Ahmedabad : હેરિટેજ થીમ પર નિર્મિત લાલ દરવાજાના નવા AMTS બસ ટર્મિનસનું 5 જૂને લોકાર્પણ

બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ અને પિલરનું બંસીપુર પહાડના પથ્થરોથી બાંધકામ થયુ છે..જેને પિંક સ્ટોન કહેવાય છે, જેનો ઉપયોગ હાલમાં રામમંદિરના નિર્માણમાં પણ થઈ રહ્યો છે. જે રીતે જૂના જમાનામાં હવેલીઓ કે હોટલ્સમાં પ્રવેશદ્વારને ભવ્ય લુક આપવામાં આવતો હતો એ જ રીતે આગળ બે મોટા કોલમ રાખવામા આવ્યા છે.

Ahmedabad : હેરિટેજ થીમ પર નિર્મિત લાલ દરવાજાના નવા AMTS બસ ટર્મિનસનું 5 જૂને લોકાર્પણ
Ahmedabad Lal Darwaza Bus Terminus
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 03, 2023 | 7:54 AM

Ahmedabad :  હેરિટેજ શહેરની ઓળખ ધરાવતા અમદાવાદના હાર્દ સમાન લાલ દરવાજાનું(Lal Darwaja) નવુ AMTS બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે બનીને તૈયાર છે..5 જૂનના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)  આ બસ સ્ટેન્ડને ખુલ્લું મૂકાશે.8.88 કરોડના ખર્ચે બનાવ્યું બસ ટર્મિનલ તૈયાર થયુ છે અને તેને હેરિટેજ થીમ પર તૈયાર કરાયુ છે. જયપુરના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરી બસ સ્ટેન્ડને હેરિટેજ લૂક અપાયો છે..ફાનસ પેટર્નની લાઈટો બસ સ્ટેન્ડના આકર્ષણમાં વધારો કરે છે. લાલ દરવાજા બસ સ્ટેન્ડ પરથી 49 રૂટ પર 118 બસ ઓપરેટ થશે.દૈનિક 2.25 લાખ લોકો લાલ દરવાજા ટર્મિનસથી અવરજવર કરે છે.

બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ અને પિલરનું બંસીપુર પહાડના પથ્થરોથી બાંધકામ થયુ છે..જેને પિંક સ્ટોન કહેવાય છે, જેનો ઉપયોગ હાલમાં રામમંદિરના નિર્માણમાં પણ થઈ રહ્યો છે. જે રીતે જૂના જમાનામાં હવેલીઓ કે હોટલ્સમાં પ્રવેશદ્વારને ભવ્ય લુક આપવામાં આવતો હતો એ જ રીતે આગળ બે મોટા કોલમ રાખવામા આવ્યા છે. એને કારણે લોકોને હેરિટેજ બસ સ્ટેશનમાં આવતી હેરિટેજ થીમનો અનુભવ થશે

બેસવાની વ્યવસ્થા માટે પણ રાજસ્થાની પથ્થરોનો ઉપયોગ કરાયો છે. સ્ટેઇનલેસ સ્ટીલની ખુરશીઓ વરસાદમાં કાટી જાય છે, જેની જગ્યાએ પથ્થરનો ઉપયોગ કરાયો છે..લોકો ગંદકી કરે તો પણ બેઠકોને ધોઈને સરળતાથી સાફ કરી શકાય છે. શેડની અંદર શીટ પણ એવી લગાવાઈ છે કે જે નેચરલ લાઈટને અંદર આવવા દે. જેથી દિવસે લાઈટ ચાલુ કરવાની જરૂરિયાત ન પડે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

AMTSની હિસ્ટ્રીનું આર્ટિફેક્ટ બનાવવામાં આવશે

ટેરેસ પર પન્ના પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બે વર્ટિકલ વોલ છે એના પર AMTSની હિસ્ટ્રીનું આર્ટિફેક્ટ બનાવવામાં આવશે, જેમાં સૌથી જૂની લાલ બસ અને અત્યારે ચાલતી ઈલેક્ટ્રિક બસનો ફોટો લગાવવામાં આવશે, જેથી લોકોને ખ્યાલ આવે કે ત્યાંથી લઈને અત્યારસુધીની સફર AMTSએ ખેડી છે.

પ્લેટફોર્મ નં. 1થી 7 ઉપર બેઠક વ્યવસ્થા સાથે પાઈપ ફેબ્રિકેશન પર ડેકોરેટિવ બસ શેલ્ટર બનાવાયું

ટર્મિનસનું મુખ્ય બિલ્ડિંગ પ્લેટફોર્મ નં.1 પર બાંધવામાં આવ્યું છે. પીવાના પાણીની સુવિધા માટે આધુનિક ફિલ્ટર મૂકવામાં આવ્યું છે. પ્રવાસીઓની ફરિયાદોનો નિકાલ કરવા માટે અલગ કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવાથી પ્રવાસીઓને જમાલપુર મુખ્ય ઓફિસ સુધી જવાની જરૂર નહિ પડે. પ્લેટફોર્મ નં. 1થી 7 ઉપર બેઠક વ્યવસ્થા સાથે પાઈપ ફેબ્રિકેશન પર ડેકોરેટિવ બસ શેલ્ટર બનાવાયું છે. ખાસ દિવ્યાંગોની સગવડતા માટે પ્લેટફોર્મની ઊંચાઈ એ રીતે રખાઈ છે કે તેમને મુશ્કેલી ન પડે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">