Ahmedabad: કેજરીવાલ અને ભગવત માને શાહિબાગ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યાં

Ahmedabad: કેજરીવાલ અને ભગવત માને શાહિબાગ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 12:25 PM

બીએપીએસ સંસ્થા દ્વારા શાહિબાગ સ્વામિનારાયણ મંદિરમાં પહેલાંથી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત બંને નેતાઓની સુરક્ષા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસ પણ ખાસ ધ્યાન રાખી રહી છે. બંને નેતા મંદિરમાં દર્શન કર્યા બાદ ફરી હોટલ પર જવા રવાના થયા હતા.

દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) અને પંજાબ (Punjab) ના મુખ્યમંત્રી ભગવંત માન (Chief Minister Bhagwant Man) આજે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યાં હતાં. બંને નેતાઓ તાજ હોટેલથી સવારે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જવા રવાના થયા હતા અને સીધા શાહીબાદ ખાતે આવેલા સ્વામિનારાયણ (Swaminarayan) મંદિરે પહોંચ્યા હતા. જ્યાં બંનેએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતાં. શાહીબાગ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. કાર્યકરો દ્વારા બુકે આપીને બંને નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બીએપીએસ સંસ્થા દ્વારા શાહિબાગ સ્વામિનારાયણ મંદિરમાં પહેલાંથી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત બંને નેતાઓની સુરક્ષા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસ પણ ખાસ ધ્યાન રાખી રહી છે. બંને નેતા મંદિરમાં દર્શન કર્યા બાદ ફરી હોટલ પર જવા રવાના થયા હતા.

આજે સાંજે 6 વાગ્યે આ બંને નેતા દિલ્હી જવા રવાના થવાના છે. આ પહેલાં આ બંને નેતાઓ ગુજરાતના આપના નેતાઓ સાથે બેઠક કરવાના હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂટણી વિશેની ચર્ચા કરશે. તેઓ રાજ્યમાં વધુમાં કાર્યકરો સુધી પહોંચવા શું કરવું? તે માટેની ચર્ચા કરવાની સાથે લોકોસંપર્ક વધારવા માટે શું કરવું તેનું માર્ગદર્શન આપશે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે લોકસંપર્ક વધારવા માટે જ આમ આદની પાર્ટીના આ નેતા મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે અને તેના દ્વારા તેના અનુયાયીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.08 અને ડિઝલ 97.35 રૂપિયે લીટર પર પહોંચ્યું

આ પણ વાંચોઃ Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી

g clip-path="url(#clip0_868_265)">