Ahmedabad: SVPI એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી, નિષ્ણાંત ટ્રેનર દ્વારા યોજાયો વર્કશોપ

|

Sep 24, 2022 | 5:58 PM

Ahmedabad: SVPI એરપોર્ટ પર આંતરરાષ્ટીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. કાનથી દિવ્યાંગ લોકોને એરપોર્ટ પર મુસાફરીનો શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવી, આ સાથે જ એરપોર્ટ પરના ફ્રન્ટલાઈન વર્કર્સ સાંકેતિક ભાષા દ્વારા સીધો સંવાદ સાધી શકે તે આ સેમિનારનો મુખ્ય હેતુ હતો.

Ahmedabad: SVPI એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી, નિષ્ણાંત ટ્રેનર દ્વારા યોજાયો વર્કશોપ

Follow us on

અમદાવાદ (Ahmedabad)ના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI Airport) પર 23મી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા (Sign Language)ના દિવસની ઉજવણી કરવામાં આવી. કાનથી દિવ્યાંગજનોને એરપોર્ટ પર મુસાફરીનો શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવી. સાથે જ એરપોર્ટ પરના ફ્રન્ટલાઇન વર્કર્સ સાંકેતિક ભાષા દ્વારા સીધો સંવાદ સાધી શકે તે આ સેમિનારનો મુખ્ય હેતુ હતો. દિવ્યાંગજનોને સમર્પિત વર્કશોપમાં ગ્રાહક સેવા અધિકારીઓ, સુરક્ષા એજન્સીઓ, એરલાઈન્સ, હાઉસકીપિંગ, પાર્કિંગ મેનેજમેન્ટ અને અન્ય ફ્રન્ટલાઈન હિતધારકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

અમદાવાદ સ્થિત બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના નિષ્ણાત ટ્રેનરોએ વર્કશોપનું સંચાલન સંભાળ્યું હતું. એરપોર્ટ પર દિવ્યાંગ મુસાફરો સામાન્ય પ્રશ્નોત્તરી કરી શકે તે માટે સાંકેતિક ભાષામાં તાલીમ આપવામાં આવી. પ્રશિક્ષકોએ સામાન્ય વાતચીતની પ્રેક્ટિસ માટે આંગળીના ઈશારા તેમજ સાંકેતિક ભાષાની મૂળભૂત બાબતોને આવરી લીધી હતી.

એરપોર્ટ પર વ્હીલચેર કાઉન્ટર ઉભુ કરવામાં આવ્યુ

SVPI એરપોર્ટ મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવ અને સગવડોમાં ઉત્તરોત્તર વધારા માટે સતત પ્રયત્નશીલ છે. મુસાફરોની સરળતા માટે ડોમેસ્ટિક ડ્રોપ ઓફ પોઈન્ટ નજીક એક ખાસ વ્હીલચેર કાઉન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે. જેનો લાભ લેતા મુસાફરો ભારોભાર પ્રસંશા કરી રહ્યા છે. મુસાફરોને ટર્મિનલમાં સરળતાથી પ્રવેશ મળી રહે, ચેક ઇન, ઇમિગ્રેશનમાં કે ફ્લાઇટના બોર્ડિંગમાં પ્રાથમિકતા મળે તે સુનિશ્ચિત કરવા એરપોર્ટની ટીમ ખડેપગે રહે છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત પહેલ ‘ડેસ્ક ઑફ ગુડનેસ’ પણ શરૂ કરવામાં આવી હતી, જે ગુડનેસ ચેમ્પિયન્સ મદદની જરૂર હોય તેવા મુસાફરોને ઓળખી તેમના સુધી પહોંચી શકે છે. અમદાવાદ એરપોર્ટ પર સુલભ પાર્કિંગ અને ડ્રોપ/પિક અપ પોઈન્ટ, સુલભ માર્ગ, બિલ્ડિંગમાં પ્રવેશ, રેમ્પ, હેન્ડ્રેલ્સ, સુલભ શૌચાલય, સંકેતિક બેનર્સ, લો ફ્લોર બસ અને એવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે.

SVPI એરપોર્ટ પર બધિર મુસાફરો સાંકેતિક ભાષા દ્વારા સીધો સંવાદ સાધી શકે તે હેતુથી આ સેમિનાર યોજાયો હતો. જેમા સામાન્ય વાતચીતની પ્રેકટિસ માટે આંગળીના ઈશારા તેમજ સાંકેતિક ભાષાની મૂળભૂત બાબતોને આવરી લેવાઈ હતી.

Next Article