Ahmedabad : ગોમતીપુર અને દુધેશ્વર વિસ્તારમાં કેટલીક ચાલીની હાલત બેહાલ, ચોમાસા સિવાય અન્ય ઋતુમાં પણ સમસ્યા અપાર

|

Jul 21, 2021 | 12:19 PM

કેટલીક સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે અને તે છે ગટરના પાણી બેક મારવા તેમજ પીવાના ખરાબ પાણી આવવા અને ગંદકી થવી. તેમાં પણ ચોમાસા દરમિયાન આ હાલાકી વધુ વિકરાળ બને છે.

Ahmedabad : ગોમતીપુર અને દુધેશ્વર વિસ્તારમાં કેટલીક ચાલીની હાલત બેહાલ, ચોમાસા સિવાય અન્ય ઋતુમાં પણ સમસ્યા અપાર
દુધેશ્વર વિસ્તાર

Follow us on

શહેરમાં ચોમાસું (Monsoon) હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, કેટલીક સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે અને તે છે ગટરના પાણી બેક મારવા તેમજ પીવાના ખરાબ પાણી આવવા અને ગંદકી થવી. તેમાં પણ ચોમાસા દરમિયાન આ હાલાકી વધુ વિકરાળ બને છે. આવી જ કઈંક હાલત હાલમાં ગોમતીપુર અને દુધેશ્વર વિસ્તારની કેટલીક ચાલીઓની છે.

ગોમતીપુર વિસ્તારની જો વાત કરીએ તો રાજપુર ગોમતીપુર વિસ્તારમાં નટવર વકીલની ચાલી છે. જ્યાં સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારથી મેટ્રોનું કામ શરૂ થયું છે, ત્યારથી તેમની ચાલીમાં વરસાદી પાણી ભરાવવા લાગ્યા છે. તો સાથે જ ગટરોના પાણી બેક મારવા તેમજ પીવાના પાણી ખરાબ આવતા હોવાના પણ સ્થાનિકોને આક્ષેપ છે. સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે સમગ્ર મામલે તેઓએ જરૂરી વિભાગ અને અધિકારીઓને જાણ કરી છે, પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું.

સાથે જ ગોમતીપુરમાં આવેલ જીવરામ ભટ્ટની ચાલીના રહીશોના પણ આક્ષેપ છે. ચાલીના રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી તેમની ચાલી પ્રત્યે AMC દ્વારા યોગ્ય ધ્યાન નથી અપાઈ રહ્યું. જ્યાં ગટરોના પાણી બેક મારવા અને પીવાના પાણી ખરાબ આવવાની સમસ્યા છે. જેના કારણે ચાલીમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. જેની સ્થાનિકોએ કોર્પોરેટર સહિત તમામને રજુઆત પણ કરી છે. જોકે રજુઆત છતાં કોઈ નિકાલ નહીં આવતા સ્થાનિકોએ સમસ્યા દૂર થવાની રાહ જોઈ રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ સમસ્યાને લઈને જ્યારે સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખને પૂછવામાં આવ્યું તો તેઓએ તેમનો વિસ્તાર કોંગ્રેસનો ગઢ છે, તેથી તેમના વિસ્તાર પ્રત્યે રાજનીતિ રમતા હોવાનું તેમજ મેટ્રોના કામને લઈને ગટર અને ડ્રેનેજ લાઈનો તોડી નખાતા સમસ્યા સર્જાય હોવાનું જણાવી રહ્યા છે. પોતાના તરફથી તમામ પ્રયાસ કરતા હોવાનું જણાવી AMC સમસ્યા દૂર નહીં કરતા હોવાના આક્ષેપ કર્યા. તો આ તરફ મેયર દ્વારા શહેરીજનોની તમામ સમસ્યા પર ધ્યાન આપી સમસ્યા દૂર કરવામાં આવતી હોવાના દાવા કર્યા.

દુધેશ્વર વિસ્તારમાં આવેલ રામલાલનો ખાડાની ચાલીમાં પણ ગોમતીપુરની ચાલી જેવી સમસ્યા છે. એટલે કે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય તમામ જગ્યા પર પરિસ્થિતિ હાલમાં એક બની રહી છે અને તેનું કારણ છે ગટરો બ્લોક થવી અને ગટરો અને પીવાના પાણી ભેગા થવા.

દુધેશ્વરમાં આવેલ રામલાલના ખાડાના રહીશોનો આક્ષેપ છે કે, છેલ્લા ઘણા સમયથી તેમની ચાલીમાં AMC દ્વારા ધ્યાન નથી અપાતું અને તેમાં પણ બે મહિનાથી ચાલીમાં સમસ્યા વધુ વકરી છે. ચોમાસાના કારણે તમામ સ્થળે હાલત વધુ બેહાલ બને છે. ચાલીમાં ગટરના પાણી બેક મારવા અને પીવાના પાણી ખરાબ આવવા તેમજ શૌચાલય ચોકઅપ અને ખરાબ હોવાની સમસ્યા છે. જેના કારણે રોગચાળાનો ભય છે તો ઇલેક્ટ્રિક કંપની દ્વારા યોગ્ય કામગીરી નહી હોવાને લઈને સ્થાનિકોને ઇલેક્ટ્રિક કરંટ લાગવાનો પણ ભય સતાવી રહ્યો છે.

મહત્વનું છે કે દુધેશ્વર વિસ્તારમાં ધારાસભ્ય કોંગ્રેસના જ્ઞાસુદીન શેખ છે. ધારાસભ્યએ AMC ને અનેક રજુઆત કરી હોવાનું તેમજ પોતે પ્રજાના એક પ્રતિનિધિ હોવાથી પ્રજાની સમસ્યા દૂર કરવા ખાતરી આપી. ત્યારે સવાલ એ થાય છે કે શું ખરેખર AMC દ્વારા આ વિસ્તારને લઈને ધ્યાન અપાઈ રહ્યું છે અને જો ધ્યાન અપાય છે તો સમસ્યા કેમ સામે આવે છે. શું કોંગ્રેસના કોર્પોરેટર અને ધારાસભ્યોના આક્ષેપ સાચા છે. શહેરીજનોની સમસ્યા દૂર કરી તેઓને સુવિધા આપી શકાય, જે AMC અને પ્રજાના પ્રતિનિધિની પહેલી ફરજ છે.

Next Article