અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થ્રી લેયર સુરક્ષાને ભેદી વિદેશી યુવક પીચ સુધી પહોંચી ગયો, રોકવી પડી મેચ- વીડિયો

|

Nov 19, 2023 | 6:05 PM

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે એક વિદેશી યુવક પીચ સુધી પહોંચી ગયો અને વિરાટ કોહલીને ગળે લગાવવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. આ યુવક પેલેસ્ટાઈનનો સમર્થક હોવાનુ સામે આવ્યુ છે. અચાનક યુવક આવી જતા થોડી પળો માટે મેચ રોકવી પડી હતી.

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ દરમિયાન સ્ટેડિયમમાં એક વિદેશી યુવક પાંચ ફુટની રેલિંગ કુદી સ્ટેડિયમની અંદર ઘુસી ગયો અને પીચ સુધી પહોંચી ગયો હતો. આ અજાણ્યા યુવકે બેટીંગ કરી રહેલા વિરાટ કોહલીને ગળે લગાવવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. દેખાવે વિદેશી દેખાતો આ યુવક થ્રી લેયર સુરક્ષા વચ્ચે સ્ટેડિયમની અંદર કેવી રીતે પહોંચી ગયો તે એક મોટો સવાલ છે. યુવક અચાનક પીચ સુધી પહોંચી જતા મેચ રોકવાની ફરજ પડી હતી અને થોડી પળો માટે મેચ રોકાઈ ગઈ હતી. આ યુવક કોણ હતો ક્યાંથી આવ્યો તેને લઈને તુરંત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ.

પાંચ ફૂટ રેલીંગ કૂદી યુવક સ્ટેડિયમની અંદર ઘૂસ્યો

પોલીસની તપાસમાં સામે આવ્યુ કે સ્ટેડિયમમાં ઘુસી આવેલો આ યુવક ઓસ્ટ્રેલિયન નાગરીક છે. તેનુ નામ વેન જોન્સન છે અને વિરાટ કોહલીનો ફેન હોવાથી સ્ટેડિયમમાં ઘૂસ્યો હતો. યુવકે ગળામાં પેલેસ્ટાઈન ફ્લેગવાળો માસ્ક પહેરીને અંદર પ્રવેશ કર્યો હતો. જો કે તુરંત સ્ટેડિયમ પર હાજર સુરક્ષાકર્મીઓએ યુવકની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ચાંદખેડા પોલીસે યુવક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. યુવક પેલેસ્ટાઈન સમર્થક હોવાનું પણ સામે આવ્યુ છે. તેના ટીશર્ટ પર સ્ટોપ બોમ્બીંગ પેલેસ્ટાઈન લખેલુ જોવા મળ્યુ છે. યુવકના પિતા ચાઈનીઝ અને માતા ફિલિપાઈન્સના હોવાનુ સામે આવ્યુ છે. તેની પાસેથી ઓસ્ટ્રેલિયાનો પાસપોર્ટ મળી આવ્યો છે.

આ પણ વાંચો:પીએમ મોદી પર ચઢ્યો વર્લ્ડ કપનો ફિવર, કહ્યું ‘રાજસ્થાનમાં કોંગ્રેસને ઓલઆઉટ કરવાનું છે’, ‘કોંગ્રેસના લોકો એકબીજાને જ રન આઉટ કરવામાં લાગ્યા છે’

ક્રાઇમ બ્રાંચના અધિકારી સામે યુવક રેલીંગ કૂદીને અંદર ઘૂસ્યો

જો કે સૌથી મોટો સવાલ એ છે કે થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યુવક સ્ટેડિયમમાં ઘુસી આવ્યો ત્યાં સુધી શું શહેર પોલીસ જોતી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર છે એ પહેલા આ પ્રકારની ઘટનાને લઈન સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે. એકતરફ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની હાજરીમાં યુવક રેલિંગ કૂદીને સ્ટેડિયમમાં ઘુસી આવ્યો હતો. સ્ટેડિયમ આજુબાજુ 6000 પોલીસના જવાનો સહિત 10 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ ખડેપગે છે એ તમામ સુરક્ષાને ભેદીને આ ઓસ્ટ્રેલિયન મૂળનો યુવક સ્ટેડિયમની અંદર પીચ સુધી પહોંચી ગયો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:17 pm, Sun, 19 November 23

Next Video