Ahmedabad: વિધાનસભા ચૂંટણી વચ્ચે ગુજરાતમાં ડ્રગ્સની ઘૂષણખોરી, મહિલા દ્વારા કરાતી હતી ડ્રગ્સની હેરાફેરી

|

Nov 29, 2022 | 5:10 PM

અમદાવાદમાં (Ahmedabad) દારૂ માટેનો બદનામ વિસ્તાર છારાનગર હોવાનું માનવામાં આવે છે. અહીં દારૂની ફેકટરીઓ તો ધમધમે છે. પણ હવે આ વિસ્તારમાં દારૂની સાથે ડ્રગ્સનું વેચાણ પણ શરૂ થયું છે. અહીં ડ્રગ્સ મળતું હોવાની બાતમી મળતા જ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી લીધી.

Ahmedabad: વિધાનસભા ચૂંટણી વચ્ચે ગુજરાતમાં ડ્રગ્સની ઘૂષણખોરી, મહિલા દ્વારા કરાતી હતી ડ્રગ્સની હેરાફેરી
ચૂંટણીના માહોલ વચ્ચે ડ્રગ્સની હેરાફેરી થતી હોવાનું પકડાયુ

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે એક તરફ ગુજરાતમાં દારુની ખેપ થતી હોવાનું સામે આવી રહ્યુ છે. તો બીજી તરફ હવે ડ્રગ્સનું વેચાણ થતુ હોવાનું સામે આવી રહ્યુ છે. અમદાવાદમાં દારૂ માટેનો બદનામ વિસ્તાર છારાનગર હોવાનું માનવામાં આવે છે. અહીં દારૂની ફેકટરીઓ તો ધમધમે છે. પણ હવે આ વિસ્તારમાં દારૂની સાથે ડ્રગ્સનું વેચાણ પણ શરૂ થયું છે. અહીં ડ્રગ્સ મળતું હોવાની બાતમી મળતા જ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી લીધી. આરોપી મહિલા પાસેથી 14 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો.

ડ્રગ્સની હેરાફેરી માટે મહિલાને રોજ મળતા હતા હજારો રુપિયા

છારાનગરમાં રહેતી અફસાના બાનુ શેખ હાલ એસ.ઓ.જી ક્રાઇમની કસ્ટડીમાં છે. તેને તાજેતરમાં જ એસઓજી ક્રાઇમે એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે. આરોપી મહિલા ઘરમાંથી લીસે 1.41 લાખનું 14 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે લીધુ. આરોપી મહિલા બે વર્ષથી ઘરે બેસીને જ ડ્રગ્સની પડીકીઓ વેચતી હતી. તેની પાસે રોજના આઠથી દસ ગ્રાહકો આવતા અને ડ્રગ્સની પડીકીઓ લઈ જતાં હતાં. દરરોજના બાંધેલા ગ્રાહક ડ્રગ્સની પડીકી લઈ જતાં હોવાનું સામે આવ્યું છે. જેમાં આ મહિલા 5થી 10 હજાર રૂપિયા કમાતી. આરોપી મહિલાએ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે થઈને આ ડ્રગ્સનો ધંધો ચલાવે છે.

અન્ય કેટલા લોકોની સંડોવણી તે જાણવા પોલીસની કવાયત

એસઓજી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ કરી તો આ ડ્રગ્સ મહિલા આરોપીને કિશુ ઉર્ફે કાણીયા નામનો વ્યક્તિ આપતો હતો. જે આરોપીની હાલ શોધખોળ શરૂ કરાઇ છે. તો આરોપી મહિલાની સાથે આ વિસ્તારમાં ડ્રગ્સ વેચનાર અન્ય કેટલા લોકો છે તેની પણ તપાસ શરૂ કરાઇ છે. ત્યારે બીજી બાજુ મહિલા છેલ્લા બે વર્ષથી ડ્રગ્સની પડીકીઓ બનાવી વેચી રહી છે પોતે ડ્રગ્સનો નશો નથી કરી રહી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોલીસની કામગીરીથી એક વાત સ્પષ્ટ છે કે દારૂની ફેક્ટરીઓ વચ્ચે હવે અહીં ડ્રગ્સનો કાળો કારોબાર પણ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે અહીંના વિસ્તારમાંથી દારૂ ન પકડતી પોલીસ વધુને વધુ પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી નશાની દુનિયા સાફ કરી શકે છે કે કેમ તે સવાલ છે.

Published On - 5:10 pm, Tue, 29 November 22

Next Article