Ahmedabad: પતંગ ચગાવવાની મજા બની સજા, 8 વર્ષના બાળકનું ધાબેથી પટકાતા મોત

|

Dec 12, 2022 | 11:50 PM

8 વર્ષના બાળક ફ્લેટના ધાબેથી નીચે પટકાતા તેનું કરૂણ મૃત્યુ થયું હતું અને તેના પરિવારજનો પોતાના વ્હાલસોયા દીકરાના અવસાનથી શોકગ્રસ્ત થઈ ગયા છે. ત્યારે આ ઘટના દ્વારા એ જ સંદેશ આપવાનો પ્રયત્ન છે કે તહેવારોની ઉજવણી સુરક્ષિત કરો, જેથી જાનહાનિની ઘટના ન બને.

Ahmedabad: પતંગ ચગાવવાની મજા બની સજા, 8 વર્ષના બાળકનું ધાબેથી પટકાતા મોત
પતંગ ચગાવવાની મજા બની સજા, 8 વર્ષના બાળકનું ધાબેથી પટકાતા મોત (સાંકેતિક ફોટો)

Follow us on

હવે ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ધાબા પર કે ઉંચાઈ ઉપર ખુલ્લી જગ્યામાં પતંગ ચગાવતા તેમજ રસ્તા પર વાહન ચલાવતી વખેત ખાસ ધ્યાન રાખવું પડે તેવી પરિસ્થિતિ આવી પહોંચી છે. ખાસ તો જો તમારા ઘરમાં નાનું બાળક હોય અને તે પતંગ ચગાવવા એકલું જ ધાબા ઉપર જતું હોય તો આી પરિસ્થિતિમાં તેની સાથે રહેવું જરૂરી છે. આવી જ એક ઘટના સાબરમતી વિસ્તારમાં બની છે. જ્યાં એક 8 વર્ષના બાળક ફ્લેટના ધાબેથી નીચે પટકાતા તેનું કરૂણ મૃત્યુ થયું હતું અને તેના પરિવારજનો પોતાના વ્હાલસોયા દીકરાના અવસાનથી શોકગ્રસ્ત થઈ ગયા છે. ત્યારે આ ઘટના દ્વારા એ જ સંદેશ આપવાનો પ્રયત્ન છે કે તહેવારોની ઉજવણી સુરક્ષિત કરો જેથી જાનહાનિની ઘટના ન બને.

પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો

ઉતરાયણના પર્વને હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે અને આ તહેવારમાં ખાસ તો બાળકો પતંગ દોરી માટે દોડાદોડ કરતા હોય છે અને પતંગ ચગાવવાની મસ્તીમાં મશગુલ બની જતા હોય છે અને આવા સમયે દોરી વાગવા તેમજ ધાબેથી પડી જવા જેવા બનાવો પણ બનતા હોય છે. જેમાં કેટલાકે જીવ ગુમાવવાનો વારો આવે છે. અને આવો જ એક બનાવ ઉતરાયણ ના એક મહિના પહેલા સાબરમતી વિસ્તારમાં બન્યો છે કે જ્યાં સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડી કેબિન વિસ્તારમાં પતંગ ચગાવતી વખતે એક 8 વર્ષનો બાળક પાંચમાં માળે રહેલ ટાંકી પરથી નીચે પાર્કિંગ માં પટકાયો અને તેનું તેમાં મોત નિપજ્યુ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સાબરમતી વિસ્તારના ડી કેબિન પાસે સામર્થ્ય સ્ટેટ્સમાં રહેતા ધાણાની પરિવારમાં માત પિતા અને બે બહેનો સાથે 8 વર્ષનો મિતાંશું લાડકોડથી રહેતો હતો. તે સાંજના સમયે પતંગ ચગાવવા ગયો હતો અને પતંગ ચગાવવામાં મશગૂલ એવા મિતાંશુનું ધ્યાન ન રહેતા તે ટાંકી પરથી નીચે પાર્કિંગમાં પટકાયો હતો. જોકે તેની બહેન નીચે જ હોવાથી તેણે ભાઇને પડતો જોયો હતો. મળતી માહિતી પ્રમાણે બાળક પડ્યા બાદ ઉભો પણ થયો હતો અને તેની બહેન તેને એક્ટિવા ઉપર લઈ ગઈ હતી. જોકે પછી તેઓ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો હતો.

Next Article