Ahmedabad: બનેવી પર સગા સાળા સહિત ચાર લોકોએ જીવલેણ હુમલો કર્યો, યુવકની સ્થિતિ અત્યંત નાજુક

|

Jun 15, 2022 | 4:42 PM

અમદાવાદમાં (Ahmedabad) વટવા GIDC પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને ગુનામાં સામેલ તમામ આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ ટીમો કામે લાગી છે.

Ahmedabad: બનેવી પર સગા સાળા સહિત ચાર લોકોએ જીવલેણ હુમલો કર્યો, યુવકની સ્થિતિ અત્યંત નાજુક
Vatva Police Station
Image Credit source: File Image

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) વટવા જીઆઈડીસી(Vatva) વિસ્તારમાં સગા સાળા અને મામાજી સસરાએ યુવક પર જીવલેણ હુમલો(Attack) કરતા તે જીવન- મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જેમાં કેબલ ડીસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતા યુવક પર ધારિયા અને લાકડીઓથી હુમલો કરી હાથ કાપી નાખવામાં આવ્યો છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને ખાનગી કેબલમાં ડીસ્ટ્રીબ્યુટરશીપ ધરાવતા કનુ દેસાઈ પર તેમનાં જ સાળા રામશી રબારી અને વિક્રમ રબારી સહિત મામાજી સસરા કાનજી રબારીની સાથે લાભુ રબારી અને બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. સોમવારે રાતના સમયે કનુભાઈ દેસાઈ જશોદાનગર ખાતે આવેલી હોટલ ગેલેક્સીએ ભાડુ લેવા માટે ગયા હતા તે સમયે તમામ આરોપીઓએ ધારિયા અને લાકડી લઈને આવ્યા હતા.

કનુ દેસાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા

કનુ દેસાઈના મામા સસરા કાનજી દેસાઈ ધારિયા દ્વારા માથામાં હુમલો કરવા જતા ફરિયાદીએ હાથ રાખતા હાથ કપાઈ ગયો હતો.જ્યારે રાતના સમયે કનુ દેસાઈ પર તમામ શખ્સોએ લાકડીથી હુમલો કરતા બુમાબુમ થતા આસપાસનાં લોકો આવી જતા તમામ આરોપીઓ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. જે બાદ કનુ દેસાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત કનુ દેસાઈને પત્નિ સાથે અણબનાવ હોવાથી તેમજ તેઓ જે ખાનગી ચેનલની ડીસ્ટ્રીબ્યુટરશીપ ધરાવતા હોય ત્યાંથી સાળાઓને નોકરીમાંથી છુટા કર્યા હોય જેનુ મનદુખ રાખી આ હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે.

મહત્વનું છે કે આ સમગ્ર મામલે વટવા GIDC પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને ગુનામાં સામેલ તમામ આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ ટીમો કામે લાગી છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

 અમદાવાદમાં પોલીસ ચોકીમાં જ પાર્ટીની હિંમત કરનારા ASI સસ્પેન્ડ, વધુ એક TRB જવાનની ધરપકડ

આ ઉપરાંત અમદાવાદમાં સ્ટેડિયમ ચોકમાં દારૂ મહેફિલ કેસમાં વધુ એક ટીઆરબી જવાનની ધરપકડ કરવામાં આવી છે. દિનેશ પટણી, સોનુ પાલ સહિત ટીઆરબી જવાન પોલીસ સ્ટેશનમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. જે મામલે ટ્રાફિક વિભાગના ડીસીપીએ મહેફિલ કેસમાં સંડોવાયેલા ASIને સસ્પેન્ડ કર્યા છે. તો 3 ટીઆરબી જવાનને તેમની સેવા પરથી છુટા કરવામાં આવ્યા છે.આ કેસમાં ASI અને એક ટીઆરબી જવાન હજી ફરાર છે

Published On - 4:40 pm, Wed, 15 June 22

Next Article