Ahmedabad : ગાંધીધામ- નગરકોઈલ અને ગાંધીધામ-તિરુનેલવેલી હમસફર એક્સપ્રેસ ટ્રેનોને નોન મોન્સુન સમયપત્રક મુજબ દોડાવાશે
પશ્ચિમ રેલવેએ ગાંધીધામ - નગરકોઈલ એક્સપ્રેસ અને ગાંધીધામ -તિરુનેલવેલી હમસફર એક્સપ્રેસ ટ્રેનોને નોન મોન્સુન સમયપત્રક મુજબ ચલાવવાનો નિર્ણય લીધો છે. જેના લીધે મુસાફરોની સુવિધામાં વધારો થશે .
પશ્ચિમ રેલવેએ ગાંધીધામ – નગરકોઈલ એક્સપ્રેસ અને ગાંધીધામ -તિરુનેલવેલી હમસફર એક્સપ્રેસ ટ્રેનોને નોન મોન્સુન સમયપત્રક મુજબ ચલાવવાનો નિર્ણય લીધો છે. જેના લીધે મુસાફરોની સુવિધામાં વધારો થશે .
આ ફેરફારની વિગતો આ મુજબ છે
• ટ્રેન નંબર 16335/16336 ગાંધીધામ – નાગરકોઈલ – ગાંધીધામ (સાપ્તાહિક) એક્સપ્રેસ
ટ્રેન નંબર 16335 ગાંધીધામ – નાગરકોઈલ એક્સપ્રેસ ટ્રેન દર શુક્રવારે ગાંધીધામથી 10:35 કલાકે ઉપડશે અને 15:20 કલાકે અમદાવાદ પહોંચશે અને રવિવારે ત્રીજા દિવસે સવારે 06:15 કલાકે નાગરકોઈલ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 16336 નાગરકોઈલ – ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન નાગરકોઈલથી દર રવિવારે 14:45 કલાકે ચાલીને ત્રીજા દિવસે મંગળવારે સવારે 06:40 કલાકે અમદાવાદ પહોંચશે તથા બપોરે 12:00 કલાકે ગાંધીધામ પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન ભચાઉ, સામખ્યાલી, ધ્રાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બોઈસર, વસઈ રોડ, ભીવંડી રોડ, પનવેલ, ચિપલુણ, રત્નાગીરી, સાવંતવાડી રોડ, મડગાંવ કારવાર,કારવાર, કુમટા, મુર્દેશ્વર, મુકામ્બિકા રોડ, બિન્દુર, કુન્દાપુરા, ઉડુપી, સુરતકલ,મેંગ્લોર, કસરાગોડ, કાંજનગઢ, પયન્નુર, કન્નાપુરમ , કન્નુર, તલશશેરી,વડકરા,કોવીલાડી,કોઝિકોડ, ફેરોક, પરપ્પનંગાડી, તિરુર, કુટ્ટીપુરમ, પટ્ટમ્બી, શોરાનુર, થ્રિસુર, અલુવા, એર્નાકુલમ, કોટ્ટયમ, તિરુવલ્લા, ચેંગન્નુર, કયામકુલમ, ત્રિવેન્દ્રમ અને તિરુવનંતપુરમ સ્ટેશનો પર રોકાશે.
• ટ્રેન નંબર 20924(19424)/20923(19423)ગાંધીધામ-તિરુનેલવેલી-ગાંધીધામ (સાપ્તાહિક) હમસફર એક્સપ્રેસ
ટ્રેન નંબર 20924 ગાંધીધામ – તિરુનેલવેલી હમસફર એક્સપ્રેસ ટ્રેન દર સોમવારે ગાંધીધામથી 04:40 કલાકે ઉપડશે અને 09:10 કલાકે અમદાવાદ પહોંચશે અને બીજા દિવસે 23:35 કલાકે તિરૂનેલવેલી પહોંચશે એ જ રીતે, ટ્રેન નંબર 20923 તિરુનેલવેલી – ગાંધીધામ હમસફર એક્સપ્રેસ ટ્રેન દર ગુરુવારે સવારે 08:00 વાગ્યે તિરુનેલવેલીથી ઉપડશે અને બીજા દિવસે 21:35 વાગ્યે અમદાવાદ પહોંચશે અને ત્રીજા દિવસે રાત્રે 02:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન અમદાવાદ, વડોદરા, સુરત, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, મડગાંવ, કારવાર, મેંગ્લોર, કાલિકટ, શોરાનુર, થ્રિસુર, એર્નાકુલમ, કયામકુલમ, તિરુવનંતપુરમ અને નાગરકોઈલ ટાઉન સ્ટેશનો પર ઉભી રહેશે.
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી દરમિયાન અને ગંતવ્ય સ્થાન પર આગમન સમયે COVID-19 સંબંધિત તમામ ધોરણો અનેએસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.