અમદાવાદમાં તોફાની તત્વોનો આતંક! સરદારનગરમાં મોડી રાત્રે નીકળેલી ગેંગના CCTV વાયરલ

અમદાવાદમાં હરેશ મુલચંદાણી ઉર્ફે હરૂની ગેંગનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. સરદારનગર વિસ્તારમાં તાજેતરમાં ગેંગે એક પરિવાર પર હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ..

અમદાવાદમાં તોફાની તત્વોનો આતંક! સરદારનગરમાં મોડી રાત્રે નીકળેલી ગેંગના CCTV વાયરલ
| Edited By: | Updated on: Mar 17, 2026 | 10:55 PM

અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી માથાભારે તત્વોનો આતંક વધી રહ્યો છે. ખાસ કરીને સરદારનગર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષથી સક્રિય હરેશ સિંધી ઉર્ફે હરૂની ગેંગ ફરી ચર્ચામાં આવી છે. તાજેતરમાં આ ગેંગે મોડી રાત્રે એક પરિવાર પર હુમલો કર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દરવાજો ન ખુલતા ઘરના દરવાજા પર હુમલો કર્યો

સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ઘટનાની ગંભીરતા સ્પષ્ટ જોવા મળે છે. માહિતી મુજબ, હરેશ મૂળચંદાણી પોતાની ગેંગ સાથે રાત્રે લગભગ ત્રણ વાગ્યે સરદારનગરના એક મકાન પર ત્રાટક્યો હતો. પાઇપ, ડંડા અને અન્ય હથિયારો સાથે પહોંચેલી આ ટોળકીએ દરવાજો ન ખુલતા ઘરના દરવાજા પર હુમલો કર્યો અને પથ્થરમારો કર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં હરેશ મુલચંદાણી અને તેના સાગરિતોના ચહેરા પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

 

આ આધારે સરદારનગર પોલીસે આરોપીઓ સામે રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગુનાઓ નોંધ્યા છે. સાથે જ હરેશ મુલચંદાણી અને તેની ગેંગના ગુનાહિત ઇતિહાસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં પણ તે અને તેની ગેંગ

મહત્વનું છે કે હરેશ મુલચંદાણી અગાઉ ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાબાજીની માસ્ટર આઇડી કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપાઈ ચૂક્યો છે. ઉપરાંત, છેલ્લા એક વર્ષથી અમદાવાદ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં પણ તે અને તેની ગેંગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે અનેક ફરિયાદો સામે આવી રહી છે.

લોકોમાં એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, હરેશ મુલચંદાણીની આગેવાની હેઠળ ચાલી રહેલી આ ગેંગના કારણે સરદારનગર, નરોડા, નોબલનગર, એરપોર્ટ, ભાટ સહિતના વિસ્તારોમાં લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. જોકે, આ તાજેતરની ઘટનાના સીસીટીવી પુરાવાના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પકડવા અને કડક સજા અપાવવા માટે કાર્યવાહી તેજ કરી છે.

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

Published On - 10:54 pm, Tue, 17 March 26

Follow Us