવાબદાર લોકો સામે પગલાંની માંગ કરી રહ્યા છે..ત્યારે પોલીસ કાર્યવાહી કરીને પરિવારને ન્યાય અપાવે છે કે કેમ તે જોવાનું રહ્યું.

Published On - 5:52 pm, Tue, 4 October 22

Next Article