Ahmedabad : નરોડા વિસ્તારમાં જવેલર્સની દુકાનમાંથી ચોર ટોળકીએ વેપારીની નજર ચૂકવી 12.39 લાખની ચોરી કરી

અમદાવાદમાં(Ahmedabad) નરોડામાં આવેલા ખોડિયાર  જવેલર્સના માલિક મહેશભાઈ વ્યાસ દુકાનમાં બેઠા હતા તેઓ દુકાન બંધ કરી રહ્યા હતા ત્યારે એક યુવકે ખરીદી કરવાના બહાને દુકાનનો દરવાજો ખોલ્યો અને વેપારીને વાતો કરાવીને નજર ચૂકવીને બેગ ઝૂંટવી ફરાર થઇ ગયો.

Ahmedabad : નરોડા વિસ્તારમાં જવેલર્સની દુકાનમાંથી ચોર ટોળકીએ વેપારીની નજર ચૂકવી 12.39 લાખની ચોરી કરી
Ahmedabad Naroda Theft
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 09, 2022 | 7:20 PM

અમદાવાદ(Ahmedabad)શહેરમાં નરોડા વિસ્તારમાં(Naroda) ચોર ટોળકીએ જ્વેલર્સના વેપારીની નજર ચૂકવી રોકડ અને દાગીના ભરેલી બેગ લીફટીગ કરી ફરાર થઈ ગયા. નરોડા પોલીસે સીસીટીવીને આધારે ચોર ટોળકીની શોધખોળ હાથ ધરી છે. આમતો અમદાવાદમાં લૂંટ અને ચોરીની(Theft)ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે. શહેરના નરોડા વિસ્તારમાં રાત્રિના સમયે ખોડીયાર જ્વેલરીમાં દુકાન માલિકની નજર ચૂકવી રોકડ અને ઘરેણાં ભરેલા બેગની ઉઠાંતરી કરવાની ઘટના બની હતી. વેપારીએ નરોડા પોલીસને જાણ કરતા પોલીસે વેપારની ફરિયાદને આધારે સીસીટીવી ની મદદથી ચોર ટોળકી ની શોધખોળ હાથ ધરી છે.

CCTV ફૂટેજના દ્રશ્યોમાં જવેલર્સનો માલીક ગ્રાહક સમજીને વાત કરી રહ્યો હતો અને ચોર સોનાના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઇ ગયો. નરોડામાં આવેલા ખોડિયાર  જવેલર્સના માલિક મહેશભાઈ વ્યાસ દુકાનમાં બેઠા હતા તેઓ દુકાન બંધ કરી રહ્યા હતા ત્યારે એક યુવકે ખરીદી કરવાના બહાને દુકાનનો દરવાજો ખોલ્યો અને વેપારીને વાતો કરાવીને નજર ચૂકવીને બેગ ઝૂંટવી ફરાર થઇ ગયો. બેગમાં સોનાના દાગીના, રોકડ અને મહત્વના દસ્તાવેજ સહિત રૂ 12.36 લાખની ચોરી કરી.

મહત્વનું છે કે ખોડિયાર જવેલર્સમાં છેલ્લા 15 દિવસથી મોંઘવારિના કારણે દુકાનમાં મંદી હતી, એક પણ ગ્રાહક અહીં સોનાના દાગીના ખરીદવા આવ્યો નહોતો. જેથી ચોર ટોળકીએ જવેલર્સની રેકી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. 3 થી 4 યુવકો બેગ લીફટિંગ કરીને નરોડાથી કઠવાડા તરફ ફરાર થઇ ગયા હતા. જેથી સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે cctv ફૂટેજના આધારે બાઈક નંબર મેળવીને ચોર ટોળકીની શોધખોળ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

નરોડામાં બેગ લીફટિંગની ઘટનાથી અન્ય વેપારીઓમાં સુરક્ષાને લઈને ડર ઉભો થયો છે. હાલમાં નરોડા પોલીસે નજર ચૂકવીને ચોરીનો ગુનો નોંધીને જુદી જુદી ટિમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે સાથે જ ફરિયાદીની પણ ઉલટ તપાસ કરાઈ રહી છે કેમ કે અગાઉના અનેક કિસ્સામાં એવું સામે આવ્યું છે કે જે ફરિયાદ કરતા હોય છે તેજ આરોપી નીકળતા હોય છે એટલે આ કેસમાં પણ આવું બન્યું છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">