અમદાવાદમાં લારીઓ દૂર કરવાના મનપાના નિર્ણય વિરુદ્ધ લારી-ગલ્લા એસોસિએશને વિરોધ દર્શાવ્યો

અમદાવાદમાં લારીઓ દૂર કરવાના મનપાના નિર્ણય વિરુદ્ધ લારી-ગલ્લા એસોસિએશને વિરોધ દર્શાવ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 7:40 PM

અમદાવાદ કોર્પોરેશનના નિર્ણયનો લારી-ગલ્લા અને પાથરણા એસોસિએશને વિરોધ કર્યો છે. લારી-ગલ્લા અને પાથરણા એસોસિએશનનો આક્ષેપ છે કે કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર એકટનું ખોટું અર્થઘટન કર્યું છે.

અમદાવાદ(Ahmedabad)મહાનગરપાલિકાએ શહેરમાં જાહેરમાર્ગો પર ધમધમતી ઈંડા અને નોન-વેજની(Non Veg)લારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તેથી નોનવેજની લારીઓને હવે કાયદાનું રક્ષણ નહી મળે. કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર એક્ટ(Street Vendor Act)હેઠળ કરવામાં આવેલા સર્વેમાં પણ ખાણીપીણીના એકમોની નોંધણી નથી કરી.

એસોસિએશનનો આક્ષેપ  કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર એકટનું ખોટું અર્થઘટન કર્યું 

જેમાં ચાની કીટલી, ઈંડા કે આમલેટનું વેચાણ કરતી લારીઓ હોય કે પછી અન્ય ખાણીપીણીની વસ્તુનું વેચાણ કરતા એકમો કોઈને પણ સ્ટ્રીટ વેન્ડર ગણવામાં નથી આવ્યા. કોર્પોરેશનના આ નિર્ણયનો લારી-ગલ્લા અને પાથરણા એસોસિએશને વિરોધ કર્યો છે. લારી-ગલ્લા અને પાથરણા એસોસિએશનનો આક્ષેપ છે કે કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર એકટનું ખોટું અર્થઘટન કર્યું છે.

આ અંગે જણાવતા સ્ટ્રીટ વેન્ડર એસોસીએશનના પ્રમુખ રાકેશ મહેરિયાએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં એએમસી દ્વારા લો ગાર્ડન ખાતે હેપ્પી ફૂડ સ્ટ્રીટમાં ભાડું વસૂલીને ખાણીપીણીનું વેચાણ કરવા મંજૂરી આપી હતી. પરંતુ શહેરના અન્ય માર્ગો પર આ સુવિધા આપવામાં નહીં આવે.

અગાઉ એએમસીએ(AMC)સ્ટ્રીટ વેન્ડિંગ એકમોની નોંધણી કરી હતી. જેમાં 67 હજાર 197 ફેરિયાઓની નોંધણી કરવામાં આવી હતી.. પરંતુ સર્વે બાદ સ્થળ પર તપાસ કરવામાં આવી તો માત્ર 28 હજાર ફેરિયાઓ જ મળી આવ્યા હતા.

આ અંગે કોંગ્રેસે પ્રહાર કરતા જણાવ્યું હતું કે યુપીએ સરકારે 2014માં સ્ટ્રીટ વેન્ડરો સન્માનથી રોજી રોટી મેળવી શકે તે માટે સ્ટ્રીટ વેન્ડર એક્ટ બનાવ્યો હતો.. પરંતુ એએમસી દ્વારા તેનો અમલ કરવામાં નથી આવ્યો.

એએમસી દ્વારા હવે સ્ટ્રીટ વેન્ડર એકટનું ખોટું અર્થઘટન કરી ફેરિયાનોને હેરાન કરવામાં આવી રહ્યા છે.. નોનવેજની લારીઓની સાથે અન્ય લારીઓ પણ હટાવવામાં આવતા વિવાદ સર્જાયો છે ત્યારે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનને મનપાના નિર્ણયને પરત ખેંચવાની માગ કરી છે.

આ  પણ વાંચો : ગુજરાતમાં બુધવારથી શરૂ થશે મેડિકલ પ્રવેશની પ્રક્રિયા, ઓન લાઇન પીન ખરીદી શકાશે

આ  પણ વાંચો : ગુજરાતની છ નગરપાલિકાના 63.37 કરોડના પાણી પૂરવઠાના કામોને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી

Published on: Nov 16, 2021 07:32 PM
g clip-path="url(#clip0_868_265)">