Ahmedabad : મધ્ય પ્રદેશના IB અધિકારીએ પૂર્વ પત્નીની કરાવી હત્યા, પોલીસે આ રીતે ભેદ ઉકેલ્યો

|

Aug 06, 2022 | 8:44 PM

વેજલપુર(Vejalpur) પોલીસે પ્રાથમિક તબક્કે અલગ અલગ થીયરી તપાસ કરતા સોસાયટીમાંથી પસાર થતા બે શકમંદો નજરે પડ્યા ત્યારબાદ અલગ-અલગ સીસીટીવી ફૂટેજ આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે વાહનના આધારે આરોપીને પકડવા ટીમ તેલંગાણા રવાના કરી છે.

Ahmedabad : મધ્ય પ્રદેશના IB અધિકારીએ પૂર્વ પત્નીની કરાવી હત્યા, પોલીસે આ રીતે ભેદ ઉકેલ્યો
Ahmedabad Women Murder Accused Arrested

Follow us on

અમદાવાદના(Ahmedabad) વેજલપુર(Vejalpur)વિસ્તારમાં આવેલ આ છે શ્રીનંદનગર વિભાગ -2. તાજેતરમાં એફ બ્લોકના એક કાનમાંથી મહિલાનો મૃતદેહ (Murder)મળી આવ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માતે મોત નોંધી આ અંગે તપાસ શરૂ કરતાં ડોક્ટરના રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાનું ફલિત થયું. જેને પગલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ મહિલાની હત્યા કરનારા શખ્સોને પકડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી પોલીસે પ્રાથમિક તબક્કે અલગ અલગ થીયરી તપાસ કરતા સોસાયટીમાંથી પસાર થતા બે શકમંદો નજરે પડ્યા ત્યારબાદ અલગ-અલગ સીસીટીવી ફૂટેજ આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે વાહનના આધારે આરોપીને પકડવા ટીમ તેલંગાણા રવાના કરી છે.

મનિષાબેનનું કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાનિંગ કરવામાં આવ્યો

જેમાં પોલીસે પલ્સર બાઈક ક્યાંથી ખરીદયુ હતું તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે ભાડેથી વાહન આપતા વેપારી પાસેથી આ વાહન ભાડે થી લેવામાં આવ્યું હતું . જેમાં ખલીલુદ્દીન સૈયદે નામના વ્યક્તિએ વાહન ભાડેથી લીધું હોવાથી પોલીસે તેને તપાસ કરતા હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો. જેમાં ઝોન 7 એલસીબી ટીમે ખલીલઉદ્દીન સૈયદની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી કે મૃતક મનિષાબેનના પતિએ હત્યા અંગે કાવતરું ઘડ્યું હતું અને ખલીલઉદ્દીન સાથે જૂનો પરિચય હોવાથી મનિષાબેનના પતિ એજ આ કામ તેમને સોંપ્યું હતું. મહત્વનું છે કે મૃતક મનિષાબેનના પતિ ઈન્ટેલિજન્ટ બ્યુરોમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને પારિવારિક તકરારના કારણે મનિષાબેનનું કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાનિંગ કરવામાં આવ્યો હતો. મનિષાબેનના પતિ છેલ્લા દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે.

ખલીલઉદ્દીને પત્ની મનીષાબેનનું કાસળ કાઢી નાખવા કહ્યું હતું

જેમાં મૃતક મનીષાબેનના પતિએ પોતાના કામ કઢાવવા માટે 15000 રૂપિયા પણ આપ્યા હોવાનું આરોપી ખલીલઉદ્દીનની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું. જોકે આ હત્યા કરવા પાછળ કારણ શું હોય તે અંગે પોલીસે તપાસ કરતા ખલીલઉદ્દીને કબૂલ્યું હતું કે બંને વચ્ચે ચાલતા પારિવારિક તકરારનો અંત લાવવા ખલીલઉદ્દીને પત્ની મનીષાબેનનું કાસળ કાઢી નાખવા કહ્યું હતું. જેના કારણે ખલિલુદીન બે સાગરીતો સાથે દસ દિવસથી અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં મનીષાબેનની રેકી કરી તમામ ગતિવિધિથી પરિચિત થઈ હત્યાને અંજામ આપ્યો હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

હાલ તો હત્યા અને ગુનાહિત ષડયંત્રના કેસમાં ચાર આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાંથી એક જ આરોપી તેલંગાણા થી પકડાયો છે. જ્યારે મૃતક મહિલાના પતિ ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા અને હત્યામાં સંડોવાયેલ સતીશ અને જાવેદ નામના બંને શખ્સોની પોલીસ ધરપકડ કરી વધુ ખુલાસા હત્યા કેસમાં કરશે.

Published On - 8:43 pm, Sat, 6 August 22

Next Article