Ahmedabad: બે વર્ષ બાદ કાવડયાત્રાનું આયોજન, 2500 કાવડિયાઓ પગપાળા યાત્રા પર નીકળ્યા

|

Jul 31, 2022 | 1:13 PM

કોરોના કાળના (coronavirus pandemic) બે વર્ષ બાદ કાવડયાત્રા યોજાતા કાવડિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા 8 વર્ષથી કાવડ યાત્રા યોજવામાં આવે છે.

Ahmedabad: બે વર્ષ બાદ કાવડયાત્રાનું આયોજન, 2500 કાવડિયાઓ પગપાળા યાત્રા પર નીકળ્યા
Ahmedabad kavad yatra

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) શ્રાવણ માસ નિમિતે કાવડયાત્રા યોજાઈ. શહેરના અમરાઇવાડીથી કાવડયાત્રાને (kavad yatra) પ્રસ્થાન કરવામાં આવી હતી. 2500 કાવડિયાઓ કાવડમાં ગંગાજળ લઇ પગપાળા યાત્રા પર નીકળ્યા છે.કાવડિયાઓની યાત્રા ગાંધીનગર અમરનાથ ધામ પહોંચશે. અમરનાથમાં(Amarnath)  બાર જ્યોતિર્લિંગ પર જળાભિષેક કરવામાં આવશે. કોરોના કાળના (coronavirus pandemic) બે વર્ષ બાદ કાવડયાત્રા યોજાતા કાવડિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા 8 વર્ષથી કાવડ યાત્રા યોજવામાં આવે છે.

જાણો કાવડ યાત્રાનો ઇતિહાસ

શ્રાવણ મહિનો શરૂ થતા વ્રત ઉપવાસની સાથે કાવડયાત્રા કરવાનું અનેરૂ માહાત્મય છે. કેસરિયા વસ્ત્રો પહેરેલા શિવભક્તો ગંગાનું પવિત્ર પાણી લઇને તે જળ શિવલિંગ પર ચઢાવે છે. જેઓ કાવડિયાના નામે ઓળખાય છે. છેલ્લા બે દાયકામાં કાવડ યાત્રાની લોકપ્રિયતા ઘણી વધી છે. પરંતુ શું તમે જાણો છો કે કાવડ યાત્રાનો ઇતિહાસ શું છે ?

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કેટલાક વિદ્વાનોનુ માનીએ તો સૌ પ્રથમ કાવડિયા ભગવાન પરશુરામ હતા. તેઓ ઉત્તર પ્રદેશના બાગપત પાસે આવેલા પુરા મહાદેવના મંદિરે કાવડ લઈને ગયા હતા અને ગંગાજળનો અભિષેક કર્યો હતો.પરશુરામ આ પ્રાચીન શિવલિંગ પર જળાભિષેક કરવા માટે ગઢમુક્તેશ્વરથી ગંગાજળ લાવ્યા હતા. આજે પણ આ પરંપરાનું પાલન કરતા શ્રાવણ મહિનામાં લોકો ગઢમુક્તેશ્વરથી જળ લાવીને મહાદેવ ઉપર અભિષેક કરે છે.

 

Next Article