Ahmedabad : પવિત્ર શ્રાવણ માસની થઇ શરૂઆત, ચકુડિયા મહાદેવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા ઉમટ્યા ભક્તો
ભક્તો શિવની (Bhagvan Shiv) ભક્તિ કરવા માટે વિવિધ શિવાલયોમાં ઉમટી રહ્યા છે. જેના કારણે આજથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના વિવિધ શિવ મંદિર વહેલી સવારથી જ 'ઓમ નમ: શિવાય' અને 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા.
Ahmedabad : હિન્દૂ ધર્મમાં શ્રાવણ માસનું (Shravan 2023) ખૂબ મહત્વનો હોય છે. શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ભક્તો શિવની (Bhagvan Shiv) ભક્તિ કરવા માટે વિવિધ શિવાલયોમાં ઉમટી રહ્યા છે. જેના કારણે આજથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના વિવિધ શિવ મંદિર વહેલી સવારથી જ ‘ઓમ નમ: શિવાય’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા.
ચકુડિયા મહાદેવ મંદિરમાં ઉમટ્યા ભક્તો
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોટા શિવ મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. પૂર્વમાં રખિયાલમાં આવેલાં ચકુડિયા મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. ચકુડિયા મહાદેવ મંદિરમાં 20 ફૂટ કરતા ઊંચું શિવલિંગ આવેલું છે, તેમજ 12 જ્યોતિર્લિંગ પણ આવેલા છે. જેથી 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તો મંદિર સંચાલકો દ્વારા ભક્તોને હાલાકી ન પડે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ દિવસે વિશેષ પૂજા પણ રાખવામાં આવી છે.
શિવ મંદિરોમાં ભક્તોની કતાર
કહેવાય છે કે શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો આખા વર્ષનું ફળ ભક્તને મળે છે. સાથે જ શ્રાવણ માસમાં દાનનું પણ મહત્વ રહેલુ છે. શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે. આજે વહેલી સવારથી જ ચકુડિયા મહાદેવ મંદિર પહોંચીને ભક્તોએ ભગવાન શિવની પૂજા કરી. વહેલી સવારથી જ મંદિરમાં ભગવાનના શિવના દર્શન કરવા માટે ભક્તોની કતારો જોવા મળી હતી. સાથે જ ભક્તો દ્વારા મંદિરમાં શિવલિંગને દુગ્ધાભિષેક અને જળાભિષેક કરવામાં આવ્યો. સાથે જ બિલ્વ પત્ર પણ ચઢાવીને પૂજા કરવામાં આવી હતી.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો