Ahmedabad : સોલા ઉમિયાધામનો શિલાન્યાસ વિધિ પૂર્ણ, મંદિરના નિર્માણકાર્યનો શુભારંભ, 150 કરોડનું દાન એકત્રિત થયું

|

Dec 13, 2021 | 4:53 PM

પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પટલાઈ આપણા લોહીમાં છે. પણ પટલાઈમાં આપણું પૂરું ન થઇ જાય તેનું ધ્યાન રાખજો. આપણે પાટીદાર નહિ સરદાર બનવું પડશે. સમાજના આગેવાનોને પરેશ ધાનાણીની ટકોર કરી હતી.

Ahmedabad : સોલા ઉમિયાધામનો શિલાન્યાસ વિધિ પૂર્ણ, મંદિરના નિર્માણકાર્યનો શુભારંભ, 150 કરોડનું દાન એકત્રિત થયું
ઉમિયાધામ-સોલા (ફાઇલ)

Follow us on

Ahmedabad :  સોલા ઉમિયાધામનો (Umiyadham )શિલાન્યાસ વિધિ પૂર્ણ થયો છે. સંતોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શીલાપુજન કરવામાં આવ્યું હતું. આજથી મંદિરના નિર્માણ કાર્યનો શુભારંભ થયો છે. શિલાપુજન વિધિમાં મુખ્ય યજમાન તરીકે ભાજપના દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ જમના પટેલ (MLA Babubhai Jamna Patel) રહ્યા હતા. બાબુ જમના પટેલે ઉમિયાધામના નિર્માણ માટે 31 કરોડનું દાન આપ્યું છે.

સોલા ઉમિયાધામ (Umiyadham Temple )મંદિરના શિલાન્યાસ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી (Nitin Patel)નીતિન પટેલ, પૂર્વ વિપક્ષ નેતા (Paresh Patel)પરેશ ધાનાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Hrishikesh Patel) હાજર રહ્યા હતા. ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. (PM Narendra Modi) નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સેવાનું કાર્ય છે. આ સેવા યજ્ઞ આવનારી પેઢીઓ માટે ઉપયોગી થવાનો છે. આજે સ્કિલ ડેવલોમેન્ટનું મહત્વ છે. સ્કીલના મહત્વને વધારવાની જરૂર છે. આઝાદીના અમૃત મહોત્સવમાં સમાજ અને દેશને શું આપીશું એનો દ્રઢ સંકલ્પ કરીએ. સંકલ્પ કરીએ ઉત્તર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરવી છે. પ્રાકૃતિક ખેતી કરીને ધરતી માતાને બચાવવી છે.

પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પટલાઈ આપણા લોહીમાં છે. પણ પટલાઈમાં આપણું પૂરું ન થઇ જાય તેનું ધ્યાન રાખજો. આપણે પાટીદાર નહિ સરદાર બનવું પડશે. સમાજના આગેવાનોને પરેશ ધાનાણીની ટકોર કરી હતી. સમાજ થકી નેતા પેદા થાય નેતા થકી સમાજ નહિ. અમારું રાજકારણીઓનું સ્થાન મંચ પર નહિ સામે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ધર્મ અને વિકાસ તથા ધર્મ અને શિક્ષણને જોડીને સમાજ આગળ વધી રહ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શિલાન્યાસ વિધિ પૂર્ણ થતાની સાથે જ મંદિર અને અન્ય ભાવનોના નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. 1500 કરોડનો પ્રોજેકટ બે ફેઝમાં પૂર્ણ થશે. સોલા ઉમિયાધામ નિર્માણની કામગીરી પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ માટે અત્યાર સુધીમાં 150 કરોડનું દાન એકત્ર થઈ ગયું છે.

આ ભવ્ય સોલા ઉમિયાધામ મંદિરની સાથે જ હોસ્ટેલ, આરોગ્ય ભવન, મલ્ટીપર્પઝ હોલનું પણ નિર્માણ કરાશે. 74 હજાર ચોરસ મીટરમાં જમીનમાં આકાર થઈ રહેલો સમગ્ર પ્રોજેક્ટ 1500 કરોડ રૂપિયામાં પૂર્ણ કરાશે. ઉમિયાધામમાં 800 લોકો એક સાથે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હશે. આ ઉપરાંત 1200 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલનું નિર્માણ કરાશે. જેમાં એક ભોજનશાળા હશે. તો 50 રૂમનું એક ગેસ્ટ હાઉસ તૈયાર કરાશે. આ મંદિર પરિસરમાં એક હજાર કાર એકસાથે પાર્ક થાય તેવું પાર્કિંગ બનાવવામાં આવશે.

 

Published On - 4:42 pm, Mon, 13 December 21

Next Article