Ahmedabad : આગામી ત્રણ દિવસ ગરમીનો પારો વધશે, ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદમાં આગામી બેથી ત્રણ દિવસ હીટવેવનું જોર વધતાં ગરમીનો પારો 43 ડિગ્રી કે તેથી વધુ નોંધાવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા લોકોને હીટ સ્ટ્રોકથી બચવા સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે

Ahmedabad : આગામી ત્રણ દિવસ ગરમીનો પારો વધશે, ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
Heatwave Prediction (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 4:43 PM

ગુજરાતમાં(Gujarat)ગરમીનો પ્રકોપ વધ્યો છે. જેમાં દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના શરૂ થયેલા ગરમ-સૂકા પવનોના કારણે અમદાવાદમાં(Ahmedabad)ગરમીનો પારો ફરી 42 ડિગ્રીને પાર કરી ગયો છે. હીટવેવને(Heatwave)પગલે અમદાવાદ કોર્પોરેશને શુક્રવારથી રવિવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યમાં શુક્ર-શનિવારે યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, અમદાવાદમાં સવારથી ગરમ-સૂકા પવનોનું જોર વધતાં અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 42.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી વધીને 25.5 ડિગ્રીએ પહોંચતાં લોકોએ ગરમીની સાથે બફારાનો અનુભવ કર્યો હતો. આગામી બેથી ત્રણ દિવસ હીટવેવનું જોર વધતાં ગરમીનો પારો 43 ડિગ્રી કે તેથી વધુ નોંધાવાની શક્યતા છે.

ગરમી પડવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.

આગામી બેથી ત્રણ દિવસ હીટવેવનું જોર વધતાં ગરમીનો પારો 43 ડિગ્રી કે તેથી વધુ નોંધાવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા લોકોને હીટ સ્ટ્રોકથી બચવા સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. ગરમ પવનોની અસરથી રાજ્યના અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને ડીસા જેવાં 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહેતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. બે દિવસ દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના કેટલાંક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વખતે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.

એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી

ગરમ પવનોની અસરથી રાજ્યના અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને ડીસા જેવાં 7 શહેરોમાં ગુરુવારે ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહેતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. બે દિવસ દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના કેટલાંક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ પણ વાંચો :  SURAT : હત્યાનો ખુલ્યો રાઝ, શ્રમજીવી યુવકની હત્યા મામલે આરોપીની ધરપકડ

આ પણ વાંચો :  ગરમીમાં ડિહાઇડ્રેશન અને ડાયેરિયાની સમસ્યા વધી રહી છે, જાણો કેવી રીતે બચશો તેનાથી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">